Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક વિધાનસભા ચૂંટણી: ટિકિટ ન મળતાં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ...

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ટિકિટ ન મળતાં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ CM જગદીશ શેટ્ટાર મોટા માર્જિનથી હાર્યા, BJP ઉમેદવારની જીત

    પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાર્ટી બદલી દીધી હતી. ભાજપે તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરતાં તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ રહ્યાં છે. જેમ-જેમ મતગણતરી આગળ વધતી જાય તેમ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. જોકે, પાર્ટીના અમુક મોટા નેતાઓએ હાર ચાખવી પડી છે. જેમાંથી એક ભાજપમાંથી ગયેલા જગદીશ શેટ્ટાર પણ છે. 

    પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાર્ટી બદલી દીધી હતી. ભાજપે તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરતાં તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. કોંગ્રેસની ટિકિટ પરથી હુબલી-ધારવાડ મધ્ય બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેમણે હાર ચાખવી પડી છે. ભારે બહુમતીથી અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે. 

    સાભાર- ECI Website

    હુબલી-ધારવાડ મધ્ય વિધાનસભા બેઠક પરથી લડેલા જગદીશ શેટ્ટારને 32,923 મત મળ્યા છે, જ્યારે ભાજપ ઉમેદવાર મહેશ ટેંગીનકઈને 69,874 મતો મળ્યા છે. આમ ભાજપના ઉમેદવારે ભારે બહુમતીથી જીત મેળવી છે. અહીં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા હતા, જેમને ગણીને 333 મત મળ્યા હતા. 

    - Advertisement -

    આ બેઠક લિંગાયત સમુદાયનો પ્રભાવ ધરાવતી બેઠક છે. જગદીશ શેટ્ટારની ગણના લિંગાયત સમુદાયના મોટા નેતાઓમાં કરવામાં આવે છે. કોંગ્રેસમાં સામેલ થયા તે પહેલાં તેઓ ભાજપના પણ વરિષ્ઠ નેતા ગણાતા હતા. તેઓ રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. ભાજપમાં બીએસ યેદીયુરપ્પા બાદ લિંગાયત સમુદાયમાં જગદીશ શેટ્ટારનો પ્રભાવ સૌથી વધુ હતો. બીજી તરફ, ભાજપ ઉમેદવાર પણ લિંગાયત છે. તેમણે જગદીશ શેટ્ટારને હરાવી દીધા છે. 

    જગદીશ શેટ્ટારે ગત એપ્રિલ મહિનામાં જ ભારતીય જનતા પાર્ટી છોડી હતી. ત્યારે તેઓ ધારાસભ્ય હતા. એપ્રિલમાં તેમણે ધારાસભ્ય પદેથી તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું અને પાર્ટીમાં તેમનું અપમાન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે ભાજપે યુવા ચહેરાઓને સ્થાન આપવા માટે જગદીશ શેટ્ટારને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમણે પાર્ટી બદલી દીધી હતી અને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. જોકે, તેનો પણ તેમને કોઈ ફાયદો થયો નથી. 

    કર્ણાટક ચૂંટણીનાં પરિણામો અંગે વાત કરવામાં આવે તો આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોંગ્રેસે 71 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે 65 પર આગળ છે. જેનો કુલ આંકડો 136 પર પહોંચે છે. આમ બહુમતીના આંકડા 113 કરતાં અનેક બેઠકો પર આગળ ચાલવાના કારણે કોંગ્રેસ સરકાર બનાવશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ભાજપે 30 બેઠકો પર જીત મેળવી છે જ્યારે 34 પર આગળ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં