Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅકાસા એરલાઇન્સ વિશેના સુરતના વિદ્યાર્થીના ટ્વિટથી દોડતી થઇ મુંબઈ પોલીસ: પકડાયા બાદ...

    અકાસા એરલાઇન્સ વિશેના સુરતના વિદ્યાર્થીના ટ્વિટથી દોડતી થઇ મુંબઈ પોલીસ: પકડાયા બાદ કહ્યું- ખબર ન હતી કે આવું પરિણામ આવશે

    ગત 26 માર્ચના રોજ ટ્વિટર પર @NanavaPushparaj નામના એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘AkasaAir Boeing 737 Max will go down.’

    - Advertisement -

    મુંબઈ પોલીસે સુરતના એક 12મા ધોરણમાં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. થોડા દિવસ પહેલાં તેણે અકાસા એરલાઇન્સના વિમાન વિશે એક ટ્વિટ કરી નાંખ્યું હતું, જેના કારણે એરલાઇન્સ અને મુંબઈ પોલીસ દોડતી થઇ ગઈ હતી. 

    વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર અકાસા એરલાઇન્સનું વિમાન ક્રેશ થશે તેવું ટ્વિટ કરી દીધું હતું. જે એરલાઇન્સના ધ્યાને આવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને FI R પણ દાખલ થઇ હતી. ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુજરાત પહોંચીને સુરતના વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. જોકે, પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. 

    ગત 26 માર્ચના રોજ ટ્વિટર પર @NanavaPushparaj નામના એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘AkasaAir Boeing 737 Max will go down.’ (અકાસા એર બોઇંગ 737 મેક્સ તૂટી પડશે.) આ ટ્વિટ અકાસા એરલાઇન્સના સોશિયલ મીડિયા વિભાગના ધ્યાને ચડી ગયું હતું. 

    - Advertisement -

    એરલાઇન્સ વિશેનું આવું ટ્વિટ જોઈને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે મુંબઈ પોલીસે અજાણ્યા ઈસમ સામે IPCની કલમ 505 (અફવા ફેલાવવી) અને 506(2) (ગુનાહિત ધમકી) હેઠળ FIR દાખલ કરીને શોધખોળ શરૂ કરી હતી. 

    તપાસ દરમિયાન પોલીસને ટ્વિટનું આઈપી એડ્રેસ સુરત ખાતે મળી આવ્યું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસની એક ટીમ સુરત આવી પહોંચી હતી અને 27 માર્ચના રોજ આ ટ્વિટ કરનાર વિદ્યાર્થીને શોધી કાઢીને તેની ધરપકડ કરી લીધી હતી. 

    પકડાયા બાદ કહ્યું- એરક્રાફ્ટ વિશે જાણવામાં રસ, ખબર ન હતી કે આવું પરિણામ આવશે 

    પોલીસની પૂછપરછ દરમિયાન આ યુવકે જણાવ્યું હતું કે, તેને એવિએશનમાં રસ છે અને એરક્રાફ્ટ વિશે જાણવામાં પણ ખૂબ રસ છે. પરંતુ તે જાણતો ન હતો કે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરવાથી આ પરિણામ આવશે. પૂછપરછ વખતે તેણે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે તેનો ઈરાદો કોઈ અવ્યવસ્થા સર્જવાનો ન હતો. 

    પોલીસ અનુસાર, વિદ્યાર્થીની પરીક્ષા પણ ચાલી રહી હોઈ તેને એક દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ 5 હજાર રૂપિયાના બોન્ડ ભરાવીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં