Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆબકારી નીતિ કૌભાંડ: દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, નીતિને તેમના...

    આબકારી નીતિ કૌભાંડ: દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, નીતિને તેમના જ મગજની ઉપજ ગણાવી

    ટ્રાયલ કોર્ટે, સિસોદિયાને જામીન નકારતા, તેમને સંપૂર્ણ ગુનાહિત કાવતરામાં મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખાવ્યા. વધુમાં, ટ્રાયલ કોર્ટે નફાના માર્જિનને 12% સુધી વધારવાની યોજના પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે સિસોદિયાના યોગદાનને માન્યતા આપી હતી.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દારૂ નીતિ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટમાં સિંગલ જજની બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરેલી જામીન અરજી ફગાવી દીધી હતી.

    ANI અનુસાર જસ્ટિસ દિનેશ કુમાર શર્માની ખંડપીઠે સિસોદિયાને દારૂ નીતિ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અરજદાર (સિસોદિયા) એક શક્તિશાળી વ્યક્તિ હોવાને કારણે તે સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે.

    અહેવાલો મુજબ ટ્રાયલ કોર્ટે, સિસોદિયાને જામીન નકારતા, તેમને સંપૂર્ણ ગુનાહિત કાવતરામાં મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખાવ્યા. વધુમાં, ટ્રાયલ કોર્ટે નફાના માર્જિનને 12% સુધી વધારવાની યોજના પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે સિસોદિયાના યોગદાનને માન્યતા આપી હતી.

    - Advertisement -

    સીબીઆઈના જણાવ્યા મુજબ, સિસોદિયાએ ગુનાહિત કાવતરામાં સૌથી મહત્વપૂર્ણ અને કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી અને તેઓ ઉક્ત ષડયંત્રના ઉદ્દેશ્યોની સિદ્ધિની ખાતરી કરવા માટે ઉક્ત નીતિની રચના તેમજ અમલીકરણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા.

    EDએ 9 માર્ચે કરી હતી ધરપકડ

    આ પહેલા દિલ્હીની એક અદાલતે 23 મેના રોજ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી હતી.

    સિસોદિયાની CBI અને ED દ્વારા દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસની ચાલી રહેલી તપાસમાં ધરપકડ કરવામાં આવી હતી.

    સીબીઆઈએ આ વર્ષે 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કર્યા બાદ EDએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. EDએ આરોપ લગાવ્યો છે કે સિસોદિયા સમગ્ર એક્સાઇઝ પોલિસી કેસ પાછળના માસ્ટરમાઇન્ડ હતા અને તેમણે નાણાકીય ફાયદો પેદા કરવા માટે સહ-આરોપીઓને જાણીજોઈને પોલિસી લીક કરી હતી.

    અગાઉ, ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી અગાઉના બે પ્રસંગોએ આ કેસની તપાસમાં જોડાય હતા, પરંતુ તેઓ તેમની તપાસ અને પૂછપરછ દરમિયાન તેમને પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ ગયા હતા. આમ તેઓ તપાસ દરમિયાન તેમની સામે કથિત રીતે સામે આવેલા દોષિત પુરાવા કાયદેસર રીતે સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં