Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હત્યાની થોડી સેકન્ડો પહેલાં અતીક અહમદ કોને ઈશારો કરી રહ્યો હતો?’: વિડીયો...

    ‘હત્યાની થોડી સેકન્ડો પહેલાં અતીક અહમદ કોને ઈશારો કરી રહ્યો હતો?’: વિડીયો વાયરલ થયા બાદ નેટિઝન્સમાં ચર્ચા

    યુઝરોનો દાવો છે કે વિડીયોમાં કારમાંથી ઉતરતી વખતે અતીક પોતાની ડાબી તરફ દૂર જોઈને માથું હલાવીને કંઈક ઈશારો કરતો જોવા મળે છે. ઘણા લોકોએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના માફિયા-ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે (15 એપ્રિલ, 2023) પ્રયાગરાજમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. બંનેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે ત્રણ શૂટરોએ આવીને ગોળી ધરબી દીધી હતી. અગત્યની વાત એ છે કે આ હત્યા મીડિયાના કેમેરાની સામે થઇ હતી, જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. 

    ન્યૂઝ એજન્સી ANIના કેમેરામાં પણ એક વિડીયો કેદ થયો હતો. જેમાં અતીક-અશરફને પોલીસની કારમાંથી લઇ જવાથી લઈને હત્યા અને ત્યારબાદની અફરાતરફી સુધીની તમામ ઘટનાઓ જોવા મળે છે. આ વિડીયોમાં એક જગ્યાએ અતીક અહમદની પ્રવૃત્તિઓએ નેટિઝન્સમાં ચર્ચા જન્માવી છે. 

    યુઝરોનો દાવો છે કે વિડીયોમાં કારમાંથી ઉતરતી વખતે અતીક પોતાની ડાબી તરફ દૂર જોઈને માથું હલાવીને કંઈક ઈશારો કરતો જોવા મળે છે. ઘણા લોકોએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. 

    - Advertisement -

    ‘ધ હૉક આઈ’ ટ્વિટર હેન્ડલ પરથી હત્યા પહેલાંનો આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, અતીક અહમદ જેવો વાહનમાંથી બહાર આવે છે તેવો અટકી જાય છે અને પોતાની ડાબી બાજુ જોઈને કોઈને આગળ આવવા માટે ઈશારો કરે છે.

    અન્ય કેટલાક યુઝરોએ પણ આ જ પ્રકારના સવાલ ઉઠાવ્યા. 

    પ્રસૂન ચૌહાણ નામના વ્યક્તિએ આ સમયની ટાઇમફ્રેમનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે દરમિયાન કશુંક શંકાસ્પદ બન્યું હોય તેમ લાગે છે. 

    વીડિયોમાં આગળ વાહનમાંથી ઉતરીને અતીક અને અશરફ ધીમે-ધીમે આગળ ચાલતા જોવા મળે છે. તેમની સાથે પોલીસકર્મીઓ ચાલતા તેમજ મીડિયાના પત્રકારો બંને ભાઈઓની બાઈટ મેળવવા માટે તેમની સામે માઈક ધરતા જોવા મળે છે. દરમ્યાન, બંને પત્રકારો સાથે થોડીઘણી વાતચીત પણ કરે છે. 

    અતીક અહમદને પત્રકારોએ તેના પુત્ર અસદની અંતિમવિધિ વિશે પૂછ્યું હતું, જેને લઈને તેણે કહ્યું કે, ‘નહીં લે ગયે તો નહીં ગયે..’ ત્યારબાદ તેનો ભાઈ અશરફ બોલતો સંભળાય છે કે, ‘મેઈન બાત યહ હૈ કી, ગુડ્ડુ મુસ્લિમ….’ આટલું બોલતાં જ અતીક અહમદને અચાનક ગોળી વાગે છે અને ત્યારબાદ ક્ષણભરમાં બીજી ગોળી અશરફને વાગે છે અને બંને લોહીલુહાણ હાલતમાં ઢળી પડે છે. 

    આ બધું માત્ર સેકંડોમાં બની ગયું હતું અને ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. અતીક-અશરફને મારવા આવેલા ત્રણ હત્યારાઓએ ગોળી ચલાવ્યા સરેન્ડર કરી દીધું હતું અને ત્યારબાદ પોલીસે તેમને પકડી લીધા હતા. હાલ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં