Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતના એકમાત્ર એથલેટીક્સ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ફરી ડંકો...

    ભારતના એકમાત્ર એથલેટીક્સ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ફરી ડંકો વગાડ્યો; પોતાનો જ રેકોર્ડ તોડ્યો

    આ પહેલાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિક્સમાં 87.58 મીટરનો થ્રો કરીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યું હતું. 

    - Advertisement -

    ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ પદક જીતનાર નીરજ ચોપરાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિનલેન્ડમાં આયોજિત પાવો નૂરમી ગેમ્સમાં 89.30 મીટર જેવલીન ફેંકીની તેમણે સિલ્વર મેડલ જીત્યું છે. જેની સાથે તેમણે ગત વર્ષે માર્ચમાં પટિયાલામાં બનાવેલા 88.07 મીટરના પોતાના રાષ્ટ્રીય રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

    ફિનલેન્ડમાં પાવો નૂરમી ગેમ્સ ત્યાંની ટોપ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે. જેનું આયોજન વર્ષ 1957 થી દર વર્ષે કરવામાં આવે છે. જેવલીન થ્રોની સ્પર્ધામાં નીરજ ચોપરા બીજા સ્થાન પર રહ્યા હતા. જ્યારે ફિનલેન્ડના જ ઓલિવર હેલેન્ડરે 89.93 મીટર થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગ્રેનાડાનો વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ 86.60 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. 

    આ પહેલાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિક્સમાં 87.58 મીટરનો થ્રો કરીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યું હતું. 

    - Advertisement -

    પાવો નૂરમી ગેમ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં સુવર્ણ પદક જીત્યા બાદ ફિનલેન્ડમાં તેમની પ્રથમ કોમ્પિટિશન હતી. જે દરમિયાન તેમણે શરૂઆત 86.92 મીટરના થ્રો સાથે કરી હતી. જે બાદ તેમણે આગલો થ્રો 89.30 મીટરનો  ફેંક્યો. જે બાદના ત્રણેય પ્રયાસો નિષ્ફ્ળ રહ્યા હતા. અંતિમ પ્રયાસમાં તેમણે 85.85 મીટરના બે થ્રો કર્યા હતા. 89.30 મીટરના થ્રો સાથે તેઓ વર્લ્ડ સિઝન લીડર્સ લિસ્ટમાં પાંચમા ક્રમે પહોંચી ગયા છે.

    સિલ્વર મેડલ જીત્યા બાદ અને નવો રેકોર્ડ બનાવ્યા બાદ નીરજ ચોપરાએ જણાવ્યું કે, “સ્પર્ધા બહુ સારી રહી અને હું મારા વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકોર્ડ માટે ખૂબ ખુશ છું. ઓલિવર પાસે બહુ સારી તકનીક હતી. હું ચાર દિવસ પછી કુઓર્ટેનમાં આગામી મેચ રમીશ.”

    નીરજ 30 જૂને સ્ટોકહોમ લેગ ઓફ ધ ડાયમંડ લીગમાં પણ ભાગ લેશે. ગત મહિને ફિનલેન્ડ જવા પહેલાં તેમણે યુએસ અને તૂર્કીમાં તાલીમ  મેળવી હતી. આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને કૉમનવેલ્થ ગેમ્સ માટે પણ નીરજ ચોપરા અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે અને તેમને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે.

    નીરજ ચોપરા વર્ષ 2016થી જેવલીન થ્રો ક્ષેત્રે વિવિધ રેકોર્ડ બનાવતા આવ્યા છે. વર્ષ 2016 માં સાઉથ એશિયન ગેમ્સ દરમિયાન તેમણે 82.23 મીટરનો થ્રો ફેંક્યો હતો. જે બાદ આગામી વર્ષે અન્ડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 86.48 મીટર થ્રો ફેંકીને રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ માર્ચ 2021 માં પટિયાલામાં તેમણે 88.07 મીટર થ્રો કરીને રેકોર્ડ બનાવ્યો હતો, જે હાલ તૂટી ગયો છે.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ટોક્યોમાં યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ ઓલમ્પિક્સમાં નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં દેશને ગોલ્ડ મેડલ અપાવીને ઇતિહાસ રચી દીધો હતો. જે બાદ નીરજ ચોપરા દેશના ‘હીરો’ બની ગયા હતા અને આખા દેશમાં વાહવાહી થઇ હતી. નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિક્સમાં 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જોકે, તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ રેકોર્ડ 88.07 મીટરનો હતો, જે તેમણે તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં