Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિનમુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરાવવા મામલે વિવાદમાં આવેલી એમપીની શાળાની માન્યતા રદ, CM...

    બિનમુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરાવવા મામલે વિવાદમાં આવેલી એમપીની શાળાની માન્યતા રદ, CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું- આવાં કૃત્યો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું 

    દમોહની ગંગા જમના સ્કૂલનું એક પોસ્ટર વાયરલ થયું હતું જેમાં મધ્ય પ્રદેશ બોર્ડમાં ટોપ કરનારી વિદ્યાર્થીનીઓના નામ અને ફોટો હતા. આ પોસ્ટરમાં તમામ વિદ્યાર્થીનીઓ હિજાબમાં હતી અને તેમાં હિંદુ અને જૈન છોકરીઓના માથે પણ હિજાબ જોવા મળ્યો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના દમોહમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓને ડ્રેસ કોડના નામે હિજાબ પહેરાવવા બદલ વિવાદમાં આવેલી ખાનગી શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. હિંદુવાદી સંગઠનોએ આ મામલાનો વિરોધ કરતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા હતા. હવે દમોહની આ ગંગા જમના સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

    ગંગા જમના સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ થયા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરી હતી કે, “દમોહની એક શાળામાં ગેરરીતિઓ થવાનું સામે આવ્યા બાદ શાળાની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. મારા ભાણેજો સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં તેમજ મધ્યપ્રદેશ સરકાર આવા કૃત્યો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.”

    શાળાના પોસ્ટરમાં વિદ્યાર્થીનીઓ હિજાબમાં જોવા મળી

    વાસ્તવમાં, દમોહની ગંગા જમના સ્કૂલનું એક પોસ્ટર વાયરલ થયું હતું જેમાં મધ્ય પ્રદેશ બોર્ડમાં ટોપ કરનારી વિદ્યાર્થીનીઓના નામ અને ફોટો હતા. આ પોસ્ટરમાં તમામ વિદ્યાર્થીનીઓ હિજાબમાં હતી અને તેમાં હિંદુ અને જૈન છોકરીઓના માથે પણ હિજાબ જોવા મળ્યો હતો. આ મામલે સ્કૂલ સંકુલના ડાયરેક્ટર ઈદ્રેશ ખાને શાળાના બચાવમાં એવું જણાવ્યું હતું કે, જેને હિજાબ કહેવામાં આવે છે તે સ્કાર્ફ છે. સ્કૂલ ડ્રેસ કોડમાં હેડસ્કાર્ફ છે એટલે તેઓ પહેરીને આવે છે, પરંતુ તેને પહેરવું ફરજિયાત નથી. આ નિવેદનને લઈને NCPCR અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ શાળા સંચાલકોને ફટકાર પણ લગાવી હતી અને કહ્યું હતું કે તે સ્કાફ નહીં પરંતુ હિજાબ જ છે અને જુઠ્ઠાણું ફેલાવવું જોઈએ નહીં.

    - Advertisement -

    શાળામાં પ્રાર્થના તરીકે કરાવવામાં આવતી હતી ‘દુઆ’

    અહેવાલ મુજબ, ગંગા જમના શાળાની પ્રાર્થનામાં ‘દુઆ’ પણ સામેલ છે. તેના ગીતો આ પ્રમાણે છે- ‘લબ પે આતી હૈ દુઆ બનકર તમન્ના મેરી, ઝિંદગી હો શમા કી સૂરત ખુદાયા મેરી.’ બીજી તરફ શાળાના ડાયરેક્ટરનું કહેવું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને આ પ્રાર્થના બાળકો માટે છે. સ્કૂલ નિયામકે એવું પણ જણાવ્યું હતું કે, ગંગા જમના સ્કૂલ 2010થી ચાલે છે અને તે લઘુમતી ક્વોટાથી માન્ય છે, પરંતુ તેઓ બધા ધર્મના બાળકોને પ્રવેશ આપે છે.

    મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ પોલીસ અધ્યક્ષને મામલો સોંપ્યો

    હિંદુ સંગઠનોએ દમોહની ગંગા જમના સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યા હતા. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને શાળા શિક્ષણ મંત્રી ઇંદર સિંહ પરમારે પણ આ મામલે નિવેદનો આપ્યા હતા. નરોત્તમ મિશ્રાએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા પરંતુ, પરિવાર તરફથી કોઈએ ફરિયાદ કરી ન હતી, જે બાદ રાજ્ય ગૃહમંત્રીએ જિલ્લાના પોલીસ અધિક્ષકને સમગ્ર મામલાની તપાસ કરવા કહ્યું હતું.

    મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સમગ્ર મામલાણી ગંભીર નોંધ લેતાં કલેક્ટરને ઊંડાણપૂર્વક તપાસના નિર્દેશ આપ્યા હતા. જે બાદ ગંગા જમના સ્કૂલ મેનેજમેન્ટે ડ્રેસમાંથી સ્કાર્ફ એટલે કે હિજાબ હટાવવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, ‘લબ પે આતી હૈ દુઆ’ જેવા ગીતના બદલે પ્રાર્થનામાં ફક્ત રાષ્ટ્રગીત ગાવાની વાત કરવામાં આવી હતી. જોકે, શિવરાજ સરકારે ગંગા જમના હાયર સેકન્ડરી સ્કૂલ પર કડક કાર્યવાહી કરીને તેની માન્યતા રદ કરવા આદેશ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં