ઉત્તરપ્રદેશના અલીગઢથી અરેરાટી મચાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં જમવામાં પત્ની દ્વારા માંસ બનાવી ન આપવાનાં કારણે પતિએ તેનું ગળું કાપી હત્યા કરી મૂકી છે. જયારે પતિ આ ઘટનાને અંજામ આપી રહ્યો હતો, ત્યારે તેની ત્રણેય બાળકીઓ હાજર હતી. આરોપી પતિનું નામ ‘સગીર’ જાણવામાં આવ્યું છે. પરિવારના કેહવા અનુસાર હત્યારો પતિ રમઝાનની તરવીહ (વિશિષ્ટ પ્રકારની બંદગી) નમાઝ પઢીને આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ઉત્તરપ્રદેશના અલીગઢની હોવાનું માલુમ પડ્યું છે. જ્યાં ‘સગીર’ નામના એક નરાધમે તેની પત્નીનું તેની નાનકડી ત્રણ બાળકીઓના સામે જ ગળું કાપી નાખ્યું. આ ઘટનાને અંજામ આપવા પહેલા તે રમઝાન માસ ચાલુ હોવાથી એક વિશિષ્ટ પ્રકાની નમાજ તરવીહ અદા કરવા ગયો હતો. ત્યાંથી આવીને તેણે તેની પત્ની જેનું નામ ‘ગુડ્ડો’ જાણવા મળ્યું છે. તેને માંસ રાંધીને આપવા માટે કહ્યું હતું. પરંતુ સમય ઓછો હોવાથી તેણે ઈંડાની કરી બનાવી રાખી હતી. આ વાતથી ધુઆપુઆ થઇ ગયેલા પતિએ તેની પત્ની પર હુમો કરો મારામારી કરી હતી. અહિયાં ન અટકતા તેણે ચાકુથી ગુડ્ડોનું ગળું કાપી નાખ્યું હતું.
આ દ્રશ્યથી ગભરાઈ ગયેલી બાળકીઓએ પોતાના પિતાને રોકવા માટે પ્રયત્નો કર્યા, તો તેણે બાળકીઓ સાથે પણ મારપીટ કરી હતી. આ મારપીટ બાદ બાળકીઓએ જોર જોરથી અવાજ કર્યો હતો. જેને સાંભળીને આજુબાજુના પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. એ લોકોએ આવીને જોયું તો ગુડ્ડો લોહીના લથપથ હાલતમાં નીચે પડી હતી. ઘાયલ ગુડ્ડોને લોકોએ હોસ્પિટલમાં પહોચાડી હતી. પરંતુ ડોકટરે ત્યાં તેને મૃત ઘોષિત કરી હતી.
આરોપી પતિને લોકોએ જ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે તેને જેલ ભેગો કરીને આગળની તપાસ હાથ ધરી છે. ત્રણેય બાળકીઓમાં મોટી બાળકીનું કહેવું હતું કે અબ્બુ નમાઝ પઢીને આવ્યા બાદ મમ્મી પર ગુસ્સે થયા હતા. મમ્મીએ કહેલું કે માંસ બનવવામાં મને વાર લાગશે. આ બાબતે બહેશ થઇ હતી. ત્યાર બાદ અબ્બુએ મમ્મીને માર મારીને તેનું ગળું કાપી નાખ્યું હતું.
#Aligarh : गला काटकर पत्नी की हत्या,घटना स्थल का पुलिस टीम ने किया मुआयना,सिरफिरे ने बच्चों के सामने पत्नी की हत्या की,पुलिस ने आरोपी पति को गिरफ्तार किया,थाना रोरावर क्षेत्र के मामूदनगर इलाके की घटना@aligarhpolice @Dm_Aligarh @Uppolice @dgpup pic.twitter.com/rxm1wV1eTj
— भारत AtoZ NEWS (@bharatatoznews1) March 27, 2023
આ મામલે ગુડ્ડોના સગાવહાલા પણ હોસ્પિટલમાં પહોચ્યા હતા. જો કે તેઓ ત્યાં પહોચે તે પહેલા તો ગુડ્ડોનું મૃત્યુ થઇ ચુક્યું હતું. તેના સગા વહાલોએ બાળકીઓને તેના નાનાને ત્યાં મૂકી છે. નાનાએ આપેલા નિવેદનના આધારે પોલીસે કેસ નોધ્યો છે.