બિહારની સરકારમાં જાણે અપરાધીઓ બેખોફ થઈ ગયા હોય તેવી ઘટના સામે આવી છે. બિહારના સહરસાની કોર્ટમાં તારીખ ભરવા આવેલા યુવકની પોલીસની સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હત્યાની આ ઘટના જિલાના સિવિલ કોર્ટની છે. વિચારવા જેવી બાબત તો તે છે કે હાઈ સિક્યુરીટી ઝોન માનવામાં આવતા કોર્ટ પરિસરમાં જ ધોળા દિવસે પોલીસની હાજરીમાં જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર બિહારના સહરસાની કોર્ટમાં હત્યા નજરે જોનાર એક પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે હત્યા કરવા વાળા 3 થી 4 જણા હતા. મૃતક યુવક વોશરૂમ જઈ રહ્યો હતો ત્યારે તેના પર આ લોકોએ સાથે લાવેલા હથિયારમાંથી આડેધડ ગોળીઓ ચલાવી હતી. ગોળી વાગ્યા બાદ યુવક ત્યાંજ ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અહી સવાલ તે ઉભો થાય છે કે કોર્ટ પરિસરમાં આટલી સિક્યુરીટી હોવા છતાં આરોપીઓ હથિયાર લઈને અંદર કેવીરીતે પ્રવેશી ગયા અને હત્યાને અંજામ આપ્યો.
Bihar में अपराधी बेखौफ, सहरसा में कोर्ट के अंदर कैदी की गोली मारकर हत्या#BiharNews https://t.co/7rAVXZMXlG
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) March 28, 2023
અહેવાલો અનુસાર હુમલામાં મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રભાકર પંડિત હોવાનું સામે આવ્યું છે. તે સિવિલ કોર્ટમાં તારીખ ભરવા આવ્યો હતો. અચાનક થયેલા ફાયરીંગ અને હત્યાના બનાવથી કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જન થતાની સાથે જ SP લિપી સિંહ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તેમના જણાવ્યાં અનુસાર આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓ હજુ ફરાર છે.
SP લિપી સિંહના જણાવ્યાં અનુસાર ઝડપાયેલા આરોપી પાસેથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતુસ પણ મળી આવ્યાં છે. જે વ્યક્તિની હત્યા થઈ તે યુવક પણ એક હત્યાના કેસમાં કોર્ટમાં હાજર થયો હતો. SP લિપી સિંહના કહેવા મુજબ CCTV ફુટેજ અને અન્ય પુરાવાઓના આધાર પર અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પરંતુ ધોળા દિવસે કોર્ટ જેવા સહુથી સુરક્ષિત માનવામાં આવતા સ્થળમાં ઘૂસીને આડેધડ ફાયરીંગ કરીને હત્યા કરવાની આ ઘટના બાદ બિહાર સરકાર અને પ્રશાસન સામે બિહારની સામાન્ય જનતા કોની પાસે સુરક્ષા માંગવા જાય તેવા સવાલો ચોક્કસથી ઉભા કરી રહી છે.