Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચીની સેના અને વુહાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો હતો કોરોના વાયરસ?: રિપોર્ટમાં દાવો- નવો...

    ચીની સેના અને વુહાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો હતો કોરોના વાયરસ?: રિપોર્ટમાં દાવો- નવો મ્યુટન્ટ બનાવવા જતાં વૈશ્વિક મહામારી ફેલાઈ

    સેંકડો દસ્તાવેજોના અધ્યયન અને તપાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે વુહાનની એક લેબમાં ચીની સેનાએ વૈજ્ઞાનિકો સાથે મળીને વાયરસ પર ખતરનાક પ્રયોગ કર્યો હતો.

    - Advertisement -

    કોરોના વાયરસને લઈને ફરી એકવાર ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની સેના અને વુહાનના વૈજ્ઞાનિકો મળીને લેબમાં કોરોના વાયરસ સાથે ખતરનાક પ્રયોગો કરી રહ્યા હતા અને તેના મ્યુટન્ટ બનાવવા જતાં તે ફેલાઈ ગયો અને પછીથી ચીન અને દુનિયાભરમાં વિનાશ વેર્યો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ચીની વૈજ્ઞાનિકો સેના સાથે મળીને જૈવિક હથિયાર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, તે સમયે જ વુહાન ઇન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલોજીમાં આ વાયરસ લીક થઇ ગયો અને તેણે આખા વિશ્વમાં મહામારી ફેલાવી.

    આ દાવા ‘ધ સન્ડે ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. સેંકડો દસ્તાવેજોના અધ્યયન અને તપાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે વુહાનની એક લેબમાં ચીની સેનાએ વૈજ્ઞાનિકો સાથે મળીને વાયરસ પર ખતરનાક પ્રયોગ કર્યો હતો. આ દસ્તાવેજોમાં ગુપ્ત રિપોર્ટસ, ઇન્ટર્નલ મેમો, વૈજ્ઞાનિક દસ્તાવેજો અને ઈ-મેલ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત વાતચીત સામેલ છે. આ મામલે ધ સંડે ટાઈમ્સે એક શોધકર્તાને ટાંકીને કહ્યું છે કે, “ચીન જૈવિક હથિયાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. જેના માટે ચીનના વૈજ્ઞાનિક અને સેના કોવિડ-19 વાયરસ પર રિસર્ચ કરી રહ્યા હતા. તેના માટે ચીનની આર્મી ફંડિંગ કરી રહી હતી, જેનાથી તે સાબિત થાય છે કે કોરોના વાયરસ ચીન દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવ્યો હતો.”

    આ રિપોર્ટમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વુહાનની ઇન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલોજી પોતાને નાગરિક સંસ્થાન ગણાવીને આ પ્રકારના ભયાવહ પ્રયોગો કરે છે. જેમાં ચીનની સેના પણ સહયોગી થાય છે, આ લેબમાં વર્ષ 2017થી જ પ્રાણીજન્ય પ્રયોગો કરતી આવી છે. તપાસ અધિકારીઓને મળેલા મેટાડેટા, ફોન માહિતી, અને ઈન્ટરનેટ સૂચનાઓ તે વાતની સાબિતીઓ આપે છે કે આ તમામ ગતિવિધિઓ ચીની સેનાના હાથ નીચે જ કરવામાં આવે છે.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર વુહાન ઇન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલોજીમાં વર્ષ 2003માં સોર્સ વાયરસની ઉત્પત્તિ માટે રિસર્ચ શરુ કરવામાં આવ્યું હતું. જેના માટે ચીનના દક્ષિણ ભાગમાં આવેલી ચામાચીડિયાંની ગુફાઓમાંથી એકત્ર કરવામાં આવેલા કોરોના વાયરસ પર જોખમી પ્રયોગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં બધું સામાન્ય હોવાનો દેખાડો કરવા માટે સામે આવેલા પરિણામોને સાર્વજનિક કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2016માં શોધકર્તાઓને યુન્નાન પ્રાંતના મોજીયાંગમાં આવેલી ખાણોમાંથી સોર્સ જેવો જ એક નવા પ્રકારનો કોરોના વાયરસ મળી આવ્યો, જે બાદ ચાઈનાએ આ નવા વાયરસથી થયેલ મોતોની માહિતી સાર્વજનિક નહોતી કરી. આ એ જ વાયરસ હતો જેને આજે કોવિડ19 વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. જે બાદ આ વાયરસને વુહાનની લેબમાં લાવીને તેના પર અનેક પ્રકારના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં