Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોકો કરી રહ્યા હતા બિપરજોય ચક્રવાતથી બચવાની તૈયારી અને એ પહેલા આવી...

    લોકો કરી રહ્યા હતા બિપરજોય ચક્રવાતથી બચવાની તૈયારી અને એ પહેલા આવી ગયો ભૂકંપ: કચ્છમાં 3.5નો તીવ્રતાનો ધરતીકંપ, ભચાઉ પાસે હતું કેન્દ્રબિંદુ

    આ પહેલાં સાંજે ચાર કલાકે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. આ પહેલા ગઈ કાલે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં એક વાર ફરીથી ભૂકંપ આવ્યો હતો.

    - Advertisement -

    આજે જયારે તંત્ર અને નાગરિકો મોદી રાતે ત્રાટકવા જઈ રહેલા બિપ્રજોય વાવાજોડાથી બચાવની પૂર્વતૈયારીઓમાં વ્યસ્ત હતા ત્યાં જ સાંજના સમયે ઓચિંતા જ 3.5ની તીવ્રતાના ધરતીકંપથી કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે.

    અહેવાલો અનુસાર આ પહેલાં સાંજે ચાર કલાકે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. આ પહેલા ગઈ કાલે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં એક વાર ફરીથી ભૂકંપ આવ્યો હતો. પંજાબ સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક વિસ્તારોમાં કંપન મહેસૂસ થયા છે. ભૂકંપના ઝટકાનો અહેસાસ 20 સેકન્ડ સુધી રહ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4ની માપવામાં આવી હતી. જો કે આજે કચ્છમાં 3.5ની તીવ્રતાના ધરતીકંપથી કોઈ જાનમાલના નુકશાનના સમાચાર મળ્યા નથી.

    કચ્છ-સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આપ્યું રેડ અલર્ટ

    હવે અરબી સમુદ્રમાં સક્રિય બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

    - Advertisement -

    વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. વાવાઝોડું પસાર થયા બાદ 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તે સિવાય હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય આજે રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર દૂર છે. દરિયામાં અત્યારે પવનની ગતિ 170 કિમીની છે. લેન્ડફોલના ચાર કલાક બાદ પવનની ગતિમાં ઘટાડો થશે. કચ્છના માંડવી પાસે વાવાઝોડું લેન્ડફોલ કરશે. વાવાઝોડું જ્યા લેન્ડફોલ કરશે ત્યાં વધારે નુકસાન થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં