Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર રેલ્વેએ કર્યું પંજાબ AAP એમએલએના દાવાનું ફેક્ટ ચેક: અન્યોના કામનો શ્રેય...

  ઉત્તર રેલ્વેએ કર્યું પંજાબ AAP એમએલએના દાવાનું ફેક્ટ ચેક: અન્યોના કામનો શ્રેય લેવાની AAP નેતાઓની જૂની આદત ફરીથી ખુલ્લી પડી ગઈ

  આમ આદમી પાર્ટીની અન્યો દ્વારા કરવામાં આવેલા કાર્યોનો શ્રેય પોતે લઇ લેવાની આદત હવે પંજાબમાં પણ ચાલુ રહી છે. પંજાબ સરકારના મંત્રીએ રેલવેના કાર્યને પોતાનું ગણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ઝડપાઈ ગયા હતા.

  - Advertisement -

  આમ આદમી પાર્ટીની આગેવાનીવાળી સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામો માટે શ્રેય ચોરી કરવાની જૂની આદત છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર ભૂતકાળમાં ઘણી વખત આવું કરી ચૂકી છે, હવે પંજાબમાં નવી બનેલી AAP સરકારે પણ આવું જ કરવાનું શરૂ કર્યું છે. આજે આમ આદમી પાર્ટી ભારતીય રેલ્વે દ્વારા થયેલ કામ માટે શ્રેયનો દાવો કરતી પકડાઈ ગઈ હતી, કારણ કે ઉત્તર રેલ્વેના સત્તાવાર ટ્વિટર હેન્ડલે AAP ધારાસભ્ય દ્વારા આવા દાવાને રદિયો આપ્યો હતો, જેમણે ‘લાંબા સમયથી પેન્ડિંગ’ રેલવે અંડરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો.

  ગઈકાલે, AAP ધારાસભ્ય ચરણજીત સિંહે એક ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ભગવંત માન સરકારે લાંબા સમયથી પડતર રેલવે અંડરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે જે અગાઉની સરકાર દરમિયાન ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો હતો. શ્રી ચમકૌર સાહિબના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે મોરિંડામાં રેલ્વે અંડરબ્રિજનું બાંધકામ 2.5 વર્ષથી વધુ સમયથી ગોકળગાયના માર્ગે આગળ વધી રહ્યું હતું, અને ભગવંત માન સરકારે તેને 3 મહિના કરતાં ઓછા સમયમાં પૂર્ણ કર્યું.

  ચરણજીત સિંહે માહિતી આપી હતી કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, તેમણે અને મંત્રી હરભજન સિંહએ ગઈ કાલે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, અને તેના ફોટા પણ પોસ્ટ કર્યા હતા. સિંઘે એમ પણ ઉમેર્યું હતું કે માર્ચમાં તેમણે 30 જૂન સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું અને તેઓએ તે તારીખ પહેલાં તેને પૂર્ણ કરી દીધું હતું.

  - Advertisement -

  જો કે, AAP ધારાસભ્યના દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક સાબિત થયા છે, કારણ કે ભારતીય રેલ્વે દ્વારા અંડરબ્રિજ ઘણા સમય પહેલા પૂર્ણ કરવામાં આવ્યો હતો. ઉત્તર રેલ્વે ઝોને માહિતી આપી હતી કે પંજાબમાં AAP સરકાર સત્તામાં આવી તેના મહિનાઓ પહેલા જ ડિસેમ્બર 2021 સુધીમાં રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું.

  રેલ્વે ઉત્તર ઝોને વધુમાં ઉમેર્યું હતું કે પૂર્ણ થયેલ અંડરબ્રિજનો ઉપયોગ કરી શકાતો નહોતો કારણ કે એપ્રોચ રોડ પૂર્ણ થયો ન હતો, જે રાજ્ય સરકારની જવાબદારી હતી. તેઓએ કહ્યું કે કામ રેલ્વેના કારણે નહીં પણ રાજ્ય સરકારના કારણે પેન્ડિંગ રહેલું હતું.

  તેથી, તે સ્પષ્ટ છે કે અંડરબ્રિજ ડિસેમ્બર 2021 સુધીમાં જ પૂર્ણ થઈ ગયો હતો, અને ચરણજીત સિંહના દાવા મુજબ AAP સરકાર દ્વારા તે હવે પૂર્ણ થયો નથી. જો કે, એ વાત સાચી છે કે તેઓએ હવે એપ્રોચ રોડનું બાંધકામ પૂર્ણ કર્યું છે, જે રાજ્ય સરકારની જવાબદારી છે અને જે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન વિલંબિત થઈ હતી.

  22 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા મોરિંડા ખાતેના રેલ્વે અંડરબ્રિજનું ઉદ્ઘાટન 1 જૂનના રોજ ચમકૌર સાહિબના ધારાસભ્ય ડૉ. ચરણજીત સિંઘ સાથે જાહેર બાંધકામ અને ઉર્જા મંત્રી હરભજન સિંહ ETO દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ રેલવે અને પંજાબ સરકાર વચ્ચે 50:50 ખર્ચની વહેંચણી પર અમલમાં મૂકવામાં આવ્યો હતો.

  ઉદ્ઘાટન દરમિયાન, PWD મંત્રીએ માહિતી આપી હતી કે રેલવે દ્વારા રેલવે અંડર બ્રિજ બોક્સનો ભાગ બનાવવામાં આવ્યો છે, જ્યારે RUB ની બંને બાજુએ સર્વિસ રોડ સાથે એપ્રોચ રોડ પંજાબ PWD દ્વારા બનાવવામાં આવ્યો છે. હાલ એપ્રોચ રોડનું કામ પૂર્ણ થયું છે, હજુ સર્વિસ રોડનું બાંધકામ ચાલુ છે.

  શ્રેય ચોરી કરવાની AAPની જૂની આદત

  આ પહેલી વાર નથી કે કોઈ AAP નેતા અથવા AAP સરકારે બીજાના કામોના શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા અનેક વાર અંરવિંદ કેજરીવાર સમેત ઘણા આપ નેતાઓ શ્રેય ચોરી કરતાં રંગે હાથે પકડાઈ ચૂક્યા છે.

  2020માં કોરોનાકાળ દરમિયાન 10,000 બેડની કોવિડ સુવિધા, જે દિલ્હીમાં રાધા સોમી સત્સંગ બિયાસ સુવિધાની અંદર સ્થાપિત કરવામાં આવી હતી, તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીની બાબતોનું નિયંત્રણ લીધા પછી કાર્યરત કરવામાં આવી હતી. સુવિધાની સ્થાપનામાં દિલ્હી સરકારની મર્યાદિત ભૂમિકા હોવા છતાં, આમ આદમી પાર્ટી (AAP) એ સોશિયલ મીડિયા પર તેનો શ્રેય ચોરી લરવાનો પ્રયાસ કર્યો હતો.

  AAP નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2018માં જાહેર થયેલ CBSCના સારા પરિણામનો શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળ નહોતા રહ્યા.

  કોરોનાના સમયગાળામાં મે 2020 દરમિયાન જ્યારે દિલ્હીથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું સ્થળાંતર થઈ રહ્યું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની AAP સરકારના મંત્રીએ એમ કહીને શ્રેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ‘આ પ્રવાસી મજૂરોમાથી 1200 મજૂરોની ટિકિટ એમના દ્વારા ચૂકવાઈ છે’. પરંતુ તે જ સમયે બિહાર સરકારના મંત્રી સંજય કુમાર ઝાએ પ્રમાણ સાથે એમના દવાનું ખંડન કરતાં કહ્યું હતું કે, “મેં દિલ્હીના એક મંત્રીનું ટ્વીટ જોયું કે તેઓ દિલ્હીથી મુઝફ્ફરપુર જઈ રહેલા 1200 પ્રવાસીઓની ટિકિટ માટે ચૂકવણી કરી રહ્યા છે. મારી પાસે અહીં તેમની સરકાર દ્વારા બિહાર સરકાર પાસેથી નાણાંની ભરપાઈ કરવા માટે મોકલવામાં આવેલ એક પત્ર છે.”

  આમ હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને બીજા દ્વારા કરવામાં આવતા કામોનો શ્રેય ચોરી કરવાની આદત પડી ગઈ છે, અને આ માટે તેઓ વારંવાર વિરોધીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સના ટાર્ગેટ પર રહે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં