Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ: તનવીર ખાને હુમલો કર્યો હોવાનો પીડિતાનો દાવો, કહ્યું-...

    ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ: તનવીર ખાને હુમલો કર્યો હોવાનો પીડિતાનો દાવો, કહ્યું- કેરાલા સ્ટોરી જોઈને હિંમત ખુલી

    લવ જેહાદ પીડિતાએ જણાવ્યું હતું કે મુંબઈ આવતાં જ તનવીરે તેના પર નિકાહ કરવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    ઝારખંડમાં મોડેલિંગની આડમાં આચરવામાં આવેલા લવ જેહાદ મામલે પીડિત યુવતીએ નવો ખુલાસો કર્યો છે. તેનો દાવો છે કે ગત ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે તનવીરે તેના પર હુમલો કર્યો હતો અને તેના મિત્ર કવલજીત પાસે તે વાતની સાબિતી આપતું રેકોર્ડિંગ પણ છે, જેમાં તનવીર પીડિતા પર હુમલાની વાત સ્વીકારી રહ્યો છે.

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પીડિતાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તનવીરે કવલજીત સામે મારા પર હુમલો કરવાનું સ્વીકાર્યું હતું. કવલજીતે જયારે તનવીરને કહ્યું કે, “આ તે શું કર્યું? તેનું માથું ફાટી ગયું છે.” તેના પર તનવીર ગુસ્સામાં કહે છે કે, “મેં ગોળીઓ લઈ લીધી છે, આજે તેને મારી જ નાંખીશ.” પીડિતાએ જણાવ્યું હતું કે તનવીરે કવલજીતને કહ્યું હતું કે, “હું તેને મારવા માટે ગન લાવ્યો હતો, તેને છોડીશ નહીં, રિક્ષામાં ભલે તે બચી ગઈ હોય. પણ હવે નહીં બચે, મેં તેના બાપને પણ વિડીયો મોકલી દીધો છે. તે (પીડિતા) જ્યાં પણ મળશે, હું એને ઠોકી દઈશ”

    મીડિયા રિપોર્ટ અનુસાર તનવીર પાસે હથિયાર હોવાની અને તેને પીડિતા પર તાકીને ધમકાવવાની પુષ્ટિ એક ઓટો ડ્રાઈવરે પણ કરી છે, જે બાદ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તનવીર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

    - Advertisement -

    લવ જેહાદ પીડિતાએ જણાવ્યું હતું કે મુંબઈ આવતાં જ તનવીરે તેના પર નિકાહ કરવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તો તનવીર તેને ઢસડીને ધર્માંતરણ કરવા લઈ જઈ રહ્યો હતો હતો. તે સમયે ત્યાં હાજર તેની રૂમમેટે તેને છોડાવી હતી. પીડિત યુવતીએ કહ્યું કે, જો તેની રૂમમેટ ત્યાં હાજર ન હોત તો તન્વીર તેને લઈને જઈને ધર્માંતરણ કરાવી ચૂક્યો હોત અને એમ પણ કહ્યું કે, તે હંમેશા હિંદુ ધર્મ વિરુદ્ધ વાતો કરતો હતો.

    કેરાલા સ્ટોરી જોઈ હિંમત આવી

    યુવતીએ જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં તેણે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ જોઈ હતી. જે જોયા બાદ તેનામાં હિંમત આવી હતી અને તેણે લગભગ 1 મહિના સુધી પુરાવાઓ એકઠા કર્યા. પુરાવાઓ એકઠા કર્યા બાદ તેણે 28 મે 2023ના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં તનવીર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવડાવી હતી. ફરિયાદ બાદ વર્સોવા પોલીસે તનવીર વિરુદ્ધ IPCની કલમો 376, 376 (2), 376 (N), 328, 506, 504, અને 323 ઉપરાંત IT એક્ટની ધારા 67 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઘટના ગત મે મહિનાની છે. મૂળ બિહારની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એક યુવતીએ રાંચીની યશ મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટના માલિક તનવીર ખાન પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. માનવી મોડેલિંગ ટ્રેનિંગ માટે રાંચીની મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટમાં આવી હતી.

    પીડીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પહેલી મુલાકાતમાં પોતાની ઓળખાણ યશ તરીકે આપી હતી. જ્યારે પીડિતાને જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ હોવા છતાં હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે ત્યારે તેણે આરોપીથી દૂર રહેવાનું શરુ કર્યું હતું. પીડિતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે તનવીર ખાન પર લવ જેહાદના આરોપો મૂકી રહી છે. પીડિતાએ કહ્યું હતું કે, ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કારણે તેને આ ઘટના બોલવાની હિંમત મળી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં