Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતને વધુ એક વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપશે PM મોદી: અમદાવાદના સાબરમતી...

    ગુજરાતને વધુ એક વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપશે PM મોદી: અમદાવાદના સાબરમતી સ્ટેશનને જોધપુર સાથે જોડશે, 7 જુલાઈએ થશે લોકાર્પણ

    અમદાવાદના સાબરમતી અને રાજસ્થાનના જોધપુર સિવાય આ ટ્રેન વચ્ચે 5 સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં ગુજરાતના મહેસાણા અને પાલનપુરનો સમાવેશ થાય છે તથા રાજસ્થાનના આબુ રોડ, ફાલના અને પાલીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    આગામી શુક્રવાર એટલે કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવાના છે. આ ટ્રેન ગુજરાતના અમદાવાદને રાજસ્થાનના જોધપુર સાથે જોડશે. આ પહેલા PM મોદીએ એ જ ગાંધીનગર-મુંબઈ વચ્ચે ચાલનાર પહેલી વંદે ભારત ટ્રેનને ખુલ્લી મૂકી હતી, જે હાલમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.

    અહેવાલો અનુસાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડનારી છે. અમદાવાદ-જોધપુર વંદેભારત ટ્રેન આગામી 7 જુલાઈથી શરુ થનારી છે. વડાપ્રધાન મોદી વર્ચ્યુલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે.

    હાલમાં જ વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી. આ પહેલા બિહાર અને ઝારખંડને પણ હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી હતી. આ દરમિયાન ગુજરાતને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે. જેનો લાભ ઉત્તર ગુજરાતને પણ મળશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને આ ટ્રેનનો લાભ મળવાનો છે.

    - Advertisement -

    આ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા જ ગુજરાતને પોતાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી હતી, જે ગાંધીનગરને મુંબઈ સાથે જોડે છે.

    અમદાવાદ-જોધપુર વચ્ચે 5 સ્ટેશનો પર ઉભી રહેશે આ ટ્રેન

    આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડીયામાં 6 દિવસ એટલે કે સોમવારથી શનીવાર સુધી દોડશે. આ સાથે રવિવારે તેનું મેન્ટેનેન્સ કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 12 વાગ્યે સાબરમતી પહોંચશે. જે બાદ ફરી આ ટ્રેન સાબરમતીથી સાંજે 04:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:45 વાગ્યે જોધપુર પહોંચશે. સામાન્ય ટ્રેનને સાબરમતી થી જોધપુર વચ્ચે 446 કિમીનું અંતર કાપવામાં આઠ કલાક જેટલો સમય લાગે છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસમાં આ સફર 6 કલાકમાં પુરો થઈ શકશે.

    અમદાવાદના સાબરમતી અને રાજસ્થાનના જોધપુર સિવાય આ ટ્રેન વચ્ચે 5 સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં ગુજરાતના મહેસાણા અને પાલનપુરનો સમાવેશ થાય છે તથા રાજસ્થાનના આબુ રોડ, ફાલના અને પાલીનો સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગોરખપુર-લખનૌ તેમજ અમદાવાદ-જોધપુર સહિત ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ ગોરખપુરમાં યોજવાનો છે. જ્યાંથી વડાપ્રધાન મોદી અન્ય ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવીને શરૂ કરાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં