Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાસારામમાં બૉમ્બ બ્લાસ્ટ, 6ને ઇજા, બિહાર શરીફમાં બે જૂથો વચ્ચે ગોળીબાર: બિહારમાં...

    સાસારામમાં બૉમ્બ બ્લાસ્ટ, 6ને ઇજા, બિહાર શરીફમાં બે જૂથો વચ્ચે ગોળીબાર: બિહારમાં અનેક સ્થળોએ હિંસા, અમિત શાહે નીતીશ-તેજસ્વી પર કર્યા પ્રહાર

    રાજ્યમાં જારી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં રેલી કરી અને સાસારામની પ્રજાની માફી માગી કારણકે ત્યાં રેલી ન થઈ શકી. તેમણે કહ્યું કે બીજી વખત આવીશ તો સાસારામ જરૂરથી આવીશ.

    - Advertisement -

    બિહારના સાસારામમાં રામનવમીના દિવસે શરુ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના સાસારામ, બિહારશરીફ અને મુંગેરમાં ફરી પાછી હિંસા શરુ થયાના અહેવાલ છે.

    રિપોર્ટ મુજબ, શનિવારે (1 એપ્રિલ 2023) થયેલા એક બૉમ્બ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, બિહાર પોલીસ આને સાંપ્રદાયિક ઘટના નથી માનતી.

    ગેરકાયદેસર વિસ્ફોટક હેન્ડલિંગની શક્યતા

    - Advertisement -

    વિસ્ફોટ બિહારના સાસારામમાં શેરગંજ મોહલ્લામાં થયો હતો. રોહતાસ જિલ્લાના જિલ્લાધિકારી ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું કે, “સાસારામમાં એક બૉમ્બ વિસ્ફોટ થયો હતો. ઘાયલોને વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અમે દરેક એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ.”

    બિહાર પોલીસે ઘટનાની વિગત આપતાં ટ્વીટ કરી હતી કે, “ગત રાત્રિએ 9 વાગ્યે એક ગેરકાયદેસર વિસ્ફોટક હેન્ડલિંગ દરમિયાન 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના એક ખાનગી મકાનના કમ્પાઉન્ડમાં બની હતી. બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફોર્સ મેજિસ્ટ્રેટની નિયુક્તિ કરવામાં આવી છે. અફવાઓ પર ધ્યાન ન આપો.”

    પોલીસે આ બ્લાસ્ટનું કારણ ગેરકાયદેસર વિસ્ફોટક હેન્ડલિંગ જણાવ્યું હતું. એવી અટકળ છે કે આ વિસ્ફોટ બૉમ્બ બનાવવા દરમિયાન થયો હતો. ઉલ્લેખનીય છે કે, સાસારામ રામનવમીના દિવસથી જ હિંસાની ચપેટમાં છે. રામનવમીની શોભાયાત્રા પર હુમલા બાદ શરુ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.

    આ સાંપ્રદાયિક ઘટના નથી: પોલીસ

    બિહાર પોલીસનું કહેવું છે કે આ ઘટના એક ઝૂંપડામાં બની છે. ત્યાંથી એક સ્કૂટી પણ મળી આવી છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. પોલીસના મતે પ્રથમ દ્રષ્ટિએ તે સાંપ્રદાયિક ઘટના હોય તેવું નથી લાગતું. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

    ભાસ્કરના અહેવાલ મુજબ, રોહતાસના જિલ્લા મુખ્યમથક સાસારામના સફ્ફુલાગંજ વિસ્તારમાં ફરી બૉમ્બમારો કરવામાં આવ્યો. પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન ઘરોમાં દરોડા પાડ્યા હતા અને આઠ લોકોની અટકાયત કરી હતી. તો બિહાર શરીફમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું અને આગ ચાંપવામાં આવી હતી. અહીં થયેલા ગોળીબારમાં એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે.

    આ ઉપરાંત, મુંગેરમાં શનિવારે રાત્રે મૂર્તિ વિસર્જનને લઈને બે જૂથો આમનેસામને આવી ગયા હતા. તેમણે સામસામે પથ્થરમારો અને મારઝૂડ કરી હતી. જોકે, બાદમાં પોલીસે સ્થિતિ સાંભળી લીધી હતી.

    પલાયનના ફોટા-વિડીયો સામે આવ્યા

    એક બાજુ બિહાર પોલીસ કહે છે કે સ્થિતિ સામાન્ય છે, જ્યારે બીજી બાજુ હિંદુઓના પલાયનના ફોટોઝ અને વિડીયો સામે આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દંગાથી અસરગ્રસ્ત લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે ઘર છોડવા મજબૂર થયા છે. કેટલાય ઘરો પર તાળા મારેલા દેખાય છે.

    આજ તકના રિપોર્ટ અનુસાર, પોલીસ તૈનાત હોવા છતાં પણ હિંસા થઈ હતી અને તેમાં ખુદ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. લોકો પોતાના ઘરોમાંથી સામાન બાંધીને પોતાના પરિવારજનો સાથે નીકળી રહ્યા છે. તેમને પ્રશાસન પર કોઈ ભરોસો નથી.

    લોકોએ પોલીસને જવાબદાર ઠેરવ્યા

    એનબીટીની રિપોર્ટ કહે છે કે, એક મહિલાએ દાવો કર્યો હતો કે ખુદ પોલીસે બૉમ્બમારો કરીને અને પેટ્રોલ છાંટીને ઘરમાં આગ લગાવી છે. પીડિતાએ કહ્યું કે, ઘરમાં પાંચ છોકરીઓ છે, એવામાં તેમની સુરક્ષાનું શું? ઘરમાં બે છોકરીઓના દહેજના પૈસા અને ઝવેરાત પણ હતા.

    એક મહિલાએ આરોપ મૂક્યો કે પોલીસે તેમને કહ્યું કે તમે પોતે પોતાના ઘરમાં આગ લગાડી છે. તમે લોકો બહાના બનાવી રહ્યા છો. હિંસા દરમિયાન તોફાનીઓએ ઘરના સામાન ફેંકી દીધા હતા. એક ઘરનું વોશિંગ મશીન બહાર તૂટેલું પડ્યું હતું. સહજાલાલ પીર, કદીરગંજ અને લખનુ સરાના ઘરોમાં લૂંટફાટ થઈ હતી.

    લાલૂ પ્રસાદ યાદવ જંગલરાજના પ્રણેતા: અમિત શાહ

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બિહારની બે દિવસીય મુલાકાતે છે. રાજ્યમાં જારી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં રેલી કરી અને સાસારામની પ્રજાની માફી માગી કારણકે ત્યાં રેલી ન થઈ શકી. તેમણે કહ્યું કે બીજી વખત આવીશ તો સાસારામ જરૂરથી આવીશ. પોતાની રેલીમાં અમિત શાહે બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું.

    તેમણે લાલુ પ્રસાદ યાદવને જંગલરાજના પ્રણેતા કહ્યા હતા. તેમણે કહ્યું કે “નીતીશ બાબુ, સત્તાની ભૂખે તમને લાલુના ખોળામાં બેસવા મજબૂર કર્યા, પરંતુ અમારી કોઈ મજબૂરી નથી. મેં આવી સ્વાર્થી સરકાર નથી જોઈ.” અમિત શાહે કહ્યું કે, દેશની જનતા ત્રીજી વખત પણ પીએમ મોદીને જ ચૂંટશે.

    તેમણે એવું પણ કહ્યું કે, ‘નીતીશ કુમારે પોતાના જીવનમાં ઘણી પાર્ટીઓ બદલી છે, ઘણાં લોકોને દગો આપ્યો છે. પરંતુ, જે યુપીએમાં લાલૂ સાથે તેઓ ગયા છે, તેણે બિહારને શું આપ્યું?’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં