IPLમાં 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં સ્કોર ઓછો અને વિવાદ વધુ થયો હતો. આ મેચમાં બેંગલોરની ટીમ 18 રનથી જીતી હતી. પરંતુ, ઇતિહાસમાં આ મેચ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદને કારણે યાદ રાખવામાં આવશે. બંને ક્રિકેટરો વચ્ચેનો ઝઘડો એટલો તીવ્ર હતો કે કોંગ્રેસી સમર્થકો તેને કર્ણાટક ચૂંટણી સુધી ખેંચી ગયા હતા. જોકે, ઘણાં લોકોને એ સમજાતું ન હતું કે અફઘાની ક્રિકેટર નવીન ઉલ હક સાથે શરુ થયેલી તકરાર આખરે ગંભીર અને કોહલીના ઝઘડામાં કેવી રીતે પલટાઈ ગઈ. ન્યુઝ એજન્સી પીટીઆઈએ એક સાક્ષીના હવાલાથી કોહલી-ગંભીરના ઝઘડાનું કારણ જણાવ્યું છે.
લખનૌના એકાના સ્ટેડિયમમાં મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુરના બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટના દરમિયાન ડગઆઉટમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ ન્યુઝ એજન્સી PTIને કોહલી-ગંભીરના ઝઘડાનું કારણ વિગતવાર જણાવ્યું હતું.
‘કોહલી નવીનને સતત ગાળો આપતો રહ્યો’
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ, “તમે ટીવી પર જોયું કે મેચ બાદ મેદાન પર જ મેયર્સ અને કોહલી ચાલતા-ચાલતા કંઈક વાતચીત કરી રહ્યા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે તે શા માટે સતત ગાળો આપી રહ્યો હતો. કોહલીએ જવાબ આપ્યો કે તે મને શા માટે ઘૂરતો હતો? આ પહેલા અમિત મિશ્રાએ પણ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી નવીનને સતત ગાળો આપી રહ્યો છે, જે નંબર-10 પર બેટિંગ કરવા આવ્યો હતો.”
ગૌતમ ગંભીરે કહ્યું- ‘તેં મારી ફેમિલીને ગાળો આપી’
પ્રત્યક્ષદર્શીએ આગળ જણાવ્યું કે, “જ્યારે કોહલીએ કમેન્ટ કરી ત્યારે ગંભીર બચાવમાં ઉતર્યા હતા. તેઓ મામલો આગળ વધે એ પહેલા જ મેયર્સને ખેંચીને સાઈડમાં લઈ ગયા અને કોહલી સાથે વાત ન કરવા જણાવ્યું. એ પછી ગંભીરે કોહલીને પૂછ્યું- શું બોલી રહ્યો છે બોલ? કોહલીએ સામે જવાબ આપ્યો કે- મેં તમને કંઈ નથી કહ્યું, તમે કેમ વચ્ચે ઘૂસી રહ્યા છો? પછી ગંભીરે જવાબ આપ્યો કે- તેં મારા પ્લેયરને ગાળો આપી છે, મતલબ તેં મારી ફેમિલીને ગાળો આપી છે. આના પર કોહલીએ કહ્યું- તો તમે તમારી ફેમિલીને સંભાળીને રાખો. છેલ્લે ગંભીરે કહ્યું- તો હવે તું મને શીખવીશ.”
गौतम गंभीर: क्या बोल रहा है बोल
— Shubham shukla (@ShubhamShuklaMP) May 3, 2023
कोहली: मैंने आपको कुछ बोला ही नहीं, आप क्यों घुस रहे हो
गंभीर: तूने अगर मेरे प्लेयर को बोला है, मतलब तूने मेरी फैमिली को गाली दिया
विराट:तो आप अपने फैमिली को संभाल के रखिए.
गंभीर: तो अब तू मुझे सिखाएगा
प्रत्यक्षदर्शी के मुताबिक इसके बाद दोनों अलग… pic.twitter.com/QuEmMWcAs9
ઈન્ટરનેટ પર ગંભીર અને કોહલીનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ
લખનૌ અને બેંગલુરુ વચ્ચેની મેચનો નાટકીય અંત આવ્યા બાદ ઈન્ટરનેટ પર ગંભીર અને કોહલીની આક્રમકતા ચર્ચાનો મુદ્દો બની છે. ક્રિકેટરો વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીને આઇપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીઝના 100 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. એ મુજબ વિરાટ કોહલીને 1.07 કરોડ રૂપિયા, ગૌતમ ગંભીરને 25 લાખ અને નવીન-ઉલ-હકને મેચની ફીના 50 ટકા એટલે 1.79 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Yesterday's fight from a better angle.pic.twitter.com/78zkotVhZZ
— Jurel fc (@WiratWohli) May 2, 2023
વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે મેચ દરમિયાન આ વિવાદ શરુ થયો હતો. વિરાટ કોહલી ગુસ્સામાં વોર્નિંગ આપતો જોવા મળ્યો હતો. જોકે, એ વખતે મામલો શાંત થઈ ગયો હતો. બાદમાં મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમો જ્યારે હાથ મિલાવતી હતી ત્યારે ફરી ઝઘડો શરુ થયો હતો. મેચ બાદ કાઇલ માયર્સ અને વિરાટ કોહલી કંઈક વાત કરતા જોવા મળ્યા અને ગંભીર ત્યાં આવીને મેયર્સનો હાથ પકડીને લઈ ગયા. બાદમાં વિરાટ અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો.