Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી PWDએ નિઝામુદ્દીન વિસ્તારમાં ફૂટપાથ પરની ગેરકાયદે દરગાહ પર બુલડોઝર ફેરવ્યું: નોટિસ...

    દિલ્હી PWDએ નિઝામુદ્દીન વિસ્તારમાં ફૂટપાથ પરની ગેરકાયદે દરગાહ પર બુલડોઝર ફેરવ્યું: નોટિસ છતાં ખાદીમોએ જગ્યા ખાલી નહોતી કરી

    ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે, PWD ટીમે મથુરા રોડની સામે હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં મસ્જિદની નજીકના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.

    - Advertisement -

    દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનની દરગાહ પાસે કબરના રૂપમાં કરવામાં આવેલ અતિક્રમણને PWD અધિકારીઓએ બુલડોઝર ચલાવીને તોડી પાડ્યું હતું. આ મઝાર દ્વારા રોડની ફૂટપાથ પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. શનિવારે (1 માર્ચ 2023) ના રોજ ડિમોલિશન દરમિયાન, દિલ્હી પોલીસ, પેરા મિલિટરી ફોર્સ અને PWDના અધિકારીઓ હાજર હતા.

    મથુરા રોડ પર ચક્કર વાળી મસ્જિદની પાસે એક દરગાહ છે. દરગાહના કેરટેકર યુસુફ બેગે જણાવ્યું કે સૈયદ અબ્દુલ્લા ઉર્ફે ભૂરે શાહની દરગાહ સદીઓ જૂની છે. તે 16મી સદીનું ડબલ ગુંબજવાળું મુઘલ સ્મારક છે, જે સબઝ બુર્જ પાસેના પ્લોટ પર આવેલું છે.

    બેગે કહ્યું કે પીડબ્લ્યુડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરગાહનો કેટલોક ભાગ રોડની ફૂટપાથ પર આવી રહ્યો છે અને તેને હટાવવો પડશે. વિભાગ દ્વારા બુલડોઝર લાવવામાં આવ્યું હતું અને રોડ સાઈડના ભાગની સાથે સાથે મઝારની આખી સાઈડ તોડી નાખવામાં આવી હતી.

    - Advertisement -

    આ ગેરકાયદે બાંધકામમાં દરગાહની આસપાસ ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામ અને કેરટેકરના રહેઠાણનો પણ સમાવેશ થાય છે. જોકે, ભૂરે શાહની કથિત સમાધિને કોઈ નુકસાન થયું નથી. સમાધિની આડમાં આજુબાજુના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.

    PWDએ આપી હતી અનેક નોટિસ

    પીડબલ્યુડીએ નિઝામુદ્દીનની દરગાહ પાસે બનેલી આ ગેરકાયદે દરગાહ હટાવવા માટે ઘણી વખત નોટિસ આપી હતી, પરંતુ દરગાહના ખાદીમોએ તેને ખાલી કરી ન હતી. આટલું જ નહીં દરગાહની જમીનને લઈને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) અને દિલ્હી વક્ફ બોર્ડ વચ્ચે કેસ પણ ચાલી રહ્યો છે. હાલ મામલો પેન્ડિંગ છે.

    બેગે કહ્યું કે આ દરગાહ 500 વર્ષ જૂની છે અને તે સમયે અહીં ન તો રસ્તો હતો કે ન તો ફૂટપાથ. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા જ્યારે તેમણે એસડીએમ સાથે વાત કરી તો અધિકારીએ તેનો અમુક ભાગ હટાવવાનું કહ્યું હતું અને ત્યારબાદ 13 મીટરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ પછી પણ ફરી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    વ્યસ્ત ઝાકિર હુસૈન માર્ગની સામેના સ્થળે ઓપરેશન દરમિયાન પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સતર્ક રહ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે દરગાહ નિઝામુદ્દીન જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવેલી છે, તેથી સુરક્ષા દળોની પૂરતી તૈનાતી કરવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષા દળો ટીયર ગેસના શેલ સહિત તમામ પ્રકારના પગલાથી સજ્જ હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં