Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘UCCથી મુસ્લિમ મહિલાઓનું ભવિષ્ય સુરક્ષિત થશે’: એક્ટિવિસ્ટ નિદા ખાને પીએમ મોદીને લખ્યો...

    ‘UCCથી મુસ્લિમ મહિલાઓનું ભવિષ્ય સુરક્ષિત થશે’: એક્ટિવિસ્ટ નિદા ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- એક દેશમાં એક જ કાયદો હોવો જોઈએ

    મહિલાઓનું સહુથી વધુ ઉત્પીડન મુસ્લિમ સમાજમાં: નિદા ખાન

    - Advertisement -

    સમાન નાગરિક સંહિતા મામલે ચાલી રહેલા વિરોધો વચ્ચે બરેલીની પ્રખ્યાત દરગાહ આલા હજરત ખાનદાનની ભૂતપૂર્વ વહુ નિદા ખાને UCCના સમર્થનમાં PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નિદાએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે, સાથે જ તેમણે ટ્રીપલ તલાક બિલ આવ્યા બાદ મુસ્લિમ મહિલાઓને મળેલી સુરક્ષા માટે પણ પીએમનો આભાર માન્યો હતો.

    નિદા ખાને UCCના સમર્થનમાં પત્ર લખવા પર કહ્યું હતું કે, “અમારે આ પત્ર એટલા માટે જાહેર કરવો પડ્યો કે કોઈ પણ મુસ્લિમ લીડરે આ વિશે ક્યારેય કશું કહ્યું કે વિચાર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ પણ ક્યારેય મુસ્લિમ મહિલાઓ વિશે કોઈ વિચાર નથી કર્યો. મુસ્લિમ મહિલાઓના ઉત્પીડનનું દર્દ માત્ર વડાપ્રધાન મોદીજીએ જ જોયું અને તેઓ ટ્રીપલ તલાક બિલ લઈને આવ્યા, એટલે જ અમે તેમનું સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) મામલે સમર્થન કરી રહ્યા છીએ.”

    વડાપ્રધાન મોદીને નિદા ખાને લખેલા પત્રમાં શું છે?

    નિદા ખાને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં શું લખ્યું છે તેના કેટલાક અંશ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યા છે, જે અમે અહીં ટાંકી રહ્યા છીએ. નિદા પોતાના પત્રમાં લખે છે કે, “હું નિદાખાન આલા હજરત હેલ્પીંગ સોસાયટી ચલાવું છું. Uniform Civil Code (સમાન નાગરિક સંહિતા) પર વિવાદો ચાલી રહ્યા છે. હું કહેવા માંગુ છું કે મુસ્લિમ મહિલાઓ Uniform Civil Codeનું સમર્થન કરે છે. તેઓ ઈચ્છે છે કે આ બીલ આવે, કારણકે આ તેમના માટે ખુબ જરૂરી છે. તેમણે જે તકલીફો વેઠી છે, એટલે તેઓ (મુસ્લિમ મહિલાઓ) ઈચ્છે છે કે તેમની આવનારી પેઢીને આ તકલીફો ન વેઠવી પડે. અમારી દીકરીઓ-મહિલાઓને આ પરેશાનીઓનો સામનો ન કરવો પડે તે માટે સમાન નાગરિક સંહિતાનું લાગુ થવું ખૂબ જ જરૂરી છે. તમામ કાયદાઓ એક સમાન હોવા જોઈએ. જેમ કાનૂનમાં હત્યાની સજા ફાંસી છે, તે જ રીતે નિકાહ અને તલાક જેવા કાયદાઓમાં એક સમાન નિયમો લાગુ થવા જોઈએ.”

    - Advertisement -

    મહિલાઓનું સહુથી વધુ ઉત્પીડન મુસ્લિમ સમાજમાં: નિદા ખાન

    નિદા ખાન આગળ કહે છે કે, “મુસ્લિમ સમાજમાં પ્રથમ પત્નીના તમામ અધિકારો ખત્મ કરીને બીજા નિકાહ કરી લેવામાં આવે છે અને પ્રથમ પત્નીના અધિકારો છીનવી લેવામાં આવે છે. ગેર-શરિયત મુજબ નિકાહ થઈ જાય છે, વગર પરવાનગીએ નિકાહ થઇ જાય છે. આ રીતે જ મહિલાઓનું ઉત્પીડન થતું જ રહે છે. તે એક એવું જીવન વ્યતીત કરે છે જેના મતે તે બની જ નથી. શૌહર હોવા છતાં તે એક વિધવા જેવું જીવન જીવે છે. આમારી તમામ મહિલાઓનો એ જ આગ્રહ છે કે આ બિલ લાગુ કરવું જ જોઈએ. કારણકે તે મહિલાઓના અધિકારો માટે ખૂબ ઉપયોગી છે. જ્યાં મુસ્લિમ મહિલાઓની વાત આવે છે, તેવામાં આ નિયમ તેમના માટે ખૂબ જ જરૂરી છે. મહિલાઓનું સહુથી વધુ ઉત્પીડન મુસ્લિમ સમાજમાં જ થાય છે.”

    ઉલ્લેખનીય છે કે આલા હજરત હેલ્પિંગ સોસાયટીના સંચાલક નિદા ખાન પોતે ટ્રિપલ તલાકનો ભોગ બન્યા હતા. શીરાન ખાને તેમને ટ્રિપલ તલાક આપ્યા બાદ તેમણે પોતાના હક માટે આ સંસ્થા સ્થાપીને તેનો વિરોધ કર્યો હતો. જોકે વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા ટ્રીપલ તલાક વિરોધી કાયદો બનાવતા નિદા ખાન પોતાની હકની લડાઈ જીત્યા હતા. તેવામાં હવે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેઓ UCC લાગુ કરવા માટે સમર્થન આપી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં