તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને દેશભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પહેલા દિવસે 8 કરોડ અને બીજા દિવસે 12 કરોડ એમ બે જ દિવસમાં ફિલ્મે 20 કરોડની કમાણી કરી નાંખી છે. સોશિયલ મીડિયા ઉપર પણ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ થઇ રહી છે અને લોકો પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ, ગુજરાતમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
શુક્રવારે ફિલ્મ રિલીઝ થયા બાદ શનિવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ ફિલ્મને આતંકવાદની ભયાનક વાસ્તવિકતાને ઉજાગર કરતી ફિલ્મ ગણાવી અને ઉમેર્યું કે, “ધ કેરાલા સ્ટોરી લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડ્યંત્રને ઉજાગર કરે છે, તેના ઘૃણાસ્પદ ચહેરાને સામે લાવે છે. ક્ષણિક ભાવુકતામાં જે દીકરીઓ લવ જેહાદની જાળમાં ફસાય છે તેમની કેવી રીતે બરબાદી થાય તે આ ફિલ્મ બતાવે છે. આતંકવાદની ડિઝાઇનને પણ આ ફિલ્મ ઉજાગર કરે છે. આ ફિલ્મ આપણને જાગૃત કરે છે…. મધ્ય પ્રદેશમાં અમે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે, પરંતુ આ ફિલ્મ વાલીઓ-બાળકો અને દીકરીઓ સહિત સૌએ જોવી જોઈએ. આ માટે મધ્ય પ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી રહી છે.”
એમપીમાં ‘ધ કેરાલા સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી માંગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને CMOને ટેગ કરીને સત્વરે આ ફિલ્મને કરમુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
અમિત પટેલ નામના યુઝરે લખ્યું કે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરી છે તો હવે ગુજરાતમાં પણ તેવો નિર્ણય લેવામાં આવવો જોઈએ. સાથે તેમણે CMO, સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં ટ્વિટર હેન્ડલ ટેગ કર્યાં હતાં.
સત્ય ઘટના આધારિત#TheKerelaStory ફિલ્મ ને ગુજરાત સરકાર ટેક્સ ફ્રી જાહેર કરે. બીજેપી સાશીત મધ્ય પ્રદેશ સરકારે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરી છે. તો ગુજરાત સરકાર પણ આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરે એવી અપેક્ષા સહ ગુજરાત નો જાગૃત નાગરિક. જય હિન્દ🇮🇳જય ભારત 🇮🇳 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh pic.twitter.com/AokoFRj1hl
— Amit Patel (@mobile_dot) May 6, 2023
અન્ય એક યુઝરે કહ્યું કે, ગુજરાતમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ટેક્સ ફ્રી થવી જોઈએ જેથી વધુમાં વધુ લોકો જોઈ શકે અને જાણી શકે.
@Bhupendrapbjp @sanghaviharsh @BJP4Gujarat @CRPaatil
— GURU MASTERJi (@GuruMasterji) May 6, 2023
ધ કેરેલા સ્ટોરી ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવી જોઈએ
જેથી વધુ લોકો જોઈ શકે અને જાણી શકે#TheKeralaStory #TheKerelaStory pic.twitter.com/K1XQddghfp
ગણેશ પટેલ નામના વ્યક્તિએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવાની વિનંતી કરી અને કહ્યું કે, તેમ કરવાથી દરેક હિંદુ યુવતી એને જોઈને પ્રેમ અને જેહાદ વચ્ચેનો ફેર જાણી શકશે.
@sanghaviharsh @CMOGuj
— Ganesh Patel🇮🇳❤️ (सनातनी) (@ganesh__jaihind) May 6, 2023
શ્રી હર્શભાઈ સંઘવી સાહેબ એક ભારતીય હિન્દુ તરીકે આદર અને માનપૂર્વક વિનંતી કરું છું કે 'the kerela story' ફિલ્મ ને ગુજરાત રાજ્ય માં ટેક્સ ફ્રી કરી દેવામાં આવે.જેથી દરેક હિન્દુ ઘર ની છોકરી આ ફિલ્મ જોઈ શકે અને પ્રેમ અને જેહાદ નો અંતર જાની શકે.
તમારો આભાર🇮🇳🙏
RJ અદિતિ રાવલે પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરતું એક ટ્વિટ કર્યું હતું.
#TheKeralaStory movie Tax Free karvi joie @Bhupendrapbjp !!
— Aditi Raval (@aditiraval) May 7, 2023
અન્ય અનેક લોકોએ ટ્વિટ-પોસ્ટ કરીને ફિલ્મ કરમુક્ત કરવા માટેની માંગ કરી હતી.
#TheKerelaStory મૂવી ને ગુજરાત સરકાર ટેક્સ ફ્રી કરે ,,@Bhupendrapbjp
— નિક્કી ( Nikita ) (@BenYagnik) May 5, 2023
Dear @Bhupendrapbjp sir & @sanghaviharsh sir
— Mashuk Prajapati🇮🇳 (@MashukPrajapat) May 7, 2023
Humble request to you please make tax free #TheKeralaStory movie in Gujarat . 🙏🏻@BJP4Gujarat @CMOGuj
‘ધ કેરાલા સ્ટોરી’ની ચર્ચાઓ વચ્ચે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ જણાવે છે કે સરકાર આ ફિલ્મને કરમુક્તિ આપવા અંગે વિચાર કરી શકે છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હાલ મુદ્દો વિચારણા હેઠળ છે અને યોગ્ય નિર્ણય બાદ સરકાર જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આવેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને પણ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી.