ભગવાન રામનું અપમાન કરતો વિડીયો વાયરલ થયા બાદ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીના પ્રોફેસર ગુરસંગ પ્રીત કૌરને બરખાસ્ત કરી દેવામાં આવ્યાં છે. આ મામલે યુનિવર્સીટીએ પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક નિવેદન પણ જારી કર્યું અને ઘટના મામલે ખેદ વ્યક્ત કર્યો હતો. યુનિવર્સીટી દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભગવાન રામનું અપમાન કરતો વિડીયો વાયરલ થવા મામલે ખેદ વ્યક્ત કરવામાં આવે છે તેમજ પ્રોફેસરને બરખાસ્ત કરી દેવામાં આવ્યાં છે.
નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું કે, “સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડીયોથી અનેક લોકોને ઠેસ પહોંચી છે જે બાબતથી અમે પૂરેપૂરા વાકેફ છીએ. વિડીયોમાં અમારી યુનિવર્સીટીના એક પ્રોફેસર વ્યક્તિગત ટીપ્પણી કરતાં સંભળાય છે.” યુનિવર્સીટીએ આગળ જણાવ્યું, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે એ તેમનો વ્યક્તિગત વિચાર છે અને જેનું યુનિવર્સીટી સમર્થન કરતી નથી. અમારી યુનિવર્સીટી ધર્મનિરપેક્ષ છે અને જ્યાં તમામ ધર્મો અને જાતિના લોકો સાથે પ્રેમ અને સન્માન સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે.”
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં યુનિવર્સીટી દ્વારા બરખાસ્ત કરવામાં આવેલ પ્રોફેસર ગુરસંગ પ્રીત કૌર ભગવાન રામને ખરાબ વ્યક્તિ તરીકે ચીતરી રહ્યાં છે. તેઓ વિડીયોમાં કહે છે, “રામ ખરાબ માણસ હતા. રામે રાવણ જેવા નેકદિલ માણસ સાથે છળ કર્યું હતું.” તેઓ પોતાના વિડીયોમાં વિદ્યાર્થીઓને કહે છે કે રાવણ સીતાનું અપહરણ કરીને તેમને લંકા નહતો લઇ ગયો પરંતુ રામે રાવણનો વધ કરવા માટે સીતાહરણનું ષડ્યંત્ર રચ્યું હતું.
Hi @lpuuniversity how your professor Gursang Preet Kaur still working with you after abusing about Hindu gods.. i was think this is the correct time to #boycottLPU pic.twitter.com/qSMQmFjt1H
— Prince Sharma (@alwyssmile16) April 23, 2022
એટલું જ નહીં, પ્રોફેસર એક જ વાત વારંવાર કહેતાં જોવા મળે છે. તેઓ વિદ્યાર્થીઓને ભગવાન રામ વિરુદ્ધ ભડકાવતા કહે છે કે, શું તમે જાણો છો કે રાવણ એક નેકદિલ માણસ હતો? જ્યારે રામ સારા માણસ ન હતો. તે ખૂબ શાતીર હતો, જેણે ચતુરાઈથી સીતાના અપહરણની યોજના બનાવી અને રાવણને ખરાબ સાબિત કરી દીધો. જે બાદ પ્રોફેસર વિદ્યાર્થીઓને પોતાના કુતર્કો પર વિચાર કરવા માટે પણ કહે છે.
This is outrageous.
— Shashank Shekhar Jha (@shashank_ssj) April 23, 2022
Faculty of @lpuuniversity is heard talking rubbish about Shri Ram and praising Ravan.@DelhiPolice : Kindly take action.
pic.twitter.com/RYoHl1EM6s
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઇન્ટરનેટ યુઝરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તો આ મામલે દિલ્હી પોલીસને પણ કડક પગલાં લેવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ લોકોએ યુનિવર્સીટીને ટેગ કરીને કડક પગલાં લેવાની માંગ પણ કરી હતી. જોકે, ભારે વિરોધ બાદ યુનિવર્સીટીએ પ્રોફેસરને બરખાસ્ત કર્યાં છે.