હનુમાન જયંતીની શોભાયાત્રા પહેલાં જ હૈદરાબાદમાં ધારાસભ્ય ટી રાજાસિંહની ધરપકડ કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો છે. તેઓ તેમના કાર્યક્ષેત્ર ગોશામહેલ ખાતે પૂર્વયોજિત રશોભાયાત્રામાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની ધરપકડ થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. આ માહિતી તેમણે પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપી હતી.
હનુમાન જયંતીની શોભાયાત્રા પહેલાં જ હૈદરાબાદમાં ધારાસભ્ય ટી રાજાસિંહની ધરપકડ કરવા બાબતે કરવામાં આવેલા ટ્વીટમાં 2 વિડીયો શેર કરવામાં આવ્યાં છે અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “હું પ્રસાશન અને પોલીસને પૂછવા માંગું છું કે એક હિંદુ તરીકે પોતાના મતવિસ્તારમાં ભગવાન હનુમાનની શોભાયાત્રામાં ભાગ ન લઈ શકું?” તેમણે નારાજગીના સૂરમાં લખ્યું હતું કે આ કાર્યવાહી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કાવતરું છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલ સમારોહમાં જતા નહીં રોકી શકે.
તેમણે શેર કરેલા 2 વિડીયોમાં જે પ્રથમ વિડીયો છે તેમાં જોઈ શકાય છે કે તેઓ એક પોલીસ અધિકારી સાથે વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, “શું યોજના છે?” તેના જવાબમાં પોલીસ અધિકારી તેમને કહે છે કે આપે અહીં જ રહેવાનું છે. જેના પર રાજાસિંહને કહેતા સાંભળી શકાય છે કે, અમે જઈશું જ, આ મારો અધિકાર છે, અને આજના દિવસે જ મારો જન્મ થયો હતો. મારું નામ હનુમાન સિંહ છે. તારીખ આગળ પાછળ થતી રહે છે. અમે અમારા મંદિરમાં જઈશું અને પૂજામાં પણ જઈશું અને શોભા યાત્રામાં પણ જઈશું, જેના પર પોલીસ અધિકારી તેમને શોભાયાત્રામાં નહીં જઈ શકો તેમ કહેતા નજરે પડે છે.
Arrested by Telangana Police on the instruction of BRS Govt just before joining #HanumanJanmotsav rally in my #Goshamahal Constituency.
— Raja Singh (@TigerRajaSingh) April 6, 2023
Now Hindus can’t even take part in the rally also in Telangana? pic.twitter.com/Tdw5HhjrcW
જેના પર રાજાસિંહ કહેતા સાંભળવા મળે છે કે, અમારો તહેવાર છે, અમે જઈશું, આપને જે એક્શન લેવું હોય તે લઇ શકો છો. ત્યારબાદ બીજા વિડીયોમાં પોલીસ ધારાસભ્ય ટી રાજાસિંહને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ જતી જોવા મળે છે.
રામનવમી શોભાયાત્રા દરમિયાન આપેલા ભાષણને ‘ભડકાઉ’ ગણાવી રાજાસિંહ સામે FIR
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રામનવમી શોભાયાત્રા દરમિયાન તેમણે આપેલા ભાષણને ‘ભડકાઉ’ ગણાવીને ટી રાજા સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. અફઝલગંજ પોલીસે SI જે વીરા બાબૂની ફરિયાદના આધારે આઈપીસી કલમ 153-એ (ધર્મ, જાતિ, જન્મ સ્થાન, નિવાસ સ્થાન, ભાષા વગેરેના આધારે વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી) અને 506 (ફોજદારી ધમકીની સજા) હેઠળ આ કેસ નોંધ્યો છે.
પોતાના પર થયેલી એફઆઈઆર મામલે રાજા સિંહે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મને દેશ-વિદેશથી મોતની ધમકી મળે છે પણ હૈદરાબાદ પોલીસ તેની FIR નથી કરતી. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને આઠમા નિઝામ અને હૈદરાબાદ પોલીસને રઝાકારોની ફોજ ગણાવતા રાજા સિંહે કહ્યું કે, ‘પોલીસને માત્ર મારા નિવેદનો વાંધાજનક લાગે છે.’ રાજા સિંહનો દાવો છે કે તેમને મળતી ધમકીઓના પુરાવા સ્થાનિક પોલીસ, ડીજીપી અને કમિશનરને મોકલ્યા હોવા છતાં કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો.