Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલવાનો જેના ખભે માથું મૂકીને રડતા હતા તે મહિલા નીકળી ‘પ્રોફેશનલ આંદોલનજીવી’:...

    પહેલવાનો જેના ખભે માથું મૂકીને રડતા હતા તે મહિલા નીકળી ‘પ્રોફેશનલ આંદોલનજીવી’: કિસાન આંદોલન સહિતનાં પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂકી છે, PT ઉષા સાથે કર્યું હતું ગેરવર્તન

    આ મહિલાને લોકો વિનેશ ફોગાટ કે સાક્ષી મલિકની મા સમજી રહ્યા હતા. જોકે, ન તો તે કોઈ પહેલવાનની મા છે કે ન તો તેનો પહેલવાનો સાથે કોઈ સંબંધ છે. વાસ્તવમાં આ મહિલાનો સંબંધ ફક્ત ને ફક્ત આંદોલન સાથે છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત કહ્યું હતું કે, દેશમાં નવો આંદોલનજીવી વર્ગ પેદા થયો છે, જે દરેક આંદોલન સ્થળે ભાગ લે છે. દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા પહેલવાનોના પ્રદર્શનમાં પણ આવા આંદોલનજીવીઓ પહોંચી ગયા છે. એમાંથી એક આંદોલનજીવી જે હાલ ચર્ચામાં છે, તે છે સુદેશ ગોયાત. કથિત ખેડૂત આંદોલન બાદ હવે સુદેશે પહેલવાનોના ધરણામાં આંદોલનજીવી બનીને પડાવ નાખ્યો છે.

    છેલ્લા કેટલાક સમયથી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં પહેલવાનો સાથે અવારનવાર એક મહિલા જોવા મળે છે. અમુક વિડીયોમાં તો આ મહિલા પહેલવાનોથી પણ વધારે રડતી જોવા મળી હતી. આ મહિલાને લોકો વિનેશ ફોગાટ કે સાક્ષી મલિકની મા સમજી રહ્યા હતા. જોકે, ન તો તે કોઈ પહેલવાનની મા છે કે ન તો તેનો પહેલવાનો સાથે કોઈ સંબંધ છે. વાસ્તવમાં આ મહિલાનો સંબંધ ફક્ત ને ફક્ત આંદોલન સાથે છે અને તે પહેલવાનોના ધરણામાં આંદોલનજીવી તરીકે પહોંચી છે.

    વરિષ્ઠ પત્રકાર સુધીર ચૌધરીએ આજતકના શો ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં આ મહિલાને પ્રોફેશનલ આંદોલનજીવી ગણાવી છે. તેમણે આ શોમાં માહિતી આપી કે સુદેશ ગોયાત નામની આ મહિલા મૂળ હરિયાણાની છે. તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ અને દિગ્ગજ ખેલાડી પીટી ઉષા પહેલવાનોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યાં હતાં ત્યારે આ મહિલા (સુદેશ ગોયાત)એ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. વાયરલ વિડીયોમાં આ મહિલા પીટી ઉષા પર બરાડા પાડતી જોવા મળી હતી.

    - Advertisement -

    સુદેશની આંદોલનજીવી બનવાની શરૂઆત ‘વન રેન્ક વન પેન્શન’ અંગેના પ્રદર્શનથી થઈ હતી. ત્યારથી જ તે સરકાર વિરોધી પ્રદર્શનમાં જોવા મળી રહી છે. યુટ્યુબ પર સુદેશ ગોયાતના ઘણા વિડીયો ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે તે એક સાચી આંદોલનજીવી છે. આ પહેલાં સુદેશ ગોયાત કથિત કિસાન આંદોલનના મંચ પર પણ જોવા મળ્યાં હતાં. આ દરમિયાન તેઓ ક્યારેક ટિકરી બોર્ડર પર તો ક્યારેક હિસારના હાંસીમાં આંદોલનજીવીઓ સાથે બેઠેલા જોવા મળ્યાં હતાં.

    અત્યારે પહેલવાનો રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંઘ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાં સરકાર પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. એટલું જ નહીં, પ્રદર્શન દરમિયાન ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ જેવા નારા પણ સાંભળવા મળ્યા હતા. એટલે આ પ્રદર્શનમાં આંદોલનજીવીઓના હોવા અંગે કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ. અત્યારસુધી આવા આંદોલનજીવીઓના અમુક ચહેરા જ સામે આવ્યા છે પરંતુ, જેમ-જેમ આ ધરણા આગળ વધશે તેમ-તેમ અન્ય આંદોલનજીવીઓ પણ જંતર-મંતરને પોતાનું નવું ઠેકાણું બનાવી લેશે એમાં કોઈ બેમત નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં