Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચોર-ચોર માસીયાઇ ભાઇ: UNICEFનો વિડીયો ચોરીને પોતાના નામે કરતાં કોંગ્રેસ અને આપ

    ચોર-ચોર માસીયાઇ ભાઇ: UNICEFનો વિડીયો ચોરીને પોતાના નામે કરતાં કોંગ્રેસ અને આપ

    પરંતુ ગુજરાત આપ દ્વારા ગુજરતીઓને ઉલ્લુ બનાવવાનો આ કારસો ફળ્યો નહિ કેમ કે ટ્વિટર પરના જાગૃત યુજર્સે આમ આદમી પાર્ટીની આ ચાલબાજીની પોલ ખોલી દીધી હતી.

    - Advertisement -

    બાળ અધિકારો અને બાળ સુરક્ષા તથા સંવર્ધન માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા UNICEF દ્વારા બાળકોમાં શિક્ષણના પ્રચાર માટે એક વિડીયો શૅર કર્યો હતો. જોતજોતામાં જ તકવાદી અને બીજાના કામોનો શ્રેય ચોરી કરવા માટે અવ્વલ આવતી આમ આદમી પાર્ટીએ આ વિડીયો ઉઠાવીને પોતાના નામે ચડાવી દીધો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એકલી નહોતી કેમ કે આ વિડીયોની ચોરી કોંગ્રેસીઓએ પણ પોતાના નામે ચડાવવા માટે કરી હતી.

    UNICEF દ્વારા 12 જૂનના દિવસે પોતાના ટ્વિટર આઈડી પર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોમાં શિક્ષણના મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. વિડીયોમાં જુદી-જુદી જગ્યાઓએ બાળમજૂરી કરતાં બાળકોને એક હાથ આવીને ઉઠાવી લે છે અને એક જગ્યાએ પટકી દે છે જ્યાં એક શાળા હોય છે. આમ વિડીયોમાં એવો સંદેશો અપાયો હતો કે બાળકોએ બાળ મજૂરી કરવાની જગ્યાએ શાળામાં જવું જોઈએ.

    ટ્વિટર પર આ સરસ વિડીયો જોઈને ગુજરાત આમ આદમી પાર્ટીથી રહેવાયું નહીં અને તેમણે 15 જૂનના રોજ UNICEF દ્વારા મુકાયેલ આ વિડીયો ચોરી લઈને અને એને એડિટ કરીને જે હાથ બાળકોને સ્કૂલ સુધી લઈ જતાં દેખાયા એ હાથ પર જ આમ આદમી પાર્ટીનું રાજકીય ચિહ્ન ચોટાડી દીધું હતું.

    - Advertisement -

    આમ બીજા કોઈ દ્વારા બનાવેલ વિડિયોને પોતાના નામે અપલોડ કરીને (એ પણ UNICEF ને કોઈ પણ જાતની ક્રેડિટ આપ્યા વગર) આમ આદમી પાર્ટીએ પોતાના પર જે ક્રેડિટ ચોરીના આરોપો લાગે છે એને ફરી એક વાર સાચા સાબિત કર્યા.

    પરંતુ ગુજરાત આપ દ્વારા ગુજરતીઓને ઉલ્લુ બનાવવાનો આ કારસો ફળ્યો નહિ કેમ કે ટ્વિટર પરના જાગૃત યુજર્સે આમ આદમી પાર્ટીની આ ચાલબાજીની પોલ ખોલી દીધી હતી.

    ટ્વિટર પર @_Devil_103_ નામના એક યુઝરે ગુજરાત આમ આદમીની પોલ ખોલતા લોકોને જણાવ્યુ હતું કે આ વિડીયો ખરેખર તો UNICEF નો છે. ઉપરાંત તેમણે UNICEF ને ટેગ કરીને પૂછ્યું કે શું તેઓ કોઈ રાજકીય પાર્ટીને સમર્થન કરે છે? કે શું તેમણે AAP ને તેમનો આ વિડીયો વાપરવાની પરવાનગી આપી છે? અંતમાં તેણે આ વિષયમાં સ્પષ્ટતા કરવા અને પગલાં લેવા માટે કહ્યું હતું.

    જોકે, બીજાના કામોની ચોરી કરીને શ્રેય મેળવવામાં આમ આદમી પાર્ટી એકલી જ ન હતી. કોંગ્રેસે પણ આ તકનો લાભ લઇ લીધો હતો.

    એક કોંગ્રેસ કાર્યકર્તા @anshumansail કે જેના ટ્વિટર પર 48 હજાર ફોલોવર છે તેણે UNICEF નો આ જ વિડીયો ચોરી કર્યા બાદ એડિટ કરીને કોંગ્રેસનાં ચિન્હ સાથે વાઇરલ કર્યો હતો અને લખ્યું હતું કે આ કોંગ્રેસની રાજ કરવાની પદ્ધતિ છે.

    હદ્દ તો ત્યારે થઈ જ્યારે @glorious_gir75 નામના ટ્વિટર યુઝરે આ વિડિયોને કોંગ્રેસનાં ચિન્હ સાથે ઉપલોડ કરીને આને છત્તીસગઢના સીએમ ભુપેન્દ્ર બઘેલ અને કોંગ્રેસનું શિક્ષા મોડેલ ગણાવી દીધું.

    આ પહેલી વાર નથી કે AAP દ્વારા બીજાના કામોનો શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કરાયો હોય. તદ્દન તાજું ઉદાહરણ માત્ર 15 દિવસ જૂનું છે. થોડા દિવસ પહેલા જ પંજાબના AAP ધારાસભ્ય ચરણજીત સિંહે એક ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ભગવંત માન સરકારે લાંબા સમયથી પડતર રેલવે અંડરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે જે અગાઉની સરકાર દરમિયાન ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો હતો. પરંતુ જોવા જેવી ત્યારે થઈ જ્યારે ઉત્તર રેલ્વે ઝોને માહિતી આપી હતી કે પંજાબમાં AAP સરકાર સત્તામાં આવી તેના મહિનાઓ પહેલા જ ડિસેમ્બર 2021 સુધીમાં રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું.

    2020માં કોરોનાકાળ દરમિયાન 10,000 બેડની કોવિડ સુવિધા, જે દિલ્હીમાં રાધા સોમી સત્સંગ બિયાસ સુવિધાની અંદર સ્થાપિત કરવામાં આવી હતી, તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીની બાબતોનું નિયંત્રણ લીધા પછી કાર્યરત કરવામાં આવી હતી. સુવિધાની સ્થાપનામાં દિલ્હી સરકારની મર્યાદિત ભૂમિકા હોવા છતાં, આમ આદમી પાર્ટી (AAP) એ સોશિયલ મીડિયા પર તેનો શ્રેય ચોરી લરવાનો પ્રયાસ કર્યો હતો.

    AAP નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2018માં જાહેર થયેલ CBSCના સારા પરિણામનો શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળ નહોતા રહ્યા.

    આમ, જ્યારે કોઈ પાર્ટીના સૌથી મોટા રાષ્ટ્રીય નેતા પોતે જ વારંવાર બીજાના કામોની શ્રેય ચોરી કરતાં પકડાઈ ચૂક્યા હોય તો એ જ સંસ્કાર નીચેની પાર્ટી લાઇનમાં આવે એ સ્વાભાવિક છે. ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેમની આ બીમારીના લક્ષણ વધુ ઘેરા બને એવી સંભાવના છે. હાલ ટ્વિટર પર ગુજરાત AAP અને કોંગ્રેસ પોતાની આ શ્રેય ચોરી કરવાની આદતને લઈને ટ્રોલ થઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં