કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે – શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લૂંટનારાઓને – તેમને સરેન્ડર કરી દેવાની અપીલને પગલે 140 જેટલા શસ્ત્રો મણિપુર વહીવટીતંત્રને સમર્પણ કરવામાં આવ્યા છે. પોલીસના સૂત્રો તરફથી મીડિયાને જણાવાયું હતું.
રાજ્યની તેમની ચાર દિવસીય મુલાકાતના અંતે, અમિત શાહે નાગરિકોને, જેમણે 3 મે થી 29 મે વચ્ચે પોલીસ સ્ટેશનો અને સુરક્ષા દળના કેમ્પમાંથી શસ્ત્રો લૂંટી લીધા હતા, તેઓને ગુરુવારના અંત સુધીમાં આત્મસમર્પણ કરવા માટે અપીલ કરી હતી. મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે અમિત શાહે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે ત્યારબાદ સુરક્ષા દળોની કાર્યવાહી શરૂ થશે. શુક્રવારે કોમ્બિંગ ઓપરેશન અને જે પણ હથિયારો સાથે મળી આવશે તેની સાથે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
“ગૃહમંત્રીની અપીલ બાદ 140 જેટલા હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે યોગ્ય સમયે વધુ આત્મસમર્પણ કરવામાં આવશે,” મણિપુરના એક અધિકારીએ જણાવ્યું હતું.
#WATCH | After Union Home Minister Amit Shah's appeal, 140 weapons have been surrendered at different places in Manipur: Manipur Police pic.twitter.com/LXvPVnA7tl
— ANI (@ANI) June 2, 2023
2,000 હથિયારો ચોરાયા હતા
અગાઉ, સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે 3 મેના રોજ મુખ્યત્વે મેઇટી અને કુકી સમુદાયો વચ્ચે પ્રથમ વખત હિંસા ફાટી નીકળી ત્યારથી કેટલાક સરકારી શસ્ત્રાગારોમાંથી ટોળા દ્વારા ઓછામાં ઓછા 2,000 શસ્ત્રોની ચોરી કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 605 હથિયારો જ ઝડપાયા છે, આગામી દિવસોમાં આ સંખ્યા વધી શકે છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.
અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં Meitei/Meetei ના સમાવેશની માંગ સામે વિરોધ કરવા માટે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (ATSU) દ્વારા આયોજિત રેલી દરમિયાન મણિપુરમાં 3 મેના રોજ પ્રથમ વખત હિંસા જોવા મળી હતી. 19 એપ્રિલના મણિપુર હાઈકોર્ટના આદેશના જવાબમાં રાજ્યના મેઈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માંગણીના જવાબમાં આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘શસ્ત્રો છોડો અથવા કાર્યવાહીનો સામનો કરો’- શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે લોકોને દિવસના અંત સુધીમાં મણિપુર પોલીસ સમક્ષ શસ્ત્રો અને દારૂગોળો સરેન્ડર કરવા જણાવ્યું હતું અને જેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય છે તેમની સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ઉપરાંત તેમણે વંશીય અથડામણોથી હચમચી ગયેલા રાજ્યમાં શસ્ત્રો પુનઃપ્રાપ્ત કરવા માટે કોમ્બિંગ ઓપરેશનની જાહેરાત કરીને.