Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મોત તો આવવાનું હશે ત્યારે આવશે’: જાવેદ મિયાંદાદે એશિયા કપ માટે ભારતને...

    ‘મોત તો આવવાનું હશે ત્યારે આવશે’: જાવેદ મિયાંદાદે એશિયા કપ માટે ભારતને વિચિત્ર આમંત્રણ આપ્યું, લોકોએ કહ્યું- આ આમંત્રણ છે કે ચેતવણી?

    જાવેદ મિયાંદાદના આ વિચિત્ર આમંત્રણથી નેટિઝન્સ પણ ચોંક્યા હતા અને કોઈકે રમૂજી ટિપ્પણી કરીને તો કોઈએ મીમ્સ શૅર કરીને પ્રતિક્રિયા આપી હતી.

    - Advertisement -

    આ વર્ષે યોજાનાર એશિયા કપની યજમાની અને સ્થળને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં એશિયા કપ રમવા જવાનો ઇનકાર કરી દીધો છે તો બીજી તરફ પાકિસ્તાને પણ ODI વર્લ્ડ કપ 2023ની મેચ ભારતમાં ન રમવાની ધમકી આપી છે. આ ચર્ચાઓ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે વિચિત્ર નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે, મોત આવવાનું હશે ત્યારે આવશે પણ ભારતે સુરક્ષાની ચિંતા છોડીને પાકિસ્તાન રમવા આવવું જોઈએ.

    જાવેદ મિયાંદાદે એક ચર્ચા દરમિયાન કહ્યું કે, મોત આવવાનું હશે તો આવશે જ, ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે આવવું જ જોઈએ અને સુરક્ષા કારણોની ચિંતા કરવી જોઈએ નહીં. 

    મિયાંદાદે એક પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. તેમને ભારત વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું કે, “(ભારતે) બિલકુલ આવવું જોઈએ. આપણે પાડોશીઓ છીએ અમે તો કહીએ છીએ કે અમને બોલાવી લો, અમે આવીએ.” ત્યારબાદ પોડકાસ્ટ હોસ્ટે ભારતની સુરક્ષાની ચિંતાની વાત કરી હતી. જેને લઈને મિયાંદાદે કહ્યું કે, “કોઈ વાંધો નથી, સુરક્ષાની ચિંતા નથી. કારણ કે અમે માનીએ છીએ કે- મોત આવવાનું હોય તો એ આવવાનું જ છે.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું, “મારું માનવું એ છે કે જીવન-મૃત્યુ અલ્લાહના હાથમાં છે.” તેમણે કહ્યું કે, જો પાકિસ્તાનને બોલાવે તો તેમની ટીમ ભારત જવા માટે તૈયાર છે અને તેઓ ગયા પણ છે જેથી હવે ભારતે પાકિસ્તાન આવવું જોઈએ જેથી બંને દેશો વચ્ચેના સબંધો પણ સુધરશે.

    જાવેદ મિયાંદાદના આ વિચિત્ર આમંત્રણથી નેટિઝન્સ પણ ચોંક્યા હતા અને કોઈકે રમૂજી ટિપ્પણી કરીને તો કોઈએ મીમ્સ શૅર કરીને પ્રતિક્રિયા આપી હતી. લોકોએ કહ્યું કે, આ કયા પ્રકારનું આમંત્રણ છે અને મિયાંદાદ ખરેખર શું કહેવા માંગે છે. 

    એક વ્યક્તિએ લખ્યું કે, આ આમંત્રણ છે કે પછી ચેતવણી? 

    એક યુઝરે લખ્યું કે, આવી રીતે બોલાવે તો કોણ આવશે? 

    હબીબી નામના એક યુઝરે કહ્યું કે, મિયાંદાદે આ જ વાત પોતાના વેવાઈને કહેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જાવેદ મિયાંદાદની પુત્રી ભારતના વૉન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમના પુત્ર સાથે પરણી છે. 

    એક યુઝરે શ્વાનની તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં તે બંને આંખો પહોળી કરીને જોતો જોવા મળે છે અને દર્શાવ્યું હતું કે આ સાંભળીને કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી શકે. 

    એક વ્યક્તિએ કટાક્ષભર્યા સ્વરે મિયાંદાદના આ ‘તર્ક’ના વખાણ કર્યાં હતાં. 

    એક વ્યક્તિએ મીમ શૅર કરીને પાકિસ્તાનની સુરક્ષા પર કટાક્ષ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનની સુરક્ષાની હાલત પણ ખસ્તાહાલ થઇ ગઈ છે અને અવારનવાર બૉમ્બ બ્લાસ્ટ વગેરેના સમાચારો આવતા રહે છે. 

    રામાધીર સિંહ નામના એક યુઝરે લખ્યું કે, જાવેદ ક્રિકેટ મેચ માટે આમંત્રણ આપે છે કે સ્વર્ગમાં જવા માટે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં