બેંગલુરુ પોલીસે સોમવારે એક હોટલમાં રેવ પાર્ટીમાં દરોડા દરમિયાન અભિનેતા શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની અટકાયત કરી હતી. સિદ્ધાંત કપૂરની તબીબી તપાસમાં ડ્રગના ઉપયોગની પુષ્ટિ થઈ છે. હાલ તેને બેંગલુરુના ઉલસુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
Karnataka | Actor Shraddha Kapoor’s brother Siddhanth Kapoor detained during police raid at a rave party in a Bengaluru hotel, last night. He is among the 6 people allegedly found to have consumed drugs: Bengaluru Police pic.twitter.com/UuHZKMzUH0
— ANI (@ANI) June 13, 2022
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, સિદ્ધાંત એ છ લોકોમાં સામેલ છે જેમને કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું હતું. પાછળથી, ડૉ. ભીમાશંકર એસ. ગુલેદ, ડીસીપી, પૂર્વ વિભાગ, બેંગલુરુ સિટી દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એ વાતની પુષ્ટિ થાય છે કે બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે ડ્રગ્સ લીધું હતું. બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ડ્રગ્સ લેવાનો તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, સિદ્ધાંત કપૂરની અટકાયત કરી તેને ઉલસૂર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.”
Karnataka | Siddhanth Kapoor has tested positive for drugs. He has been brought to Ulsoor Police Station: Dr. Bheemashankar S. Guled, DCP, East division, Bengaluru City
— ANI (@ANI) June 13, 2022
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે એમજી રોડ પરની એક પોશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસની એક ટીમે દરોડો પાડીને તેમની ધરપકડ કરી હતી.
અહિયાં નોંધનીય છે કે ડ્રગ્સના રાખવાના કથિત મામલામાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં 2020માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સિદ્ધાંત કપૂરની બહેન શ્રદ્ધાની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, કશું નોંધપાત્ર સાબિત થયું ન હતું.
ધ્યાન કરવા જેવી વાત એ છે કે આ પહેલી વાર નથી કે કોઈ બૉલીવુડ અભિનેતા પર આવો ડ્રગ લેવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ અનેક અભિનેતાઓ અને તેમના સંતાનો પર આ રીતના આરોપો લગતા રહ્યા છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન.
3 ઓક્ટોબર, 2021 ના રોજ, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય છ લોકોને લક્ઝરી ક્રુઝ લાઇનરમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી. તે સમયે પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, ખાન અને અન્ય લોકો પર કોકેઈન અને એક્સ્ટસી ગોળીઓ હતી.
ઘણી બધી કોર્ટ સુનાવણી, ઘણાં ડ્રામા અને 26 લાંબા દિવસોની કસ્ટડી પછી, બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે તેમને જામીન આપ્યા હતા. જે બાદ મે 2022ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ તેમની સામે પૂરતા પુરાવા ના હોવાનું કારણ દર્શાવીને આર્યન અને અન્ય 5 આરોપીઓને કોર્ડેલિયા ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી હતી.