Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાથમાં ત્રિશૂળ અને ૐનું ટેટૂ, માથું કપાયેલું…: મુંબઈના દરિયાકિનારે એક ટ્રાવેલ બેગમાંથી...

    હાથમાં ત્રિશૂળ અને ૐનું ટેટૂ, માથું કપાયેલું…: મુંબઈના દરિયાકિનારે એક ટ્રાવેલ બેગમાંથી મળી યુવતીની લાશ, તપાસ શરૂ

    લાશ બીજે ક્યાંકથી ફેંકવામાં આવી હતી કે અહીં જ ફેંકાઈ એ પણ એક તપાસનો વિષય છે અને હાલ પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે. 

    - Advertisement -

    મુંબઈ ખાતેના મીરા-ભાયંદર વિસ્તારના એક બીચ પરથી શુક્રવારે (2 જૂન, 2023) સવારે એક ટ્રાવેલ બેગમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ મૃતદેહનું માથું ગાયબ છે જ્યારે મહિલાના હાથ પર ત્રિશૂળ અને ૐનું ટેટૂ જોવા મળે છે. મૃતક યુવતીની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચેની હોવાનું અનુમાન છે. 

    આ લાશ મુંબઈ મીરા ભાયંદરના ઉત્તન બીચ પર મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં જ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશ કબ્જે કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, એક માછીમારને બેગમાં સંદિગ્ધ ચીજ જોવા મળતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને જોતાં તેમાં એક યુવતીની માથું કપાયેલી લાશ મળી આવી હતી. 

    મહિલા કોણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી કે ન તેની પાસેથી કોઈ ઓળખપત્ર મળી આવ્યું છે, પરંતુ તેના હાથ પર ૐ અને ત્રિશૂળનું ટેટૂ જોવા મળ્યું હતું. તેની લાશ બે ભાગમાં કાપવામાં આવી હતી. જ્યારે પોશાકમાં તેણે ટી-શર્ટ પહેરી હતી. અનુમાન છે કે કોઈએ તેની હત્યા કરીને લાશ બેગમાં ભરીને સમુદ્રમાં ફેંકી દીધી હતી. જોકે, લાશ બીજે ક્યાંકથી ફેંકવામાં આવી હતી કે અહીં જ ફેંકાઈ એ પણ એક તપાસનો વિષય છે અને હાલ પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે. 

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, તેની હત્યા ત્રણથી ચાર દિવસ પહેલાં થઇ હોવાનું અનુમાન છે. પોલીસે આ મામલે હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને મૃતદેહની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે. જે માટે પોલીસ આસપાસનાં પોલીસ મથકોમાં તપાસ કરી રહી છે કે આ પ્રકારની કોઈ મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કેમ. 

    આ મામલે ઉત્તન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શૌરાજ રાણાવરેએ મીડિયાને જણાવ્યું કે, મીરા-ભાયંદરના ઉત્તન ક્ષેત્રના પાલીમાં સમુદ્ર કિનારે લાશ ભરેલી એક ટ્રાવેલ બેગ મળી આવી છે. તેની જાણ ત્યારે થઇ જ્યારે રાહગીરોએ મૃતદેહ જોઈને તરત પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસે IPCની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના સબૂતો ગાયબ કરવા) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં