Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક ચૂંટણીમાં 200થી વધુ બેઠકો પર લડી હતી આમ આદમી પાર્ટી, બધે...

    કર્ણાટક ચૂંટણીમાં 200થી વધુ બેઠકો પર લડી હતી આમ આદમી પાર્ટી, બધે ડિપોઝીટ ડૂલ થઇ ગઈ: 130 સીટ પર NOTA કરતાં પણ ઓછા મત

    25 બેઠકો એવી હતી જ્યાં AAP અને NOTA વચ્ચે માત્ર 1 હજાર મતોનો જ ફેર હતો. જ્યારે 26 બેઠકો પર AAPને NOTA કરતાં 1 હજાર મત વધુ મળ્યા હતા. 

    - Advertisement -

    તાજેતરમાં જ યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા બની. પાર્ટીને 224માંથી 135 બેઠકો મળી. 66 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી બીજા ક્રમે રહી. જેડીએસને 19 બેઠકો મળી. પરંતુ સૌથી ખરાબ હાલત થઇ તાજેતરમાં જ ‘નેશનલ પાર્ટી’ બનેલી આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોએ તમામ બેઠકો પર હાર ચાખવી પડી છે તો 130 બેઠકો પર તેને NOTA કરતાં ઓછા મત મળ્યા છે. 

    કર્ણાટક ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ કરતાં અમને જાણવા મળ્યું કે, AAP ઉમેદવારોએ ન માત્ર તમામ 209 બેઠકો પર ડિપોઝીટ ગુમાવી છે પરંતુ 130 બેઠકો તો એવી હતી જ્યાં તેમના ઉમેદવારોને NOTA કરતાં પણ ઓછા મતો મળ્યા છે. એનો અર્થ એ થાય કે માત્ર 79 બેઠકો એવી હતી જ્યાં AAPને NOTA કરતાં વધુ મતો મળ્યા હતા. તમામ મતોની વાત કરવામાં આવે તો NOTAને 2,69,763 મતો મળ્યા, જ્યારે AAPને 2,25,866 વોટ મળી શક્યા હતા. 

    25 બેઠકો એવી હતી જ્યાં AAP અને NOTA વચ્ચે માત્ર 1 હજાર મતોનો જ ફેર હતો. જ્યારે 26 બેઠકો પર AAPને NOTA કરતાં 1 હજાર મત વધુ મળ્યા હતા. 

    - Advertisement -

    અહીં નોંધનીય છે કે NOTAનો અર્થ- None of these above (આપેલ પૈકી એક પણ નહીં) થાય છે. ચૂંટણી દરમિયાન બેલેટ પેપર કે EVMમાં ઉમેદવારોની યાદી સાથે NOTAનું બટન પણ આપવામાં આવે છે. જો મતદારે એક પણ ઉમેદવારને મત ન આપવો હોય અને તેમ છતાં મતાધિકારનો ઉપયોગ કરવો હોય તો તે NOTA પસંદ કરી શકે છે. જોકે, NOTAને અન્ય ઉમેદવારોની સરખામણીએ બહુ ઓછા મતો મળે છે. પરંતુ અહીં આમ આદમી પાર્ટીએ તેને પણ ‘પછાડી’ દીધું છે. જ્યારે ડિપોઝીટ જપ્ત થઇ ત્યારે કહેવાય જ્યારે કોઈ પણ ઉમેદવાર કુલ માન્ય મતોના એક છાશમાંશ ભાગ (⅙) કરતાં પણ ઓછા મતો મેળવે તો તેની ડિપોઝીટ જપ્ત કરી દેવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને ‘નેશનલ પાર્ટી’નો દરજ્જો પ્રાપ્ત થયો છે. જે મળ્યા બાદ પાર્ટી પ્રથમ વખત કોઈ વિધાનસભા ચૂંટણી લડી હતી અને કુલ 224માંથી 209 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ તેનું પ્રદર્શન ‘નેશનલ પાર્ટી’ જેવું દેખાઈ રહ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં