Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: રીઝવાનાએ ઘરે બોલાવી આંખે પાટો બાંધ્યો, અને શૌહર ઈમરાને એક ઝાટકે...

    અમદાવાદ: રીઝવાનાએ ઘરે બોલાવી આંખે પાટો બાંધ્યો, અને શૌહર ઈમરાને એક ઝાટકે પોતાના જ મિત્રનું માથું વાઢી નાંખ્યું; બાપુનગરથી ગુમ થયેલા યુવકનું રહસ્ય ઉકેલાયું

    પોલીસે ઓઢવ ફાયર બ્રિગેડની પાછળના ભાગે આવેલી કેનાલમાં તપાસ કરતા ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલની લાશના કેટલાક અવશેષો અધુરા હાડપીંજરના રુપમાં મળી આવ્યા હતા.

    - Advertisement -

    અમદાવાદમાં ઈમરાને પત્ની રીઝવાના સાથે મળી પોતાના જ મિત્રનું માથું વાઢી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી લાપતા હતો. જેને લઈને શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તેવામાં ગાયબ યુવક મોહમ્મદ મેરાજ ઉર્ફે માઈકલની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

    અહેવાલો અનુસાર બાપુનગરમાં રહેતો મોહમ્મદ મેરાજ ઉર્ફે માઈકલ નામનો યુવક જાન્યુઆરી માસમાં ગુમ થયો હતો. જેની કોઈ જ ભાળ ન મળતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. આ કેસમાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા અમદાવાદમાં જ રહેતા મેરાજના મિત્ર ઈમરાને પત્ની રીઝવાના સાથે મળી પોતાના જ મિત્રનું માથું વાઢી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ મૃતક મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલ આરોપીની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાની છેડતી કરી આડા સંબંધ રાખવા દબાણ કરતો હોવાની શંકાઓ રાખી પોતાની પત્નિ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ ઘડી આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

    જાન્યુઆરી મહિનાથી લાપતા હતો મોહમ્મદ મેરાજ

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર બાપુનગરમાં રહેતી નસરીમબાનુ મોહંમદ મેરાજ પઠાણએ પોતાના પતિ મોહંમદ મેરાજ પઠાણ ગત તા. 22 જાન્યુઆરી, 2023 ના રોજ સવારના સાતેક વાગે પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ન આવતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પીએસઆઇ પી.એચ. જાડેજા તપાસમાં લાગ્યા હતા. બાદમાં ગુમ થનારની માતા શકીનાબીબી પઠાણ, ભાઈ મોહંમદ ઈમરાન તથા પત્નિ નસરીમબાનુની પૂછપરછ કરી નિવેદન લેતી વખતે સામે આવ્યું હતું કે, ગુમ થનાર મોહમ્મદ મેરાજને તેના મિત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે સુલ્તાન સૈયદ સાથે છેલ્લા એકાદ વર્ષથી ગાઢ સંપર્કમાં હતો.

    - Advertisement -

    જે પછી આરોપી દંપતી પોલીસના શંકાના દાયરામાં આવ્યું હતું. મોહમદ મેરાજના ગુમ થવા પાછળ તેના મિત્ર ઇમરાન ઉર્ફે સુલ્તાન તથા તેની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાનો હાથ હોવાનું પોલીસે માની લઈ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્ની રિઝવાના ઉર્ફે નેહાને મૃતક મોહમદ મેરાજ ઉર્ફે માઇકલ આડા સંબંધ બાબતે દબાણ કરતો હોવાની શંકા હતી. જે બાદ પોલીસે ખાનગી રીતે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ હત્યાના આખા કાવતરાનો ખુલાસો થયો હતો.

    સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના બહાને ઘરે બોલાવી હત્યા કરી

    આ દરમિયાન આરોપીએ પોતાની પત્નિ રીઝવાનાની મદદથી પોતાના ઘરે બોલાવી સરપ્રાઈઝ ગિફટ આપવાના બહાને વિશ્વાસમાં લઈ રીઝવાનાએ મોહંમદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધ્યો હતો. ત્યાર બાદ મોહંમદ મેરાજ ઉર્ફે માઈકલના પેટના ભાગે તલવાર ધુસાડી આરપાર કરી દઈ ક્રુરતાથી હત્યા કરી નાંખી હતી. આટલું જ નહી, આરોપીએ મેરાજનું માથું પણ ધડથી અલગ કરીને કચરાના ઢગલામાં ફેકી દીધું હતું, અને લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી એક સ્કુટી ઉપર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ કેનાલમાં ફેંકી દીધા હતા.

    ત્યાર બાદ પોલીસે ઓઢવ ફાયર બ્રિગેડની પાછળના ભાગે આવેલી કેનાલમાં તપાસ કરતા ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલની લાશના કેટલાક અવશેષો અધુરા હાડપીંજરના રુપમાં મળી આવ્યા હતા. આરોપી યુગલે પોતાનો હત્યાનો ગુનો કાબુલી લેતા પોલીસે ઇમરાન ઉર્ફે સુલતાન અને તેની પત્ની રીઝવાના ઉર્ફે નેહા વિરુદ્ધ ઈપીકો કલમ 302, 201, 120બી તથા જી.પી એક્ટ કલમ 135 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઑપઈન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં