હાફ સ્લીવ પહેરવાના સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં રાજસ્થાનનાં જયપુરમાં હિજાબ પહેરીને SETની પરીક્ષા આપવા વિદ્યાર્થીનીઓની જીદ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ત્રણેય વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્રના ગેટ પર રોકવામાં આવી હતી. આ મામલો યુનિવર્સિટી રાજસ્થાન કોલેજનો છે. હાલ આ ત્રણ વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
TV9 ભારતવર્ષના રિપોર્ટ અનુસાર જયપુરમાં હિજાબ પહેરીને SETની પરીક્ષા આપવા વિદ્યાર્થીનીઓની જીદની આ ઘટના રવિવાર (26 માર્ચ, 2023)ની છે, રાજસ્થાન એસઈટીની પરીક્ષામાં ભાગ લેવા આવેલી ત્રણ વિદ્યાર્થીનીઓને ગેટની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ત્રણેય વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા માટે જીદ કરી રહી હતી. પરીક્ષાના સ્ટાફે વિદ્યાર્થીનીઓને હિજાબ ઉતારીને અંદર જવા કહ્યું હતું. વિદ્યાર્થીનીઓ આમ કરવા તૈયાર ન હતી અને પોતાની જીદ પકડી રાખી હતી.
Reportedly girls stopped for flouting dress code by attempting to enter examination hall wearing hijab and burqa at Rajasthan college in Jaipur.pic.twitter.com/zM1hWzhAhc
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 28, 2023
કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપ્યો ન હતો. જે બાદ પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એડમિટ કાર્ડ પર ક્યાંય લખ્યું નથી કે હિજાબ અથવા બુરખામાં પરીક્ષા નહી આપવા દેવામાં આવે. ધ્યાનથી જોતાં સ્પષ્ટ થાય છે કે, ડ્રેસ કોડને એડમિટ કાર્ડમાં ફોલો કરવાનું કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે એસ.ઈ.ટી. પરીક્ષાને લગતી વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તેને પરીક્ષાના થોડા સમય પહેલા જ ઘણા ન્યૂઝ પોર્ટલ પર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રેસ કોડમાં પુરુષોને અડધી બાંયના શર્ટ કે ટી-શર્ટ, પેન્ટ અને હવાઈ ચપ્પલ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. સાથે જ મહિલા ઉમેદવારોએ સલવાર સૂટ કે સાડી, અડધી બાંયનો કુર્તા/બ્લાઉઝ, હવાઈ ચપ્પલ પહેરીને જ પરીક્ષા આપવા આવવા નિર્દેશ આપવામાં આવ્યાં હતા. આ સિવાય વાળમાં ફક્ત સરળ રબર બેન્ડની મંજૂરી આપવામાં આવી હતી.
માર્ગદર્શિકા અનુસાર, ઉમેદવારોને ઘડિયાળ, સેન્ડલ, સનગ્લાસ, બેલ્ટ, ટોપી, સ્કાર્ફ, સ્ટોલ, શાલ, મફલર વગેરે પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કોઇ ડ્રેસને લઇને વિવાદ થશે તો પરીક્ષા કેન્દ્રના અધિકારીનો નિર્ણય માન્ય ગણાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે છતાં આ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવાની જીદ કરી રહી હતી.