Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલા સંગઠને અમદાવાદમાં નૂપુર શર્માના સમર્થનમાં યોજી રેલી: પૂર્વ ભાજપ પ્રવક્તાને લાંબા...

    મહિલા સંગઠને અમદાવાદમાં નૂપુર શર્માના સમર્થનમાં યોજી રેલી: પૂર્વ ભાજપ પ્રવક્તાને લાંબા સમયથી મળી રહી છે ઇસ્લામવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ

    નુપરના કથિત વિવાદિત બયાન બાદ આખા વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

    - Advertisement -

    અમદવાદની નારી ગૌરવ સુરક્ષા સમિતિ નુપુર શર્માના સમર્થનમાં 12 જૂન, રવિવારે અમદાવાદમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ભારત અને વિશ્વભરના ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ તરફથી મળી રહી છે જાનથી મારવાની ધમકીઓ.

    નારી ગૌરવ સુરક્ષા સમિતિની પ્રેસ નોટ (ફોટો: OpIndia)

    નારી ગૌરવ સુરક્ષા સમિતિ દ્વારા ગઈ કાલે જારી કરાયેલા નિવેદન મુજબ, નૂપુર શર્માના પ્રોફેટ મુહમ્મદ પરના નિવેદનોએ કથિત રીતે કેટલાકની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને તેના પર એફઆઈઆર પણ કરવામાં આવી છે. તેણીનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો અને હવે એફઆઈઆર સાથે મામલો ન્યાયાધીન છે. “આથી, નાગરિક સમાજ તરીકે, આપણે કાયદાને તેનો માર્ગ અપનાવવા દેવો જોઈએ.” નિવેદનમાં જણાવાયું હતું.

    “જો કે, કેટલાક વિશેષ આસ્થાના લોકોએ તોફાનો જેવી સ્થિતિ સર્જી છે અને શાંતિપૂર્ણ વિરોધની આડમાં હિંસા સુધી લઈ ગયા છે. તેઓએ નુપુર શર્માનું શિરચ્છેદ કરવાની પણ માંગ કરી છે. કેટલાકે તેના માટે ફાંસીની સજાની માંગ પણ કરી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ આપણા રાષ્ટ્રના બિનસાંપ્રદાયિક ફેબ્રિક માટે ખૂબ જ ખતરનાક છે.” સમિતિના નિવેદનમાં આગળ આમ કહેવાયું હતું.

    - Advertisement -

    “નુપુર શાર્મની ઘટના હિદુ-મુસ્લિમ પક્ષની નથી પરંતુ ભારતીય મહિલા સન્માનની છે. તેથી, તેના માર્ગે આગળ આગળ તેની રાહ જોવાને બદલે આ પ્રકાર હિંસા નિંદનીય છે. આથી સંગઠન ભારતની સડકો પર અન્ય હિંસા માટે ‘રુક જાઓ’ (રોકો) માટે મૌન વિરોધ પ્રદર્શન કરવું રહ્યું. 12 તારીખે સાંજે 5 થી 6 દરમિયાન શાંતિપૂર્ણ રેલીનું આયોજન છે.” સમિતિના પ્રેસનોટમાં આ પણ જણાવાયું હતું.

    AltNewsના મોહમ્મદ ઝુબૈરે નુપુર શર્મા પર આ હુમલાઓ શરૂ કર્યા હતા

    મે 2022 ના છેલ્લા અઠવાડિયામાં, ટાઈમ્સ નાઉ પરની ચર્ચા દરમિયાન, નૂપુર શર્માએ પ્રોફેટ મુહમ્મદ પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી જે ઇસ્લામિક ધર્મગ્રંથોમાં પણ કહેવામાં આવી છે. તેણીની ટિપ્પણીઓ વિવાદિત જ્ઞાનવાપી માળખાના વુઝુખાનાની અંદર મળી આવેલા શિવલિંગની સતત ઉપહાસના જવાબમાં હતી.

    ચર્ચા પછી તરત જ, AtlNewsના કોફાઉન્ડર મુહમ્મદ ઝુબૈરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ક્લિપનો એક ભાગ શેર કર્યો અને તેની સામે કાર્યવાહી કરવાની હાકલ કરી. ત્યારબાદ તેના તોફાની અનુયાયીઓ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ આપવા લાગ્યા હતા. ઝુબેર અને અન્ય ઇસ્લામવાદીઓ જેમ કે વોશિંગ્ટન પોસ્ટના કટારલેખક રાણા અય્યુબ અને અન્યોએ પછી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતને શરમજનક બનાવવા માટે મધ્ય પૂર્વીય દેશોના અધિકારીઓને ટેગ કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ શર્માના નિવેદન પર મધ્ય પૂર્વના દેશોને ભારતને તેલ આપવાનું બંધ કરવા પણ કહ્યું હતું.

    આ નિવેદનને લઈને ભાજપે શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને પાર્ટીના નેતા નવીન જિંદાલને હાંકી કાઢ્યા હતા. જો કે, તેમના જીવન અને તેમના પરિવારજનોના જીવન માટે જોખમો ચાલુ રહે છે. ત્યારથી એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ ભારતના વિવિધ ભાગોમાં શુક્રવારની નમાઝ પછી રમખાણો ચાલુ રહ્યા છે. વાસ્તવમાં, મુખ્ય પ્રવાહના રાજકારણીઓએ પણ નૂપુર શર્માને જાહેરમાં ફાંસી આપવા માટે કહ્યું છે કારણ કે બેલગાવીમાં કેટલાક લોકોએ મસ્જિદની બહાર ક્રેનથી લટકતું તેણીનું પૂતળું લટકાવ્યું હતું. તાલિબાને, જ્યારે તે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પાછું સત્તામાં આવ્યું ત્યારે અસંતુષ્ટોને જાહેરમાં ક્રેન પર લટકાવવાનું શરૂ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં