કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને 1 એપ્રિલે પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે, એમ તેમના વકીલ એચપીએસ વર્માએ શુક્રવારે જણાવ્યું હતું. 59 વર્ષીય નેતા 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની સજા ભોગવી રહ્યા હતા.
નોંધનીય છે કે ગયા વર્ષે 20 મેના રોજ, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સિદ્ધુને સુપ્રીમ કોર્ટ દ્વારા એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ પટિયાલાની કોર્ટમાં શરણાગતિ બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરનામ સિંહ નામના 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.
તે સમયે સર્વોચ્ચ અદાલતે તેના આદેશમાં કહ્યું હતું કે અપૂરતી સજા લાદવામાં કોઈપણ સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં લોકોના વિશ્વાસને નબળી પાડશે.
વર્માએ કહ્યું કે પંજાબ જેલના નિયમો અનુસાર સારા વર્તન સાથેનો દોષી સામાન્ય માફીનો હકદાર છે. શુક્રવારે તેમના વકીલ એચપીએસ વર્માએ ઉમેર્યું હતું, “તેને શનિવારે પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.”
Congress leader Navjot Sidhu likely to be released from Patiala jail tomorrow
— ANI Digital (@ani_digital) March 31, 2023
Read @ANI Story | https://t.co/cKKGky4Knm#NavjotSinghSidhu #Congress #Patiala pic.twitter.com/SShJTyJK7U
શું હતો આખો મામલો
એક સમયે પંજાબના મુખ્યમંત્રી પદના આશાસ્પદ, સિદ્ધુને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે અપૂરતી સજા લાદવામાં કોઈપણ સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં લોકોના વિશ્વાસને નબળી પાડશે.
34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં ગુરનામ સિંહ નામના 65 વર્ષીય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. આ કેસમાં સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સામેલ હતા.
તેને જેલમાં ધકેલી દેવાયા પછી તરત જ, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિંધુની પટિયાલા સેન્ટ્રલ જેલમાં કારકુનનું કામ કરવા માટે ‘મુનશી’ (સહાયક) તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં, પંજાબ કોંગ્રેસના વડા અમરિન્દર સિંહ રાજા વારિંગે મુખ્ય પ્રધાન ભગવંત માનને સિદ્ધુની વહેલી મુક્તિ પર વિચાર કરવા અપીલ કરી હતી. સમર્થકોએ અગાઉ પ્રજાસત્તાક દિવસ દરમિયાન તેમની વહેલી રિલીઝની તૈયારીઓ કરી હતી – તેમ છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ સત્તાવાર જવાબ આવ્યો ન હતો.