Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમમણિપુર હિંસા: ઇમ્ફાલમાં કેન્દ્રીય મંત્રીના ઘર પર ટોળાએ પેટ્રોલ બોમ્બથી કર્યો હુમલો,...

    મણિપુર હિંસા: ઇમ્ફાલમાં કેન્દ્રીય મંત્રીના ઘર પર ટોળાએ પેટ્રોલ બોમ્બથી કર્યો હુમલો, ઘર થયું આગમાં રાખ; રાજ્યમાં ઇન્ટરનેટ સસ્પેન્શન લંબાવાયું

    મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) યાદીમાં મેઇતેઈ/મીતેઈના સમાવેશની માંગણીના વિરોધમાં 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ્સ સ્ટુડન્ટ્સ યુનિયન (ATSU) દ્વારા રેલી યોજાઈ હતી. જેમાં અથડામણ સર્જાયા બાદ રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ હતી.

    - Advertisement -

    ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસા હજુ પણ જારી છે. ગુરુવારે (15 જૂન, 2023) રાત્રે તોફાનીઓએ ઇમ્ફાલના કોંગબામાં કેન્દ્રીય મંત્રી રાજકુમાર રંજન સિંઘના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી.

    કેન્દ્રીય મંત્રી કેરળમાં હતા ત્યારે તેમના ઇમ્ફાલ સ્થિત ઘરને આગ લગાડવામાં આવી હતી. ANI સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, “ગત રાત્રે જે બન્યું તે ખરેખર દુઃખદ છે. મને કહેવામાં આવ્યું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ 50થી પણ વધુ બદમાશોએ મારા રહેઠાણ પર હુમલો કર્યો હતો. મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકસાન થયું છે. એ દરમિયાન હું કે મારા પરિવારની કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતી. સદનસીબે કોઈને ઈજા થઈ નથી.”

    ઉલ્લેખનીય છે કે, સિંઘ મેઇતેઈ સમુદાયમાંથી આવે છે. તેમણે બંને પક્ષોને હિંસાથી દૂર રહેવા અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની અપીલ ચાલુ રાખી છે.

    - Advertisement -

    સિંઘે ANIને જણાવ્યું કે, “આંખને બદલે આંખની ભાવના આખી દુનિયાને આંધળી બનાવી દેશે. હિંસા કોઇપણ કાર્યમાં મદદરૂપ ન બની શકે. જે લોકો આ હિંસામાં સામેલ છે તેઓ દેશને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ લોકો એ પણ સાબિત કરી રહ્યા છે કે તેઓ માનવતાના દુશ્મનો છે.”

    ઇમ્ફાલ પૂર્વમાં 14 જૂને નવ લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગઈ કાલે મણિપુર સરકારે રાજ્યમાં ઇન્ટરનેટ પરનું સસ્પેન્શન 20 જૂન સુધી લંબાવ્યું હતું.

    બુધવારે (14 જૂન, 2023) બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમમાં મણિપુરના મંત્રી નેમચા કિપગેનના સરકારી નિવાસસ્થાનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું ઘર આંશિક રીતે બળી ગયું હતું.

    મણિપુર રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી ઇન્ટરનેટ સસ્પેન્શન સહિતના નિયંત્રણો લાગુ છે.

    29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તર રાજ્યની ચાર દિવસીય મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મુખ્યમંત્રી એન બિરેન સિંઘ, તમામ રાજકીય પક્ષોના નેતાઓ, સિવિલ સોસાયટી, મહિલા જૂથો, આદિવાસી જૂથો અને સુરક્ષા કર્મચારીઓ સાથે બેઠકો કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં શાંતિ સમિતિની રચના કરવામાં આવશે. ગૃહમંત્રીની જાહેરાતના થોડા દિવસો બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.

    મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) યાદીમાં મેઇતેઈ/મીતેઈના સમાવેશની માંગણીના વિરોધમાં 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ્સ સ્ટુડન્ટ્સ યુનિયન (ATSU) દ્વારા રેલી યોજાઈ હતી. જેમાં અથડામણ સર્જાયા બાદ રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ હતી.

    હાઈ કોર્ટે રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST) ની યાદીમાં મેઇતેઇ સમુદાયનો સમાવેશ કરવા માટે વિચારણા કરવા કહ્યું હતું. આ આદેશના પગલે રાજ્યમાં દોઢ મહિનાથી વંશીય હિંસા જારી છે.

    મણિપુરમાં હિંસા પર નિયંત્રણ મેળવવા માટે રાજ્યમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ગોઠવવામાં આવ્યા હતા અને તેઓ હજુ પણ રાજ્યભરમાં તહેનાત છે.

    (આ સમાચાર અહેવાલ સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. હેડલાઇન સિવાય, સામગ્રી OpIndia સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં આવી નથી)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં