Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએ પલટી...: ગેંગસ્ટર અતીક અહમદને લઇ જતી પોલીસ વાન સાથે મધ્ય પ્રદેશમાં...

    એ પલટી…: ગેંગસ્ટર અતીક અહમદને લઇ જતી પોલીસ વાન સાથે મધ્ય પ્રદેશમાં એ થતાં થતાં રહી ગયું જેનો ડર તમામને હતો

    ગેંગસ્ટર અતીક અહમદને અમદાવાદથી પ્રયાગરાજ લઇ જતી ઉત્તર પ્રદેશ પોલીસની વાન સામે મધ્ય પ્રદેશમાં અચાનક જ એક જગ્યાએ ગાય આવીને ઉભી રહી ગઈ હતી.

    - Advertisement -

    ગેંગસ્ટર અતીક અહમદને ગઈકાલે અમદાવાદની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ પહોંચી હતી. ગઈકાલે સાંજે અતીક અહમદને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ નીકળી ગઈ હતી. અતીક અહમદને લઇ જતી પોલીસ વાન અત્યારસુધી ઉત્તર પ્રદેશના ઘણાં ગેંગસ્ટર્સ સાથે બની ચુક્યું છે તેમ પલટી જશે તેવી શંકા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    આ શંકાને લગભગ સાચી પાડતી હોય એવી ઘટના આજે સવારે મધ્ય પ્રદેશમાં બનતાં બનતાં રહી ગઈ. આજે સવારે ઉત્તર પ્રદેશ અતીક અહમદને લઈને સવારે રામનગર ટોલ પ્લાઝા વટીને મધ્ય પ્રદેશમાં પ્રવેશી ગઈ હતી. આ સમયે સવારે લગભગ 6.30 ને સુમારે અતીક અહમદને વોશરૂમ લઇ જવામાં આવ્યો હતો.

    આપણને ખ્યાલ જ છે કે અતીક અહમદ જે પોલીસ વાનમાં જઈ રહ્યો છે તેની સાથે દેશભરના મીડીયાકર્મીઓ પણ જુદાજુદા વાહનોમાં તેનો પીછો કરી રહ્યાં છે. જ્યારે અતીકને વોશરૂમ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ મીડીયાકર્મીઓએ તેને પ્રશ્નો કર્યા હતાં પરંતુ શરૂઆતમાં આ ગેંગસ્ટરે કોઇપણ જવાબ આપ્યો ન હતો. પરંતુ થોડીવાર બાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને બીક લાગી રહી છે તો એ બાબતે તેમનું શું માનવું છે? ત્યારે અતીક અહમદે પોતાની મૂંછો પર તાવ દેતાં કહ્યું હતું કે તેને કોઈનો ડર નથી.

    - Advertisement -

    આ બધું પત્યું ત્યારબાદ અતીક અહમદને જ્યારે મધ્ય પ્રદેશનાં શિવરાજપુર જીલ્લાની ખરાઈ ચેક પોસ્ટ પાસેથી લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ અમર ઉજાલાના એક રીપોર્ટ અનુસાર પોલીસ વાનની સામે અચાનક જ એક ગાય આવીને ઉભી રહી ગઈ હતી. પછી આ પોલીસવાન ગાય સાથે અથડાઈ હતી. બદનસીબે આ અથડામણને કારણે ગાયનું તો સ્થળ પર જ મૃત્યુ થયું હતું પરંતુ અતીક અહમદને લઇ જતી પોલીસ વાન પલટી ખાઈ ન હતી.

    આ ઘટના ઘટતાં થોડા સમય માટે પોલીસ કાફલો રોકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ફરીથી ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ તરફ આગળ વધી ગયો હતો.

    ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવી રહેલાં અતીક અહમદને ગુજરાતથી રાજસ્થાનનાં કોટા અને મધ્ય પ્રદેશનાં ઝાંસીથી ઉત્તર પ્રદેશની હદમાં લઇ જવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં