Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશના કાનપુરનો વિચિત્ર કિસ્સો, પ્રેમીના પિતા સાથે ભાગી ગઈ પ્રેમિકા!: બંને...

    ઉત્તર પ્રદેશના કાનપુરનો વિચિત્ર કિસ્સો, પ્રેમીના પિતા સાથે ભાગી ગઈ પ્રેમિકા!: બંને ભાગીને દિલ્હી જઈને સાથે રહેવા લાગ્યા, એક વર્ષ બાદ આ રીતે સામે આવી હકીકત

    યુવતી સાથે કમલેશની વાતચીત વધી જતાં ધીમે-ધીમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ સમગ્ર ઘટનાથી કમલેશનો દીકરો અજાણ હતો. યુવતી માર્ચ 2022માં કમલેશ સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિચિત્ર પ્રેમસંબંધનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતીને તેના પ્રેમીના પિતા સાથે જ પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં, બંને એક દિવસ લાગ મળતાં ભાગી પણ ગયા. યુવતી ઘરેથી ગાયબ થઈ ગયા બાદ ચિંતિત બનેલા પરિવારજનોએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જોકે, પોલીસે આ મામલે તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી. આશરે એક વર્ષ બાદ બંને જણાં દિલ્હીમાં મળી આવ્યા હતા. પોલીસે કહ્યું છે કે, છોકરીના નિવેદનના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

    20 વર્ષીય યુવતીને બોયફ્રેન્ડના પિતા કમલેશ સાથે પ્રેમ થઈ ગયો હતો

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિચિત્ર પ્રેમસંબંધનો મામલો કાનપુરના ચકેરી વિસ્તારનો છે. કમલેશ કુમાર અને તેનો 20 વર્ષીય દીકરો ઓરૈયા શહેરથી કામની શોધમાં કાનપુર આવ્યા હતા. કમલેશનો દીકરો બાંધકામના કામમાં જોડાયો હતો. આ દરમિયાન ત્યાં રહેતી 20 વર્ષીય છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. છોકરી ક્યારેક યુવકને મળવા તેના ઘરે પણ જતી હતી. આ દરમિયાન છોકરીની વાતચીત તેના પિતા કમલેશ સાથે થવા લાગી હતી.

    યુવતીના પરિવારજનોને બિલકુલ શંકા ન ગઈ

    યુવતી સાથે કમલેશની વાતચીત વધી જતાં ધીમે-ધીમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ સમગ્ર ઘટનાથી કમલેશનો દીકરો અજાણ હતો. યુવતી માર્ચ 2022માં કમલેશ સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. કમલેશનો દીકરો તો ઘરે જ હતો, એટલે યુવતીના પરિવારજનોને તેના પર કોઈ શંકા ગઈ ન હતી, જેથી દીકરીના ગુમ થયાની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમણે ચકેરી પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસને આ મામલે લાંબા સમય સુધી કોઈ કડી નહોતી મળી.

    - Advertisement -

    યુવતી સાથે દિલ્હીમાં રહેવા લાગ્યો હતો કમલેશ

    પોલીસના જણાવ્યા મુજબ, સર્વેલન્સથી યુવતી દિલ્હીમાં હોવાની જાણકારી મળી હતી. જે બાદ પોલીસની ટીમ દિલ્હી રવાના થઈ હતી. ત્યાં કમલેશ અને યુવતી સાથે રહેતા હતા અને કમલેશ એક ફેક્ટરીમાં કામ કરતો હતો. પોલીસે કમલેશની અટકાયત કરી હતી અને યુવતી પણ હેમખેમ મળી આવી હતી. બીજી તરફ પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, કમલેશના દીકરાને તેના પિતાની કરતૂત વિશે ખ્યાલ હતો, પણ તે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો એટલે કંઈ બોલી શક્યો ન હતો.

    પોલીસે વધુમાં કહ્યું કે, “બંનેએ પૂછપરછ દરમિયાન પ્રેમસબંધને કારણે ભાગ્યા હોવાનું કબૂલ્યું હતું. યુવતીને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશમાં આ જ પ્રકારનો એક ચોંકાવનારો પ્રેમસંબંધનો મામલો સામે આવ્યો હતો. જોકે, આ પ્રેમસંબંધમાં એક નિર્દોષ યુવકની હત્યા કરવામાં આવી હતી. દિયરના પ્રેમમાં અંધ બનેલી માતાએ પોતાના જ દીકરાની હત્યા કરી નાખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં