NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે શુક્રવારે (21 એપ્રિલ 2023) મુંબઈ ખાતે હિંદુ તહેવારો પર વિવાદિત નિવેદન આપ્યું હતું. પાર્ટીની સભા સંબોધતી વખતે જીતેન્દ્ર આવ્હાડે રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ પર્વો માટે કહ્યું કે, મને લાગે છે કે આ તહેવારો માત્ર દેશમાં રમખાણો ફેલાવવા માટે જ છે. તેમણે આ નિવેદન પાર્ટીના સુપ્રીમો શરદ પવારની હાજરીમાં આપ્યું હતું. જીતેન્દ્ર આવ્હાડે રામનવમી પર્વને રમખાણોના તહેવાર કહેતા વિવાદ શરૂ થઈ ગયો છે. હાલ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#BREAKING | NCP leader Jitendra Awhad makes controversial statement once again. #JitendraAwhad #NCP pic.twitter.com/zzhVhLtGud
— Republic (@republic) April 21, 2023
NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે રામનવમી પર્વને રમખાણોના તહેવાર કહીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “ઔરંગાબાદમાં રમખાણ થયા, મારો કહેવાનો તાત્પર્ય રામનવમીથી છે. મારૂતિનો પેલો કયો તહેવાર છે? હા.. હનુમાન જયંતિ, શું આ બંને તહેવાર રમખાણો માટે જ બન્યા છે? આ બંને તહેવારો દરમિયાન શહેરનો માહોલ એટલો ખરાબ થયો જેટલો પહેલા ક્યારેય નથી થયો. મુંબઈ શહેર, અને તેની આસપાસ રહેતા લોકોને જાણ હતી કે તેની પાછળ કોઈ તો યોજના છે જ, નહીં તો સાહેબ (શરદ પવાર)ની હાજરીમાં કશું કહેવાની મારી હિંમત નથી. પરંતુ મારું દ્રઢપણે માનવું છે કે આવતું વર્ષ રમખાણોનું વર્ષ છે.”
#BREAKING | NCP leader Jitendra Awhad makes controversial statement once again. #JitendraAwhad #NCP pic.twitter.com/zzhVhLtGud
— Republic (@republic) April 21, 2023
નોંધનીય છે કે NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે આપેલું આ નિવેદન કોઈ નવી વાત નથી. હિંદુ પરંપરાઓની ટીકા કરવા માટે તેઓ ભૂતકાળમાં પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. તેઓ મુંબઈના થાણે વિસ્તારના મુસ્લિમ બહુમતી વાળા કલવા-મુંબ્રાના ધારાસભ્ય છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન છત્રપતિ સંભાજીનગરને જાણીજોઈને ઔરંગાબાદ કહ્યું, તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મરાઠી ફિલ્મ હર-હર મહાદેવની સ્ક્રીનીંગ સમયે તેમના પર એક દર્શક સાથે ઝપાઝપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમણે સ્ક્રીનીંગ શો રોકવાની પણ કોશિશ કરી હતી. જે બાદ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. આ સિવાય ગયા વર્ષે જ એક મહિલાએ પણ તેમના પર આરોપ લગાવ્યા હતા કે, મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરમિયાન આવ્હાડે તેમના ખભા પર હાથ મુકીને ખભો દબાવ્યો હતો. જે બાદ જીતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલાવી દીધું હતું. તેવામાં હવે NCPના આ નેતા હિંદુ મહાપર્વો પર વિવાદિત ટિપ્પણીઓ કરીને ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ગત રામનવમીના દિવસે દેશનાં અનેક વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રાઓ ઉપર પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ બની હતી. ગુજરાતમાં પણ વડોદરાના ફતેપુરાના મુસ્લિમ બહુમતી મહોલ્લામાંથી પસાર થતી રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સાંજે એક અન્ય શોભાયાત્રા પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ અનેક તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવી હતી.