અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના બહેરામપુરા ખાતે આવેલા નબીનગરમાં AMCનું બુલડોઝર આજે સવારથી (18 મે 2023) ગેરકાયદેસર ઉભી કરાયેલી ઈમારતને તોડવાનું કામ કરી રહ્યું છે. ચંડોળા તળાવ પાસે નબીનગર-6 નામે ઉભી કરવામાં આવેલી 7 માળની આ ઇમારત કોઈ પણ જાતના પરવાનાઓ વગર ચણી દેવામાં આવી હતી. AMCએ 6 વાર આ સાઈટને સીલ મારવા છતાં બિલ્ડરે બાંધકામ ચાલુ રાખતાં આખરે ધરાશયી કરવાની કામગીરી આરંભી દેવાઈ છે.
AMC teams start the demolition of a 7-story illegal building Nabinagar-6 that has come up in the Baherampura area. This illegal construction was sealed six times for no permission, but construction continued, following which it is now being demolitioned under police protection. pic.twitter.com/hi2H57VrJn
— DeshGujarat (@DeshGujarat) May 17, 2023
દેશ ગુજરાતના અહેવાલ મુજબ દાણીલીમડા પોલીસના સંરક્ષણ વચ્ચે બહેરામપુરા ખાતે નબીનગરમાં ઉભી કરાયેલી ઈમારત પર AMCનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી GPMC અધિનિયમ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ મામલે AMCએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, તેઓ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખશે. આ ઉપરાંત નગર નિગમે સ્થાનિક નિવાસીઓને પણ આગળ આવીને તેમના રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ફરિયાદ આપવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે બહેરામપુરાની વિધાનસભા સીટ પર કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે, ઉપરાંત સ્થાનિક 4 કોર્પોરેટર પણ કોંગ્રેસના છે, તેવામાં નોટીસો ફટકારાયા બાદ અને સાઈટને સીલ મારવા છતાં બિલ્ડર દ્વારા કોની રહેમ નજર હેઠળ આખા 7 માળની તોતિંગ ઈમારત ઉભી કરી દેવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સ્થાનિકો એક સકારાત્મક પગલા તરીકે જોઈ રહ્યા છે. આ કાર્યવાહીને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અતિક્રમણ કરનારાઓને AMCના સ્પષ્ટ સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે.
Video: pic.twitter.com/8SU1pHxmJB
— DeshGujarat (@DeshGujarat) May 17, 2023
આ પહેલાં જૂના વાડજ ખાતે દબાણ હટાવાયું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ AMC દ્વારા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે આવેલા જૂના વાડજના રામદેવ પીરના ટેકરા ખાતેની અંદાજીત 838 કરોડ રૂપિયાની જમીનને દબાણ હટાવીને ખુલ્લી કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમના પુનઃ પ્રસ્થાપનની કામગીરી અસરકારક કરવા માટેની કામગીરી ચાલી રહી છે. તેમજ ટીપી પરના દબાણો, મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.