Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડમી ઉમેદવારકાંડમાં AAP નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે પાઠવ્યું સમન્સ: પૈસા લઈને...

    ડમી ઉમેદવારકાંડમાં AAP નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે પાઠવ્યું સમન્સ: પૈસા લઈને આરોપીઓના નામ છુપાવવાનો મામલો, પોલીસને હાથ લાગ્યા પુરાવા

    યુવરાજસિંહ જાડેજાને બુધવારના રોજ ભાવનગર SOG ખાતે હાજર રહીને પોલીસ સામે નોંધાવવું પડશે નિવેદન. બપોરે 12 વાગ્યે હાજર રહેવાનું સમન્સ.

    - Advertisement -

    ગુજરાતના ડમી ઉમેદવાર કાંડ મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસનું સમન્સ આપવામાં આવ્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે તેમજ આવતીકાલે, બુધવારે, બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

    અહેવાલો મુજબ આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે. નોંધનીય છે કે બિપિન ત્રિવેદીના નિવેદન બાદ ડમી ઉમેદવાર કાંડ મુદ્દે હવે તપાસના ઘેરામાં યુવરાજસિંહ આવ્યા છે.

    થોડા દિવસ પહેલા યુવરાજસિંહના જ અંગત ગણાતા બિપિન ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેણે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે ડમીકાંડ ઘણા ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. 

    - Advertisement -

    એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજસિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી.”

    તેણે આગળ કહ્યું, “આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.”

    પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

    હવે જોવાનું એ રહેશે કે આવતી કાલે ભાવનગર SOG સામે આપ નેતા શું જવાબ લખાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં