Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધતી મુસ્લિમ વસ્તી, બાંગ્લાદેશી ઘૂસણખોરો, દારૂ-ડ્રગ્સનો ગેરકાયદે ધંધો: સાહિલ ખાને સાક્ષીની નિર્મમ...

    વધતી મુસ્લિમ વસ્તી, બાંગ્લાદેશી ઘૂસણખોરો, દારૂ-ડ્રગ્સનો ગેરકાયદે ધંધો: સાહિલ ખાને સાક્ષીની નિર્મમ હત્યા કરી એ શાહબાદ ડેરી વિસ્તારની ચોંકાવનારી વાસ્તવિકતા

    દિલ્હીમાં શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા ત્યારે અને કેજરીવાલે સરકાર બનાવ્યા બાદ ભ્રષ્ટાચાર અને રેપ કેપિટલ કહેવાતા દિલ્હીમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું તેવું પત્રકાર દેવ સિંહનું કહેવું છે.

    - Advertisement -

    દેશમાં શ્રદ્ધા હત્યાકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં દિલ્હીમાં 16 વર્ષીય કિશોરી સાક્ષીની હત્યાએ ફરી લોકોને હચમચાવી નાખ્યા છે. સાક્ષી હત્યાકાંડ સામે આવ્યા બાદ આખો સમાજ આરોપી સાહિલ ખાન પર ફિટકાર વરસાવી રહ્યો છે. હત્યા કેટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી એ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. જે સ્થળે આ નિર્મમ હત્યા કરવામાં આવી ત્યાં કેવો માહોલ છે? આસપાસનો સમાજ કેવો છે? પોલીસ-વહીવટદારોનું આ અંગે શું કહેવું છે? આ તમામ વિગતો જાણવા ઑપઇન્ડિયાની ટીમ શાહબાદ ડેરી પહોંચી હતી.

    સાક્ષી હત્યાકાંડ સામે આવ્યા બાદ અમે શાહબાદ ડેરીના એ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં સાહિલે સાક્ષીની હત્યા કરી હતી. ત્યાં આસપાસ નજર કરતાં એક ગેરકાયદેસર મઝાર પર અમારું ધ્યાન ગયું. આ ઉપરાંત, હત્યાના સ્થળની બિલકુલ સામે 200 મીટરના અંતરે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું કાર્યાલય છે.

    ગેરકાયદેસર મઝાર ઉપરાંત આસપાસના માહોલને જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે અહીં સરકારી તંત્ર નબળું છે. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં અમને જાણવા મળ્યું કે સરકાર કઈ-કઈ જગ્યાએ નિષ્ફળ રહી છે. આ વિસ્તારમાં ખુલ્લેઆમ થતા ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના ધંધાને લઈને સ્થાનિકો સરકાર અને પોલીસ પર રોષે ભરાયા છે. આ વિસ્તારમાંથી જ અમને એક સ્થાનિક પત્રકાર મળ્યા જેમનું નામ છે- દેવ સિંહ.

    - Advertisement -

    પત્રકાર દેવ સિંહ ‘તેજ T24 ન્યૂઝ’ માટે કામ કરે છે. જ્યાં સાક્ષીની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી દેવ સિંહનું ઘર લગભગ 2 કિલોમીટર દૂર છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં દેવે સાક્ષીની હત્યા ઉપરાંત આ વિસ્તારમાં લવ જેહાદના અન્ય મામલાથી લઈને મુસ્લિમ વસ્તી અને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની માહિતી આપી હતી.

    દેવ સિંહે કહ્યું કે, “અહીં ધીમે-ધીમે મુસ્લિમોની વસ્તી વધી રહી છે. આ લોકો જે મસ્જિદ અને મદરેસામાં નમાજ પઢવા જાય છે, ત્યાં તેમને આ બધી તાલીમ અપાય છે. આ વિસ્તારમાં ગેરકાયદે થતા ધંધામાં બાંગ્લાદેશી મુસ્લિમો પણ સામેલ છે.”

    સરકારી જમીન-પાર્ક પર ગેરકાયદેસર કબજો

    દેવ સિંહે કહ્યું કે, શાહબાદ ડેરી વિસ્તારના અડધાથી વધુ બગીચાઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. લોકો માટે ચાલવાની કે ફરવાની કોઈ જગ્યા બચી નથી. આ વિસ્તારમાં ઘણાં મોટા-મોટા બગીચાઓ છે, પરંતુ ગેરકાયદેસર કબજાને કારણે લોકોને તેનો ફાયદો નથી મળતો. તેમને ફરવા માટે દૂર સુધી જવું પડે છે.

    પત્રકારે એવું પણ જણાવ્યું કે, જ્યારે આ વિસ્તારની યુવતીઓ બહાર હરવાફરવા જાય છે ત્યારે તેમની છેડતી કરવામાં આવે છે. નજીકમાં આવેલા બગીચાઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે એટલે આવી સ્થિતિમાં બાળકો ક્યાં રમવા જાય?

    ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ, અફીણનો અડ્ડો બન્યો છે શાહબાદ ડેરી વિસ્તાર

    દેવ સિંહે પોલીસ અને વહીવટતંત્ર પર નિશાન સાધતા કહ્યું કે, “શાહબાદ ડેરી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂથી લઈને ડ્રગ્સ, અફીણ બધું જ સરળતાથી મળી રહે છે. સ્થાનિક લોકો ઉપરાંત બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ ડ્રગ્સ અને દારૂના ધંધામાં સામેલ છે.”

    દેવનું કહે છે કે, મીડિયામાં આ ગેરકાયદે ધંધાના સમાચાર આવે તો એક-બે જગ્યાએ દરોડા પડે છે, પણ આ ધંધો તો ચાલુ જ રહે છે. શાહબાદ ડેરીથી લઈને રોહિણી સેક્ટર-25, સેક્ટર-26, સેક્ટર-27 અને તમામ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ગેરકાયદે દારૂ, ડ્રગ્સ અને સટ્ટાબાજીનો ધંધો કરે છે. થોડા દિવસો પહેલાં નાર્કોટિક્સ સેલ દ્વારા આ વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

    માત્ર સાક્ષી જ નહીં, અન્ય યુવતીઓ પણ બની છે લવ જેહાદનો શિકાર

    સાક્ષી હત્યાકાંડ અંગે એવી જાણકારી સામે આવી છે કે સાહિલ ખાન ઘણીવાર હાથ પર રક્ષા સૂત્ર બાંધતો હતો જેથી સાક્ષી તેને હિંદુ સમજતી હતી. દેવે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે સાક્ષીને બાદમાં સાહિલના ધર્મ વિશે ખબર પડી ગઈ હશે. એ પછી સાક્ષીએ સાહિલથી દૂર રહેવાનું શરુ કર્યું હશે જેથી ઉશ્કેરાયેલા સાહિલે સાક્ષીની નિર્મમ હત્યા કરી નાખી.

    સાક્ષી ઉપરાંત શાહબાદ ડેરી વિસ્તારમાં લવ જેહાદની બીજી ઘટનાઓ થઈ છે કે નહીં એ પ્રશ્નના જવાબમાં દેવ સિંહે બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ કેસ જૂના છે એટલે દેવને પીડિતા કે આરોપીઓના નામ યાદ નથી પરંતુ આ ઘટનાઓ સેક્ટર-25 (રોહિણી) અને સેક્ટર-27માં બની હતી. જ્યાં એક કિસ્સામાં લવ જેહાદનો એન્ગલ સામે આવ્યો હતો તો બીજા કિસ્સામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની હત્યા કરી નાખી હતી.

    AAPની કેજરીવાલ સરકાર દિલ્હીને સુરક્ષિત બનાવવામાં નિષ્ફળ

    દિલ્હીમાં શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા ત્યારે અને કેજરીવાલે સરકાર બનાવ્યા બાદ ભ્રષ્ટાચાર અને રેપ કેપિટલ કહેવાતા દિલ્હીમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું તેવું પત્રકાર દેવ સિંહનું કહેવું છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે દેવ સિંહે કહ્યું કે, “દિલ્હીમાં જે સ્થિતિ પહેલાં હતી, તે આજે યથાવત છે. અહીં અવારનવાર ગૌહત્યા થાય છે. આ દેશમાં યોગી રાજ આવે એ સૌથી સારું છે. જ્યાં સુધી દેશમાં બાંગ્લાદેશી અને આવા ગુનાહિત માનસ ધરાવતા લોકો છે, ત્યાં સુધી દેશમાં ગુનાઓની સંખ્યા વધતી રહેશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં