Sunday, May 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભાજપના સાંસદે કર્યું કન્નડ ગૌરવનું અપમાન': લખનૌના અટલ બિહારી ગ્રાઉન્ડમાં ગંભીર-કોહલીના ઝઘડાને...

    ‘ભાજપના સાંસદે કર્યું કન્નડ ગૌરવનું અપમાન’: લખનૌના અટલ બિહારી ગ્રાઉન્ડમાં ગંભીર-કોહલીના ઝઘડાને કોંગ્રેસી ગેંગે કર્ણાટકની ચૂંટણીના નામે અવળા પાટે ચઢાવ્યો

    હવે ગંભીર-કોહલીના ઝઘડાને કોંગ્રેસી ગેંગે કર્ણાટકની ચૂંટણીના નામે અવળા પાટે ચઢાવ્યો છે. કેટલાક લોકો આ મામલાને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જબરદસ્તી જોડી રહ્યા છે.

    - Advertisement -

    લખનઉ એકાના સ્ટેડિયમમાં સોમવારે (1 મે, 2023) વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. એ પહેલાં વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક માથાકૂટ કરતા જોવા મળ્યા હતા. આ મેચ RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)એ જીતી હતી, જ્યારે LSG (લખનઉ સુપરજાયન્ટ્સ)એ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીત મેળવી હતી. તેવામાં હવે ગંભીર-કોહલીના ઝઘડાને કોંગ્રેસી ગેંગે કર્ણાટકની ચૂંટણીના નામે અવળા પાટે ચઢાવ્યો છે. કેટલાક લોકો આ મામલાને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જબરદસ્તી જોડી રહ્યા છે.

    આ લડાઈ બાદ BCCIએ આ ખેલાડીઓ પર દંડ પણ લાધ્યો છે. વિરાટ કોહલીને તેની મેચ ફીના 100 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેની રકમ 1.07 કરોડ રૂપિયા થાય છે. ગૌતમ ગંભીરને 25 લાખ અને નવીન ઉલ હકને 1.79 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમર્થકો હવે ગંભીર-કોહલીના ઝઘડાને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં આ લડાઈનો ફાયદો ઉઠાવવા માંગે છે. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ પણ છે, તેથી તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

    ગંભીર-કોહલીના ઝઘડાને કર્ણાટકની વિધાનસભા ચૂંટણી સાથે જોડવા કોંગ્રેસ છોડનાર સંજય ઝા, જે આજે પણ પાર્ટીનું સમર્થન કરે છે, તેમણે લખ્યું, “ગૌતમ ગંભીર ભારત માટે રમતા હતા. પરંતુ, ભાજપમાં જોડાયા બાદ તેમણે પોતાનું સ્તર નીચું લાવીને પોતાને ગુંડાગર્દી કરનાર રાજકીય વ્યક્તિ બનાવી દીધી છે. આઈપીએલ મેચ દરમિયાન જે પણ થયું તે નિંદનીય છે. શું ભાજપના નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં જે પરાજય જોઈ રહ્યા છે તેના કારણે આટલા ગુસ્સે છે?”

    - Advertisement -

    આવી જ રીતે અર્ચના પવાર નામના યુઝરે લખ્યું, “ભાજપના સાંસદ ગૌતમ ગંભીરના ઘમંડને જુઓ. તેઓ કન્નડ લોકોના ગૌરવ એવા કેપ્ટન વિરાટ કોહલીને ધમકી આપી રહ્યા છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આવું કરવાની સત્તા આપી છે? આવા ખેલાડીઓની પસંદગી કોઈ પણ ટીમ માટે ન કરવી જોઈએ. 13 મેના રોજ કર્ણાટક ચોક્કસપણે આ લોકોને પાઠ ભણાવશે.” યુઝર આઈપીએલની લડાઇમાં પીએમ મોદીને પણ બિનજરૂરી રીતે તણી લાવ્યા હતા.

    આવી જ રીતે APJ નામના યુઝરે લખ્યું, “ભાજપના નેતા ગૌતમ ગંભીરે 7 કરોડ કન્નડ જનતાનું અપમાન કર્યું છે તેણે કેપ્ટન વિરાટ કોહલીનું અપમાન કર્યું છે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ. આશા છે કે કર્ણાટક ચૂંટણીના દિવસે સચોટ જવાબ આપશે.” આવી જ રીતે નિમ્મો યાદવ નામના હેન્ડલે તો LSGના કોચ ગૌતમ ગંભીરને માનસિક સારવારની જરુર હોવાનું પણ જણાવ્યું હતું. શાંતનુ નામના એક યુઝરે એમ પણ લખ્યું છે કે કન્નડ લોકો ભાજપને પાઠ ભણાવશે.

    આક્રમકતા દેખાડવાની લ્હાયમાં બાળકોની જેમ બાખડ્યા કોહલી અને ગંભીર

    નોંધનીય છે કે મેચ પત્યા બાદ ગઈકાલે બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મેળવી રહ્યાં હતાં ત્યાર બાદ LSGનો કાય્લ મેયર્સ વિરાટ કોહલી સાથે કશીક વાત કરતો જણાતો હતો અને વગર કોઈ કારણે ગૌતમ ગંભીર તેને ત્યાંથી ખેંચીને લઇ ગયો. આ સમયે ગંભીર કોહલીને ઉદ્દેશીને કશુંક કહેતો દેખાયો હતો. બસ વિરાટને તો આટલુંજ જોઈતું હોય છે તેણે પણ વળતો જવાબ આપ્યો અને પછી કોહલી અને ગંભીર વચ્ચે તદ્દન ભદ્દી કક્ષાની બોલાચાલી ફાટી નીકળી હતી.

    ઉલ્લેખનીય છે કે કોહલી-ગંભીર વચ્ચેનો ઝઘડો એક દાયકા જૂનો છે. 2013માં જ્યારે KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ)ના કેપ્ટન ગૌતમ ગંભીર હતા અને વિરાટ કોહલી RCBના કેપ્ટન હતા, ત્યારે કોહલી એક મેચમાં આઉટ થયા બાદ ગંભીરે કંઇક એવું કહ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો. ત્યારે રજત ભાટિયાએ તેમને નોખા પડયા હતા. તે ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે, વિરાટ કોહલીએ જ્યારે પહેલી સદી ફટકારી ત્યારે ગૌતમ ગંભીરે તેને પોતાનો ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપ્યો હતો. આ સ્નેહ પાછળથી ઝઘડામાં ફેરવાઈ ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં