Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પથ્થરબાજો ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં’ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની...

    ‘પથ્થરબાજો ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં’ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની ઘટનાને વખોડી, ગણતરીના કલાકોમાં પકડાયા ગુનેગારો

    વડોદરામાં રામનવમીના દિવસે આયોજિત બે શોભાયાત્રાઓ પર હુમલાની ઘટના બની હતી. સવારે વિશ્વ હિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વડોદરા શહેરમાં રામનવમીના દિવસે ભગવાન રામની બે શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આકરા શબ્દોમાં આ ઘટનાને વખોડી છે અને પથ્થરબાજો સામે કડક કાર્યવાહી થશે તેવું જણાવ્યું છે.

    શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ગૃહમંત્રી આકરા પાણીએ

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈ કાલે સુરત ખાતે રામનવમીના એક કાર્યક્રમમાં હાજર રહેવામાં હતા પણ તેમણે આ કાર્યક્રમ રદ કરી દીધો હતો. વડોદરામાં બનેલી ઘટનાને લઈને તેમણે સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

    - Advertisement -

    બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રામનવમીના શુભ અવસરે સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં યાત્રાઓ કાઢવામાં આવે છે. વડોદરામાં રામનવમીના દિવસે ખૂબ શાંતિથી શોભાયાત્રા નીકળી રહી હતી. આ દરમિયાન શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે.

    ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ, પથ્થર ફેંકનાર 15 થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગુનેગારોની  354 સીસીટીવી કેમેરાના માધ્યમથી ઓળખ કરવાની કામગીરી ચાલુ છે. આ ઘટના બન્યા બાદ અત્યંત અનુભવી અધિકારીઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

    ગણતરીના કલાકોમાં પકડાયા પથ્થરબાજો

    રામનવમીના દિવસે વડોદરામાં ફતેપુરા, કુંભારવાડા, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે કુલ 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઘરેઘરે જઈને તોફાનીઓને શોધ્યા હતા. તમામ પથ્થરબાજો સામે એફઆઈઆર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    શહેરમાં મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં સીસીટીવીની મદદથી તોફાનીઓની ઓળખ થઈ હતી સાથે જ વિસ્તારમાં આવી ઘટના ફરી ન બને એ માટે SRPની ત્રણ ટીમો ખડકી દેવામાં આવી હતી.

    શહેરમાં બે શોભાયાત્રા પર થયા હુમલા

    ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રામનવમીના દિવસે આયોજિત બે શોભાયાત્રાઓ પર હુમલાની ઘટના બની હતી. સવારે વિશ્વ હિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિહિપ અનુસાર, મુસ્લિમોના 200 થી 500 ટોળાએ યાત્રા પર પથ્થર ફેંક્યા હતા. આ દરમિયાન થયેલી તોડફોડના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    એ પછી સાંજે સાડા પાંચ વાગ્યે ફતેપુરામાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. જેને પગલે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં