Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેને ત્રીજી પત્નીએ 'શેતાન કરતાં પણ ખરાબ' ગણાવ્યા હતા એ પાકિસ્તાની સાંસદનું...

    જેને ત્રીજી પત્નીએ ‘શેતાન કરતાં પણ ખરાબ’ ગણાવ્યા હતા એ પાકિસ્તાની સાંસદનું શંકાસ્પદ મૃત્યુ: ડ્રગ્સ સાથે નગ્ન વીડિયો પણ વાયરલ થયો હતો

    પાકિસ્તાનના સંસદ સભ્ય અને એક મીમ દ્વારા લોકપ્રિય ચહેરો બનેલા આમિર લિયાકત હુસૈન પોતાના ઘરમાં જ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જતાં તેમનું અવસાન થયું હતું.

    - Advertisement -

    ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના સાંસદ અને જાણીતા ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈનનું ગુરુવારે (9 જૂન 2022) અવસાન થયું છે. તે પોતાના ત્રીજા લગ્ન અને છૂટાછેડાને લઈને ઘણા સમયથી વિવાદોમાં હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, 49 વર્ષીય આમિર લિયાકત હુસૈન કરાચીમાં પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

    Geo News અનુસાર, આમિર લિયાકત ગત રાતથી બેચેની અનુભવી રહ્યો હતો, પરંતુ તેણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. તેના કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી બૂમોના અવાજો આવી રહ્યા હતા. તેણે જવાબ ન આપતાં સ્ટાફે દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.

    કરાચીના ડીઆઈજી મુકદ્દાસ હૈદરે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આમિર લિયાકતના મોતમાં કોઈ કાવતરું હોય તેમ જણાતું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ગયા મહિને આમિર લિયાકતનો નગ્ન વીડિયો લીક થયો હતો. આ વીડિયો આમિરના બેડરૂમનો હતો. ન્યૂડ વીડિયો લીક થયા બાદ આમિરે તેની ત્રીજી પત્ની દાનિયા મલિકની ઝાટકણી કાઢી હતી. કુરાનની એક આયતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે, “પત્ની અને પતિ એકબીજાના કપડા જેવા છે, પરંતુ તમે (દાનિયા) તેને તોડી નાખ્યા છે.” તે સમયે આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ન્યૂડ વીડિયો દાનિયાએ લીક કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આમિર ન્યૂડ હતો અને તેના બેડ પર ડ્રગ્સ પણ રાખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આમિરે 9 ફેબ્રુઆરી 2022ના રોજ 19 વર્ષની દાનિયા સાથે લગ્ન કર્યા હતા. થોડા મહિનામાં જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. આ પછી દાનિયાએ આમિર લિયાકતને ‘શેતાન કરતાં પણ ખરાબ’ કહ્યો. તેણે કહ્યું, “તેનું વર્તન શેતાન કરતાં પણ ખરાબ છે. દારૂના નશામાં આમિર રોજ મને મારતો હતો. સાથે જ તે મને અને મારા પરિવારને સતત ધમકીઓ આપતો હતો. મેં કોર્ટ પાસે આમિરને ઘર, 15 કરોડ રૂપિયા અને ઘરેણાં આપવાનો આદેશ કરવાની માંગ કરી છે.”

    દાનિયાએ આરોપ લગાવ્યો હતો કે, “તે (આમિર) કહે છે કે હું દુનિયા છોડી શકું છું પણ નશો નહીં. ખબર નથી કે તે કેવો નશો છે અને તે ક્યાંથી લાવે છે. તે સફેદ રંગની હોય છે અને તેને કાળી પ્લેટમાં બનાવે છે. બાદમાં તે નાક વડે લેતો હતો. આ સિવાય તે વોડકા પણ પીતો હતો.”

    આમ પ્રથમ દ્રષ્ટિએ ડ્રગ્સના અતિશય ઉપયોગને કારણે આમિરનું મૃત્યુ થવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ બધા એંગલથી તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં