Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેજરીવાલના દાંતને શું થયું?’: CBI દ્વારા 9 કલાકની પૂછપરછ બાદ બહાર આવેલા...

    ‘કેજરીવાલના દાંતને શું થયું?’: CBI દ્વારા 9 કલાકની પૂછપરછ બાદ બહાર આવેલા અરવિંદ કેજરીવાલની તસ્વીર સામે આવતાં નેટિઝન્સમાં ચર્ચા, ટ્વિટ કરીને પૂછી રહ્યા છે લોકો 

    કેજરીવાલનો દાંત ખરેખર ગાયબ થયો છે કે તેમના દાંત પર કોઈક કાળા રંગનું નિશાન લાગ્યું છે તે બાબતની સ્વતંત્ર પુષ્ટિ ઑપઇન્ડિયા કરી શક્યું નથી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBI દ્વારા એક્સાઇઝ પોલિસી કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા બાદ આજે તેઓ હાજર થયા હતા. લગભગ નવ કલાક પૂછપરછ ચાલ્યા બાદ તેઓ CBIની ઓફિસેથી પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી અને પોતાની ઉપરના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. પરંતુ આ દરમિયાન આરોપો ઓછા અને કેજરીવાલનો દાંત વધુ ચર્ચામાં આવી ગયો હતો.

    ન્યૂઝ એજન્સી ANIએ મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલની એક તસ્વીર શૅર કરી હતી, જેમાં જાણે તેમનો એક દાંત ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. ટ્વિટર પર નેટિઝન્સમાં આ બાબતને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી. 

    ટ્વિટર યુઝર લાલાએ કેજરીવાલની તસ્વીરને ઝૂમ ઈન કરીને પોસ્ટ કરી હતી અને સાથે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યાં હતાં. તેમણે પોસ્ટ કરેલી તસ્વીરમાં કેજરીવાલનો એક દાંત ન હોય તેવું જોવા મળી રહ્યું છે. 

    - Advertisement -

    જાણીતા ટ્વિટર યુઝર ‘ધ સ્કિન ડોક્ટરે’ અરવિંદ કેજરીવાલની બે તસ્વીરો પોસ્ટ કરીને લખ્યું કે તેમાંથી એક બે દિવસ પહેલાંની છે અને બીજી તાજેતરની છે. પહેલા ફોટામાં દાંત જોવા મળે છે પરંતુ બીજીમાં તે જોવા મળી રહ્યો નથી. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યા કે સીબીઆઈએ આખરે કેજરીવાલ સાથે શું કર્યું હતું? 

    એક યુઝરે તો એવું પણ પૂછી નાંખ્યું કે શું કેજરીવાલને તમાચો મારીને તેમનો દાંત તોડી નાંખવામાં આવ્યો છે?

    ‘છોટા ડોન’ નામના યુઝરે કેજરીવાલને સંબોધીને લખ્યું કે, તેમનો એક દાંત દેખાઈ રહ્યો નથી. સાથે એમ પણ પૂછ્યું કે શું તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવો જોઈએ?

    એક વ્યક્તિએ સવાલ કર્યો કે આખરે ‘ઇડી’એ કેજરીવાલના દાંત સાથે શું કર્યું છે? સાથે તેમણે રડતાં ઈમોજી પણ શૅર કર્યાં હતાં. જોકે, અહીં જાણવું જરૂરી છે કે કેજરીવાલની પૂછપરછ ઇડી નહીં, સીબીઆઈ કરી રહી છે. 

    આ સિવાય પણ ઘણા લોકોએ કેજરીવાલના દાંત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. 

    અહીં નોંધનીય છે કે કેજરીવાલનો દાંત ખરેખર ગાયબ થયો છે કે તેમના દાંત પર કોઈક કાળા રંગનું નિશાન લાગ્યું છે તે બાબતની સ્વતંત્ર પુષ્ટિ ઑપઇન્ડિયા કરી શક્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં