રાજકોટમાં 24 કલાકના સમય ગાળામાં જ વધુ એક સગીરા હવસનો ભોગ બની છે, રફીક આરબે પોતાના જ હિંદુ મિત્રની સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાને ગણતરીના કલાકો થયા છે તેવામાં હવે રાજકોટમાં જ ટ્યુશન મૂકી જવાના બહાને આરીશ કુરેશીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટનાએ સહુકોઈને ચોંકાવી દીધા છે. પોલીસે આરોપી વિરુદ્ધ POCSO અને એટ્રોસીટી હેઠળ ગુનો નીંધી તપાસ હાથ ધરી છે.
મળતા અહેવાલો અનુસાર રાજકોટમાં સગીરા સાથે શારીરિક અડપલા કરવાની આ ઘટના ગોંડલ રોડની છે. ગોંડલ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે રહેતી સગીરા ચાલીને ટ્યુશન ક્લાસમાં જઈ રહી હતી. આ દરમિયાન તેના જ ઘર નજીક રહેતો આરીશ અલ્તાફ કુરેશીએ તેને ક્યાં જતી હોવાનું પૂછ્યું હતું. સગીરાએ આરીફને પોતાના ઘર પાસે અનેક વાર જોયો હતો, અને તેને જોયે ઓળખતી હોવાથી પોતે ટ્યુશન જતી હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન આરીશ કુરેશીએ સગીરાને વિશ્વાસમાં લઈ પોતાના બાઈક પર ટ્યુશન મૂકી જવાનું કહ્યું હતું. સગીરા તૈયાર થઈ જતા આરોપીએ તેને બાઈક પર બેસાડીને થોડે દુર સુધી લઈ ગયો હતો. જે પછી તેણે બાઈક બીજા રસ્તે વાળી લીધી હતી, સગીરાએ તેને સીધા રસ્તા પર જવાનું કહેતા આરીશે આ રસ્તો શોર્ટકટ હોવાનું જણાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ બાઈક ઉભી રાખી હતી. સગીરા હજુ કશું સમજે તે પહેલા જ આરીશે તેને બાથમાં જકડી લીધી હતી. અને મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હતાં.
ત્યાર બાદ આરીશે સગીરાને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિષે કોઈને જણાવશે તો તે સગીરાને જાનથી મારી નાંખશે. ત્યાર બાદ આરીશ સગીરાને અવાવરું જગ્યા પર એકલી મુકીને નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ સગીરા પોતાના ઘરે પહોંચી હતી, ઘટનાથી ડઘાઈ ગયેલી પીડિતા રડવા લાગી હતી, અને ગુમસુમ બેસી રહેતા પરિવારે પુછપરછ કરતા તે ભાંગી પડી હતી, અને આરીશે કરેલા કારસ્તાનની પરિવારને જાણ કરી હતી. જે બાદ સગીરાના પિતા પીડિતાને લઈ માલવીયા નગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવતા કલમ 354(એ),504,506(2) અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. હાલ આ મામલે ACP ભાર્ગવ પંડ્યા સહિતના સ્ટાફે આરોપી આરીશ અલ્તાફ કુરેશીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
24 કલાકમાં આ પ્રકારની બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે હજુ થોડા કલાકો પહેલા જ રફીક આરબ નામના મુસ્લિમ આરોપીએ પોતાના જ હિંદુ મિત્રની સગીર વયની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝનકાંતે સમગ્ર બનાવ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આરોપી પીડિત સગીરાના પિતાનો મિત્ર છે એક બીજાના ઘરે આવવાના સંબંધ છે. સોમવારના રોજ આરોપીની પત્ની તેમજ દીકરી પોતાના વતનમાં ગયા હતા. જેના કારણે આરોપી રફીક આરબ એકલો હતો.
બનાવના આગલા દિવસે પોતાનું એકટીવાની ચાવી તેમજ મોબાઇલ ફોન ભોગ બનનારના ઘરે ભૂલી ગયો હતો. ત્યારે આરોપીએ ભોગ બનનાર સાથે ફોનમાં વાત કરીને એકટીવાની ચાવી તેમજ મોબાઇલ ઘરે આપી જવા જણાવ્યું હતું. રફીક આરબ નામના આરોપીએ સગીરાના ઘરે ફોન કર્યો જે સગીરાએ ઉપાડયો. સગીરાએ ફોન ઉપાડતાં આરોપીએ પોતાનો સમાન આપી જવા કહ્યું હતું. ત્યારબાદ સગીરા આરોપી રફીક આરબના ઘરે ચાવી આપવા ગઈ હતી. આરોપીના ઘરે કોઈ ન હોવાથી તેની દાનત બગડી અને દરવાજો બંધ કરી સગીરાના મોઢે ડુમો દઈને મિત્રની સગીર દીકરીનો બળાત્કાર કર્યો હતો.
સગીરા ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો ઉપડતાં તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સગીરાએ તેના માતા પિતાને તેની સાથે જે બન્યું તે જણાવ્યું હતું. સગીરાના માતા પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે POCSO અને બળાત્કારની અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.