Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતાઓ વિપુલ શાહ અને સુદીપ્તો સેન તામિલનાડુ મલ્ટીપ્લેક્સ સામે...

    ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતાઓ વિપુલ શાહ અને સુદીપ્તો સેન તામિલનાડુ મલ્ટીપ્લેક્સ સામે કોર્ટમાં જશે: કહ્યું- ‘આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન’

    તમિલનાડુમાં થિયેટર અને મલ્ટિપ્લેક્સ દ્વારા વિરોધની ધમકીઓને ટાંકીને 'ધ કેરળ સ્ટોરી'ને ઉતારી લેવામાં આવી હતી.

    - Advertisement -

    ધ કેરાલા સ્ટોરી ફિલ્મ તેની રિલીઝ પહેલાથી પણ છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. ફિલ્મે તેની કથાવસ્તુને લઈને સમગ્ર ભારતમાં રાજકીય તાપમાન પણ વધાર્યું હતું અને ઘણા રાજકારણીઓએ તેને ‘પ્રોપગેંડા’ કહીને ફિલ્મનો વિરોધ કર્યો હતો. તે ભારતભરમાં 5 મેના રોજ રીલિઝ થઈ હતી પરંતુ એક રાજ્ય એવું છે જ્યાં થોડા મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થયા પછી ફિલ્મને પાછી ખેંચી લેવામાં આવી છે. અહી તામિલનાડુની વાત થઈ રહી છે. હવે, ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેને કોર્ટમાં જવાનો અને રાજ્યમાં ફિલ્મ પરના પ્રતિબંધ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

    અગાઉ, તામિલનાડુ થિયેટર અને મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ એમ સુબ્રમણ્યમે આ સમાચારની પુષ્ટિ કરી હતી કે કેટલાક મલ્ટિપ્લેક્સે વિરોધની ધમકીઓને ટાંકીને ફિલ્મ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

    અહેવાલ મુજબ, થિયેટર માલિકો દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓ ચોંકી ગયા હતા. તેમના મતે, તે માત્ર ગેરકાયદેસર જ નથી પરંતુ તે ખૂબ જ મૂળભૂત લોકશાહી અધિકાર – અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન પણ છે.

    - Advertisement -

    ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેને ETimes સાથેની વાતચીતમાં તામિલનાડુમાં ફિલ્મ પરના પ્રતિબંધ સામે કાયદાકીય પગલાં લેવાના સમાચારને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, “હા, અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ. પછી અમે આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરીશું.”

    શું છે કેરાલા સ્ટોરી?

    યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઇદનાની અભિનિત, આ મૂવી કેરળની મહિલાઓના એક જૂથની વાર્તા વર્ણવે છે જેઓ ઇસ્લામ સ્વીકારે છે અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) માં જોડાવા માટે ‘મજબૂર’ થાય છે.

    ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે ISIS દ્વારા હિંદુ અને ખ્રિસ્તી સમુદાયની 32,000 છોકરીઓની ભરતી કરવામાં આવી હતી.

    તેના પહેલા દિવસે, આ ફિલ્મે 8.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે, કેરાલા સ્ટોરી 39.73 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જે રૂ. 11 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી. અહેવાલો મુજબ, મૂવીએ ત્રીજા દિવસે 16.50 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી અને કુલ 35.75 કરોડ રૂપિયાના કલેક્શન સાથે તેનો સપ્તાહાંત સફળ રહ્યો હતો.

    રસપ્રદ વાત એ છે કે, આ કલેક્શન સાથે ધ કેરલા સ્ટોરીને 2023માં હિન્દી ફિલ્મ માટે પાંચમું સૌથી વધુ ઓપનિંગ મળ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં