Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાણીતા લેખક-કોલમિસ્ટ તારિક ફતેહનું 74 વર્ષની વયે નિધન: ઘણા સમયથી બીમાર હતા,...

    જાણીતા લેખક-કોલમિસ્ટ તારિક ફતેહનું 74 વર્ષની વયે નિધન: ઘણા સમયથી બીમાર હતા, પુત્રીએ જાણકારી આપી

    તારિક ફતેહ પોતાને પાકિસ્તાનમાં જન્મેલા હિંદુસ્તાની ગણાવતા હતા. તેમને પોતાના પરિવારના મૂળ ભારત સાથે જોડાયેલાં હોવાનો ખૂબ ગર્વ હતો.

    - Advertisement -

    પાકિસ્તાન મૂળના કેનેડિયન લેખક અને જાણીતું વ્યક્તિત્વ એવા તારિક ફતેહનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા. સોમવારે (24 એપ્રિલ, 2023) તેમણે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. 

    તારિક ફતેહની પુત્રી નતાશા ફતેહે ટ્વિટર પર આ બાબતની જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં પિતાના નિધનના સમાચાર આપ્યા અને લખ્યું કે તેમને ઓળખતા અને પ્રેમ કરતા તમામ લોકો સાથે તેમની ક્રાંતિ અવિરત આગળ વધતી રહેશે. 

    તારિક ફતેહનો જન્મ 20 નવેમ્બર, 1949ના રોજ પાકિસ્તાનના શહેર કરાંચીમાં થયો હતો. 1960-70ના દાયકા દરમિયાન તેઓ ડાબેરી વિદ્યાર્થી ચળવળના નેતા રહી ચૂક્યા હતા. વર્ષ 1970માં અભ્યાસ દરમિયાન જ કરાંચીના એક અખબાર ‘સન’માં નોકરી મળી ગઈ હતી. ત્યારબાદ તેમણે પાકિસ્તાન ટેલિવિઝનમાં પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. 

    - Advertisement -

    આ દરમિયાન ત્યાંની સરકારનો વિરોધ કરવા પર તેમને બે વખત જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. વર્ષ 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવીને દેશમાં પત્રકાર તરીકે કામ કરવા પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ 1978માં પાકિસ્તાન છોડીને તેઓ સાઉદી અરબ સ્થળાન્તર કરી ગયા હતા. 1987માં તેઓ સાઉદી છોડીને કેનેડા જઈને ટોરન્ટો નજીક એક શહેરમાં વસી ગયા હતા. 

    તારિક ફતેહ પોતાને પાકિસ્તાનમાં જન્મેલા હિંદુસ્તાની ગણાવતા હતા. તેમને પોતાના પરિવારના મૂળ ભારત સાથે જોડાયેલાં હોવાનો ખૂબ ગર્વ હતો. અનેક વખત ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું પણ હતું કે તેઓ એવા રાજપૂત પરિવારમાંથી આવે છે જેઓ 1840માં બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત થઇ ગયા હતા. 

    એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં જન્મ્યા હોવા છતાં તેઓ પોતાને ભારતીય મુસ્લિમ કેમ ગણાવે છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારતની 5 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે અને સિંધુ અને અન્ય નદીઓ વચ્ચે જન્મ લેનારના ભારતીયપણા પર સવાલ ઉઠાવવાથી વધુ શરમજનક કશું જ ન હોય શકે.

    તારિક ફતેહ ઇસ્લામિક કટ્ટરતા વિરુદ્ધ મુખરતાથી પોતાનો પક્ષ મૂકતા રહ્યા હતા. જેના કારણે ઘણી વખત દુનિયાભરમાંથી મુસ્લિમોના ક્રોધનો સામનો પણ કરવો પડતો રહેતો. જોકે, તેમ છતાં તેઓ પુસ્તકો, સોશિયલ મીડિયા, બ્લોગ્સ અને મીડિયાનાં અન્ય માધ્યમો થકી પોતાના વિચારો ખુલીને રજૂ કરતા રહેતા હતા. 

    તેઓ હિંદુત્વ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ આદર ધરાવતા હતા અને અવારનવાર તે પ્રગટ કરતા રહેતા હતા. તેઓ ઝી ન્યૂઝ પર એક શૉ પણ હોસ્ટ કરતા, જેનું નામ હતું- ‘ફતેહ કા ફતવા.’ ઇસ્લામમાં કટ્ટરપંથ પર તેમની ટિપ્પણીઓના કારણે તેમને ઇસ્લામિક મૌલાનાઓની ટીકાનો સામનો પણ કરવો પડતો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં