પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા પર બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે “યુપીમાં અતીક જીની નહીં, કાયદાના અંતિમ સંસ્કાર થયા છે.” તેજસ્વીએ કહ્યું કે અતીકની હત્યા સ્ક્રિપ્ટેડ છે. આ બધું સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવ્યું છે.
અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા પર બોલતા તેજસ્વી યાદવે કહ્યું, “મને ગુનેગાર અને અપરાધ સાથે કોઈ સહાનુભૂતિ નથી, પરંતુ દેશમાં કાયદો છે. જો ગુનાને નાબૂદ કરવાની જરૂર છે, તો તેના માટે કોર્ટ અને કાયદો છે. આપણા દેશના વડાપ્રધાનના હત્યારાઓ પર પણ કેસ ચાલ્યો અને સજા મળી છે.”
આ દરમિયાન તેજસ્વીએ અતીક અહેમદને ‘અતીઝ જી’ કહીને સંબોધતા કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં ‘અતીક જી’ના નહીં પરંતુ કાયદાના અંતિમ સંસ્કાર થયા છે.”
#WATCH | Bihar Deputy CM Tejashwi Yadav says, "I have no sympathies for crime or criminals. There are laws & Constitution to eliminate crime. Even the assassins of a PM were made to undergo trial & they were punished. What happened in UP was not the funeral procession of… pic.twitter.com/7Q5PMRDZIU
— ANI (@ANI) April 17, 2023
બિહારના ડેપ્યુટી સીએમએ કહ્યું, “ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુ થયા છે. આ બધું સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવ્યું છે. આ જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં કેવું શાસન ચાલી રહ્યું છે. જો વિપક્ષના રાજ્યમાં, આવી હત્યા થઈ હોત તો? થયું, કોઈ ચૂપ ન રહે. અતીક અહેમદની હત્યા સ્ક્રિપ્ટેડ છે. ગુનાખોરી અને ગુનેગારોને ખતમ કરવાનો એક માર્ગ છે.”
‘પોલીસ કસ્ટડીમાં હત્યાના કારણે સવાલો ઉભા થાય છે’- મહેબૂબા મુફ્તી
તેજસ્વીની સાથે જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ પણ અતીક અને અશરફની હત્યા પર નિશાન સાધ્યું છે. મહેબૂબાએ કહ્યું કે “હું જાણું છું કે અતીક અહેમદ કોઈ દેવદૂત ન હતો, પરંતુ જે રીતે તેને અને તેના ભાઈને પોલીસ કસ્ટડીમાં ગોળી મારવામાં આવી, તેનાથી અનેક સવાલો ઉભા થાય છે. ઉત્તર પ્રદેશમાં જંગલરાજ છે. મને લાગે છે કે પુલવામા આતંકી હુમલો અને સત્યપાલ મલિકના ભ્રષ્ટાચાર અંગેના ઘટસ્ફોટની હત્યા લોકોનું ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.”