નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ સૂચના આપી છે કે 1 એપ્રિલથી વેપારી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) વ્યવહારો પર 1.1 ટકા સુધીની ઈન્ટરચેન્જ ફી લાગુ થશે. આ ચાર્જ વોલેટ તું વોલેટ પેમેન્ટ પર લાગશે અને એ પણ ત્યારે જ જયારે એ પેમેન્ટ 2000 રૂ અથવા તેથી વધુનું હશે. સામાન્ય ગ્રાહકો માટે UPI ફ્રી જ રહેવાનું છે.
તાજેતરના એક પરિપત્રમાં, NPCI એ જણાવ્યું હતું કે UPI દ્વારા વ્યવહારો માટે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) નો ઉપયોગ કરવાથી ઇન્ટરચેન્જ ફી લાગશે. જો ટ્રાન્ઝેક્શન ₹2,000 થી વધુ હશે તો શુલ્ક વસૂલવામાં આવશે. વેપારીઓની વિવિધ શ્રેણીઓ માટે વિનિમય ફી બદલાય છે. તે 0.5% થી 1.1% સુધીની છે અને અમુક શ્રેણીઓમાં કેપ પણ લાગુ પડે છે.
ગ્રાહકો માટે UPI ફ્રી જ રહેશે
આ વિષય પર જુદા જુદા તર્ક વિતર્ક અને અફવાઓ બાદ આજે જારી કરાયેલ એક નોટિફિકેશનમાં, NPCIએ જણાવ્યું હતું કે “રજૂ કરાયેલ ફી માત્ર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કરવામાં આવેલા વેપારી વ્યવહારો માટે જ લાગુ પડે છે.” પેમેન્ટ બોડીએ સ્પષ્ટ કર્યું કે સામાન્ય UPI પેમેન્ટ્સ પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં જેને તેણે “બેંક એકાઉન્ટ-ટુ-બેંક એકાઉન્ટ આધારિત UPI પેમેન્ટ્સ” તરીકે ઓળખાવ્યો.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
— NPCI (@NPCI_NPCI) March 29, 2023
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U
એટલે કે જયારે બેન્ક એકાઉન્ટને બાયપાસ કરીને વોલેટ તું વોલેટ ટ્રાન્સેક્શન કરવામાં આવે છે, તેવા કિસ્સાઓમાં 2000 રૂ થી વધુની ટ્રાન્સેક્શન થશે ત્યારે આ ચાર્જ લાગુ પડશે. પેટીએમ વોલેટ, ફોનપે વોલેટ વગેરે ડિજિટલ વોલેટના પ્રકાર છે જેના પર આ નિયમ લાગુ પડશે.
જાણો ફી ના સ્લેબ
ટેલિકોમ, શિક્ષણ અને ઉપયોગિતાઓ/પોસ્ટ ઓફિસ માટે, ઇન્ટરચેન્જ ફી 0.7% છે જ્યારે સુપરમાર્કેટ માટે ફી વ્યવહાર મૂલ્યના 0.9% છે. વીમા, સરકાર, મ્યુચ્યુઅલ ફંડ અને રેલ્વે માટે 1% ચાર્જીસ, ઈંધણ માટે 0.5% અને કૃષિ માટે 0.7 ચાર્જ વસૂલવામાં આવશે, CNBC TV-18 ના અહેવાલમાં જણાવાયું છે.
પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM) વ્યવહારોના કિસ્સામાં ઇન્ટરચેન્જ લાગુ કરવામાં આવશે નહીં. PPP જારીકર્તાઓએ ₹2,000 થી વધુના વ્યવહારો માટે વોલેટ-લોડિંગ ચાર્જ તરીકે રેમિટર બેંકને 15 બેસિસ પોઈન્ટ્સ (bps) ચૂકવવા પડશે.
NPCI દ્વારા 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ અથવા તે પહેલાં કિંમતોની ફરી સમીક્ષા કરવામાં આવશે.