Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારાણસીની હોટેલમાંથી તેજ પ્રતાપ યાદવને અડધી રાત્રે હાંકી કઢાયા: જાણ બહાર...

    વારાણસીની હોટેલમાંથી તેજ પ્રતાપ યાદવને અડધી રાત્રે હાંકી કઢાયા: જાણ બહાર સામાન ફેરવવાને લઈને મંત્રીએ નોંધાવી ફરિયાદ, પોલીસ તપાસમાં લાગી

    હોટેલ મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે તેજ પ્રતાપના નામ પર માત્ર 7 એપ્રિલ માટે રૂમ બુક હતો. બીજા દિવસે અન્ય ગેસ્ટ માટે એ રૂમ ઓનલાઈન બુક થઈ ગયો હતો. ગેસ્ટને રૂમ આપવાના ઉદ્દેશથી તેજ પ્રતાપનો સામાન સુરક્ષિત બહાર રાખવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર કેબિનેટ મિનિસ્ટર તેજ પ્રતાપ યાદવને વારાણસીની હોટેલમાંથી અડધી રાત્રે સામાન સહિત બહાર કરવામાં આવ્યા હતા. વારાણસીના સિગરા વિસ્તારમાં આવેલી એક હોટેલ સામે તેજ પ્રતાપે ગેરવર્તણૂકનો આરોપ મૂક્યો છે. આ મામલે તેજ પ્રતાપના અસિસ્ટન્ટ દ્વારા સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    ફરીને આવ્યા તો સામાન બહાર જોવા મળ્યો

    તેજ પ્રતાપ યાદવને વારાણસીની એક હોટેલમાં કડવો અનુભવ થયો હતો. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, સિગરા સ્થિત હોટેલ આર્કેડિયામાં સ્ટાફે કોઈ જાણ કર્યા વગર તેજ પ્રતાપ યાદવની સુરક્ષામાં લાગેલા જવાનોનો સામાન બહાર કાઢીને રિસેપ્શન પર મૂકી દીધો હતો. એ પછી તેઓ તેજ પ્રતાપ યાદવના રૂમમાં ગયા અને તેમનો સામાન પણ કાઢવામાં આવ્યો.

    તેજ પ્રતાપ યાદવની ગેરહાજરીમાં આ બધું બનતા તેઓ નારાજ થયા હતા. તેજ પ્રતાપ યાદવ વારાણસી ફરવા માટે આવ્યા હતા. રાત્રે તેઓ અસ્સી ઘાટ ગયા હતા, પણ પરત આવતાં જ તેમણે પોતાનો સામાન બહાર જોયો.

    - Advertisement -

    ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી

    આ ઘટના બાદ બિહાર સરકારના મંત્રી હોટેલ સ્ટાફ પર ભડકી ઉઠ્યા હતા. તેમણે સંમતિ વિના લગેજને બહાર કાઢવાનો અને ચેકિંગ કરવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મળતાં પોલીસ પણ મામલાની તપાસમાં લાગી ગઈ હતી. પોલીસે હોટેલ મેનેજર સાથે વાત કરતાં તેજ પ્રતાપ માટે રૂમ ખોલવાની વાત કરી, પણ ત્યાં સુધીમાં તો વાત વણસી ચૂકી હતી. તેજ પ્રતાપે હોટેલ બહાર પોતાની ગાડીમાં બેઠા-બેઠા પોતાના સહયોગીઓ મારફતે લેખિત ફરિયાદ પોલીસને આપી હતી.

    પોલીસના આવ્યા બાદ હોટેલ મેનેજમેન્ટ તેજ પ્રતાપ યાદવને મનાવવામાં લાગી ગયું, પણ તેજ પ્રતાપ પોલીસને ફરિયાદ સોંપીને ત્યાંથી નીકળી ગયા. સિગરા પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદમાં તેજ પ્રતાપ યાદવના સહાયકે લખ્યું હતું કે “કોઈપણ સૂચના વગર તેજ પ્રતાપનો રૂમ ખોલવો, તેમનો સામાન ચેક કરવો અને તેને ફેંકવો એ તેજ પ્રતાપ યાદવની સુરક્ષા માટે જોખમી છે.”

    સિગરા પોલીસ સ્ટેશનના વડા રાજૂ સિંહે કહ્યું કે “તેજ પ્રતાપ યાદવના અસિસ્ટન્ટ તરફથી લેખિત ફરિયાદ મળી છે. પોલીસ આ મામલે હોટેલ મેનેજર સાથે પૂછપરછ કરી રહી છે.”

    માત્ર એક જ દિવસનું બુકિંગ હતું

    બીજી તરફ હોટેલ મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે તેજ પ્રતાપના નામ પર માત્ર 7 એપ્રિલ માટે રૂમ બુક હતો. બીજા દિવસે અન્ય ગેસ્ટ માટે એ રૂમ ઓનલાઈન બુક થઈ ગયો હતો. ગેસ્ટને રૂમ આપવાના ઉદ્દેશથી તેજ પ્રતાપનો સામાન સુરક્ષિત બહાર રાખવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં