Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાહોદના નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી IPL પર લાખોનો સટ્ટો રમતા ઝડપાયા:...

    દાહોદના નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી IPL પર લાખોનો સટ્ટો રમતા ઝડપાયા: મુદ્દામાલ સાથે જુગારીઓની ધરપકડ, ભાગી છુટેલાઓની શોધખોળ ચાલુ

    દાહોદ નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી IPL મેચ પર સટ્ટો રમતા ઝડપાયા હોવાનીં ખબર વાયુ વેગે પ્રસરી ગઈ હતી. જે બાદ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

    - Advertisement -

    શહેરના શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં દાહોદ નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી IPL પર સટ્ટો રમતા ઝડપાયા હતા. પોલીસે અચાનક દરોડો પડતા આ જુગારધામ ખુલ્લું પડ્યું હતું, ઓચિંતી રેડ પડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી તેવામાં દાહોદ નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી સહિત ચાર લોકો ભાગવામાં નિષ્ફળ રહેતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જયારે અન્ય જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

    મળતી માહિતી અનુસાર દાહોદ ખાતે આવેલા દર્પણ સિનેમા રોડ પર લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં IPL મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પર શહેરની B ડીવીઝન પોલીસે ઓચિંતો દરોડો પડતા દાહોદ નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી પોતે IPL પર સટ્ટો રમી રહ્યાં હતા, તેમની સાથે આમીન અલી, વિજય ભારવાણી, અને સંજયકુમાર ભાટીયા નામના જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા. આ દરમિયાન અન્ય આરોપીઓ પોલીસ દરોડા પડતા જ ભાગી છૂટ્યા હતા.

    પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

    નોંધનીય છે કે બાતમીના આધારે પોલીસે મોટા કાફલા સાથે લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં દરોડા પાડયા હતા. જ્યાં પોલીસના હાથે 3 લાખ રૂપીયા રોકડા, 19 મોબાઈલ ફોન, બે લેપટોપ ઉપરાંત જુગારની વિગતો લખેલા હસ્તલિખિત દસ્તાવેજ મળીને કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    દાહોદ નગર પાલિકાના કોર્પોરેટર ઈસ્તીયાક અલી IPL મેચ પર સટ્ટો રમતા ઝડપાયા હોવાનીં ખબર વાયુ વેગે પ્રસરી ગઈ હતી. જે બાદ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ મામલે દાહોદ B ડિવીઝન પોલીસે કોર્પોરેટર ઈસ્તીયાક અલી સોકત અલી સૈયદ સહિતના તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર અંગેના ધારા ધોરણો મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ રાજકોટ ખાતે ચાના કપ પર QR કોડ છાપી સટ્ટો રમાડતા બુકીનો ભંડાફોડ થયો હતો. જેમાં ચાના કપમાં એક QR કોડ મુકીને જુગારીને એક લીંક પર લઇ જવામાં આવતા હતા, ત્યારબાદ જુગાર રમવા માટેનો આઇડી બનાવડાવીને સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. આ હાઇટેક સટ્ટો રમાડવા રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર આવેલા એક કાફેમાં ચાની પ્યાલીમાં ઓનલાઇન જુગારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કપની એક તરફ કાફેનો લોગો તેમજ બીજી તરફ ઓનલાઇન જુગાર માટે QR કોડ મૂકવામાં આવ્યો હતો, જે સ્કેન કરવાથી ઓનલાઇન જુગાર રમવા માટે આગળ પ્રોસેસ કરી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં