Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શિવજીએ ત્રીજી આંખ ખોલી અને ટ્રેન અકસ્માત થઇ ગયો..’: પીએમ મોદી પર...

    ‘શિવજીએ ત્રીજી આંખ ખોલી અને ટ્રેન અકસ્માત થઇ ગયો..’: પીએમ મોદી પર ટિપ્પણી કરવામાં અરવિંદ કેજરીવાલે બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપી દીધું

    “શિવજી મહારાજે તેમની ત્રીજી આંખ ખોલી અને અહીં પૃથ્વી પર અજીબ-અજીબ ઘટનાઓ ઘટવા માંડી. ઉજ્જૈનના મહાકાલમાં 6 સપ્તઋષિઓની ભારે-ભારે મૂર્તિઓ હતી, એક દિવસ તૂફાન આવ્યું અને તમામ મૂર્તિઓ તૂટી ગઈ. એક દિવસ એક ટ્રેન અકસ્માત થઇ ગયો અને 250થી વધુ લોકોનાં મોત થઇ ગયાં."

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં રચ્યાપચ્યા રહે છે. પહેલાં તેમની ડિગ્રીઓનો મુદ્દો લઇ આવ્યા હતા તો પછી ‘અભણ રાજા’ની વાર્તા કહીને તેમનું અપમાન કર્યું હતું. હવે તેમણે પીએમ મોદી પર પ્રહાર કરવામાં એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે, ભગવાન શિવજી મોદીથી નારાજ હોવાના કારણે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના થઇ અને 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 

    આમ આદમી પાર્ટીએ રવિવારે (11 જૂન, 2023) દિલ્હીમાં એક રેલી યોજી હતી. આ રેલી રાજ્ય સરકારના અધિકારીઓને ટ્રાન્સફર કરવાની દિલ્હી સરકારને સત્તા આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવતા કેન્દ્ર સરકારના અધ્યાદેશ સામે યોજવામાં આવી હતી. હાલ કેજરીવાલ આખા દેશમાં ફરીને કેન્દ્રના આ અધ્યાદેશ સામે સમર્થન મેળવી રહ્યા છે. આ જ ક્રમમાં દિલ્હીમાં રામલીલા મેદાને રેલી યોજાઈ હતી. 

    આ રેલીમાં સંબોધન કરતાં કેજરીવાલે પીએમ મોદી પર પ્રહાર કરવામાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે એક વાર્તા કહેતા હોય એ રીતે કહ્યું કે, “કોઈ જજ એ રાજા વિરુદ્ધ આદેશ આપે તો રાજા તેને બક્ષતો ન હતો. ચારેતરફ અત્યાચાર, મોંઘવારી, બેરોજગારી… ઉપર આકાશમાં દેવતાઓ આ જોઈ રહ્યા હતા કે પૃથ્વી પર કેટલો ઘનઘોર અત્યાચાર થઇ રહ્યો છે. તમામ દેવતાઓ ભેગા થયા, મિટિંગ કરી અને શિવજી પાસે ગયા. તેમણે કહ્યું, ‘મહારાજ કંઈ કરો, પૃથ્વી પર અન્યાય થઇ ગયો, અત્યાચાર થઇ ગયો, ચારેતરફ બળાત્કાર…ચારેતરફ હાહાકાર મચી ગયો છે, જનતા પરેશાન થઇ ગઈ છે. 

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું, “શિવજી મહારાજે તેમની ત્રીજી આંખ ખોલી અને અહીં પૃથ્વી પર અજીબ-અજીબ ઘટનાઓ ઘટવા માંડી. ઉજ્જૈનના મહાકાલમાં 6 સપ્તઋષિઓની ભારે-ભારે મૂર્તિઓ હતી, એક દિવસ તૂફાન આવ્યું અને તમામ મૂર્તિઓ તૂટી ગઈ. એક દિવસ એક ટ્રેન અકસ્માત થઇ ગયો અને 250થી વધુ લોકોનાં મોત થઇ ગયાં….લોકોએ કહ્યું મોટું અપશુકન થઇ ગયું. એક દિવસ ઘનઘોર વરસાદ પડ્યો, તૂફાન આવ્યું અને ઉપરથી આકાશવાણી થઇ અને જનતાને કહ્યું કે, મહાન દેશના લોકો…તમે શું કરી રહ્યા છો? ઉઠો, એક થઇ જાવ અને અહંકારી રાજા સામે અવાજ ઉઠાવો… ભગવાન તમારી સાથે છે. સૂતેલી જનતા જાગી ગઈ અને એક વર્ષની અંદર જનતાએ અહંકારી રાજાનો રાજપાટ જનતાએ ઉખાડીને ફેંકી દીધો.”

    ઉલ્લેખનીય છે કે ગત 2 જૂનના રોજ ઓડિશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં ત્રણ ટ્રેન એકબીજા સાથે અથડાતાં 288 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં